SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રમાં શબ્દશક્તિ, પુરુષશક્તિ અને પ્રત્યયની સાથે અભેદબુદ્ધિ જરૂરી છે. તે બધાનો અભેદ થવાથી મંત્ર પોતાનું કાર્ય કરે છે. મંત્રજપના અભ્યાસથી રોમળ-તમોમળ દૂર થાય છે, ઈડા-પિંગળા થંભી જાય છે અને સુષુમ્મા ખૂલે છે. પ્રાણશક્તિની સહાયથી શુદ્ધ થયેલ મંત્રશક્તિ ઊર્ધ્વગમન કરે છે. આ અવસ્થામાં અનાહતનાદના અનુભવનો પ્રારંભ થાય છે. તેને મંત્રમૈતન્યનો ઉન્મેષ કહેવાય છે. વાચકપદ વડે વાચ્યનું સાતિશય પ્રણિધાન થાય છે. મંત્રમૈતન્ય એટલે પ્રાણમય નાદશક્તિનો આવિર્ભાવ. નાદાન્તના ભેદન પછી દેહાત્મભાવ સર્વથા નાશ પામે છે તેથી આત્માની મહાન શક્તિઓનો અનુભવ થાય છે. “અક્ષર” એટલે મોક્ષ અને “બ્રહ્મ” એટલે કેવળજ્ઞાન એ બંનેનો હેતુ હોવાથી “અહ” મંત્ર અક્ષરબ્રહ્મ કહેવાય છે. સમગ્ર માતૃકાની ઉત્પત્તિ નાદમાંથી થાય છે અને નાદનું વાચક “ર” પદ છે. મંત્રપદના ધ્યાન વડે પ્રથમ વર્ણવિશ્રુતિ, ત્યાર બાદ અનાહતનાદશ્રવણ અને તેના અંતે અવ્યક્તઆત્મતત્ત્વનો લાભ થાય છે. ગુરુપદનું મહત્ત્વ દેવતત્ત્વ અને ધર્મતત્ત્વની ચાવી ગુરુતત્ત્વમાં છે. ગુરુતત્ત્વનું મુખ્ય લક્ષણ “બ્રહ્મચર્ય' છે. બ્રહ્મમાં રમણ કરવું તે બ્રહ્મચર્યનો મુખ્ય અર્થ છે. કાયાથી પણ જેઓ બ્રહ્મચર્ય પાળે છે, તેઓ એ અંશમાં આત્મસ્વરૂપમાં રહેલા છે-એમ માનવું જોઈએ. ખરું બ્રહ્મચર્ય ચિત્તવૃત્તિને બ્રહ્મમાં-આત્મસ્વરૂપમાં પરોવી રાખવી તે છે. અનાત્મભાવમાં ચિત્તવૃત્તિની રમણતા એ જ અબ્રહ્મ છે. બ્રહ્મસંબંધ કાયમ હોવાથી ગુરુતત્ત્વ એ પરબ્રહ્મસ્વરૂપ દેવતત્ત્વ અને એમણે પ્રરૂપેલા ધર્મતત્ત્વનો સંબંધ કરાવવા માટે સમર્થ થાય છે. બ્રહ્મચર્યવાન ગુરુના પ્રત્યક્ષ સંબંધથી જ પરોક્ષ એવા બ્રહ્મસ્વરૂપ દેવ અને બ્રહ્મમાં ચર્યારૂપ “ધર્મ'નો સંબંધ થઈ શકે છે. ગુરુથી “નમો’ મંત્ર મળે છે. મંત્રથી શ્રી અરિહંતદેવનું સ્વરૂપ ઓળખાય છે અને તેથી મન, પ્રાણ અને આત્મા દેવ-ગુરુની ભક્તિમાં જોડાય છે. મંત્રરૂપી મૂર્તિને ગ્રહણ કરીને સાધકને, દેવના પણ દેવ, સર્વજ્ઞ, સર્વવ્યાપી, સર્વદોષરહિત, શાન્ત એવા ભગવાન “શ્રી જિનેશ્વરદેવ મારી સમક્ષ સાક્ષાત્ પ્રગટ થયા છે' એવી એકતાની અનુભૂતિ ગુરુપ્રદત્તમંત્ર વડે થવા સાથે તેનો પ્રમોદ-હર્ષ સર્વ આત્મપ્રદેશોએ અને સર્વ રોમરાજીએ પ્રગટ થવો જોઈએ. મંત્ર વડે ભાષા, શ્વાસોચ્છવાસ અને મનની એકતા થાય છે, તેથી સંકલ્પ-વિકલ્પ અને રાગ-દ્વેષરૂપી ભાવકર્મ શમે છે અને તેથી આત્મજ્ઞાન થાય છે. વળી મન-મંત્ર અને પ્રાણ એ આત્માનો વ્યાપાર છે એવી સમજણ સ્પષ્ટ થાય છે. એ સમજણ વડે અંતરાત્મભાવરૂપી ગુરુ અને પરમાત્મભાવરૂપી દેવ બંનેનું સ્વરૂપ સ્પષ્ટ સમજાય છે. કહ્યું છે કે___ मंत्रमूर्तिं समादाय देवदेवः स्वयं जिनः। सर्वज्ञः सर्वगः शान्तः सोऽयं साक्षाद् व्यवस्थितः ।। મંત્ર અને મંગલ મંત્ર કરતાં મંગલમાં વિશેષતા છે. મંત્ર મનન દ્વારા ત્રાણ કરે છે, પરન્તુ મંગલ તો મનન ઉપરાંત દર્શન-પૂજન, શ્રવણ-સ્મરણ વગેરે અનેક રીતે વિષ્નક્ષય અને શુભના આગમનમાં હેતુ બને છે. નમસ્કાર એ મંત્ર ઉપરાંત મંગલ છે, કેમ કે તેમાં રહેલા પાંચેય પરમેષ્ઠિ ભગવંતોનાં નામ, આકૃતિ, અનુપ્રેક્ષાકિરણ ૪ ૩૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy