SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય, ભાવાદિ, દર્શન-સ્મરણાદિનો હેતુ બનીને અનર્થનો ધ્વંસ અને અર્થની પ્રાપ્તિ કરાવે છે. આકર્ષણ-વશીકરણાદિના આધ્યાત્મિક અર્થો નમસ્કાર મંત્રમાં આધ્યાત્મિક શક્તિઓ તથા આકર્ષક-વશીકરણાદિના આધ્યાત્મિક અર્થો નીચે મુજબ છે. જે મંત્રો આકર્ષણ, વશીકરણ ઉચ્ચાટન, વિશ્લેષણ, સ્તંભન, મોહન, ધનલાભ, રોગનિવારણ આદિ માટે હોય તે લૌકિક છે અને આત્મવિશુદ્ધિ, કર્મમુક્તિ આદિ માટે હોય તે લોકોત્તર છે. લોકોત્તરમંત્ર વડે આકર્ષણાદિ થાય ખરાં પણ તે ગૌણ છે. વળી જે મંત્રના રચનારા પુરૂષો લોકોત્તર હોય તે મંત્ર પણ લોકોત્તર છે. મંત્રયોજકોની શક્તિ પણ મંત્રમાં અવતરે છે. ધર્મમાં જેઓનું મન છે અર્થાત્ ધર્મપાલનમાં જેઓ પોતાના મન-વચન-કાયાના યોગોને વાપરે છે અને સર્વશક્તિઓમાં શ્રેષ્ઠ એવી અહિંસા તેમ જ સંયમ અને તપની શક્તિઓ જેમનામાં છે, એવા એકેક પરમેષ્ઠિ પણ અચિંત્યશક્તિયુક્ત છે. ત્યારે પાંચેયનો સમવાય થતાં શક્તિનું પ્રમાણ કેટલું વધી જાય છે સમજી શકાય તેવી વાત છે. તેથી જ કહ્યું છે કેआकृष्टिं सुरसंपदां विदधति, मुक्तिश्रियो वश्यता- मुच्चाटं विपदां चतुर्गतिभुवां (जुषां) विद्वेषमात्मैनसाम् । स्तम्भं दुर्गमनं प्रति प्रयततां, मोहस्य संमोहनं, पायात् पंचनमस्क्रियाऽक्षरमयी, साऽऽराघना देवता ॥ વિધાઓનું સર્વરવ અને મંત્રોનું ઉપાદાન શ્રી જિનપ્રભસૂરિકૃત “ઉવસગ્ગહર'ની અર્થકલ્પલતા ટીકામાં કહ્યું છે કે વિદ્યાઓનું સર્વસ્વ અને મંત્રોનું ઉપાદાનકારણ પંચપરમેષ્ઠિ મહામંત્રનમસ્કાર છે. શ્રી માનતુંગસૂરિકૃત “નવકારસારથવણ' (સ્તવન)માં કહ્યું છે કેશ્રી અરિહંતની આરાધના ખેચરપદવી અને મોક્ષ આપે છે. શ્રી સિદ્ધની આરાધના કૈલોક્યવશીકરણ અને મોક્ષ આપે છે. શ્રી આચાર્યની આરાધના ભયોનું સ્તંભન કરે છે. શ્રી ઉપાધ્યાયની આરાધના ઐહલૌક્કિ લાભ આપે છે અને ભયનિવારણ કરે છે. શ્રી સાધુપદની આરાધના પાપોનું ઉચ્ચાટન-મારણ-તાડનાદિ કરે છે. શ્વેતવર્ણવાળા તીર્થકરોની આરાધના તે અરિહંતપદની, રક્તવર્ણવાળા તીર્થકરોની આરાધના તે સિદ્ધપદની, પીતવર્ણવાળા તીર્થકરોની આરાધના તે આચાર્યપદની, નીલવર્ણવાળા તીર્થકરોની આરાધના તે ઉપાધ્યાયપદની અને અંજનવર્ણવાળા તીર્થકરોની આરાધના તે સાધુપદની આરાધના છે. અનાદિસિદ્ધ શાશ્વતનવકારમંત્રનો પ્રભાવ પ્રતિષ્ઠિત મૂર્તિમાં “આ મૂર્તિ પ્રતિષ્ઠિત છે' એવો વ્યવહાર, પ્રતિષ્ઠાજનિત આત્મગત સમાપત્તિ જ “સ્વનિરૂપક-સ્થાપ્યાલંબનત્વ” સંબંધથી ઉત્પન્ન થાય છે. તેવી રીતે સિદ્ધમંત્રોમાં “આ મંત્ર સિદ્ધ છે” એવો વ્યવહાર મંત્રદા મહાપુરુષોમાં પરમાત્મ વિષયક આત્મસમાપત્તિ જ “સ્વનિરૂપક- વાલંબનત્વ (વાચ્ય-વાચકોલંબનત્વ) સંબંધી ઉત્પન્ન થાય છે. તેથી સામાન્ય મંત્રો અને વિશિષ્ટ સિદ્ધમંત્રોમાં શક્તિ સમાન હોઈ શકતી નથી. IT W T TT TT T ૩૩૮ R Trust છે સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Kiss Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy