SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળ વર્ણમાળાના અક્ષરોમાં કે તાત્ત્વિક સમાપત્તિરહિત મંત્રોમાં આત્મજ્ઞાન કરાવવાની તે શક્તિ નથી કે જે નમસ્કારાદિ સિદ્ધ અને શાશ્વતમંત્રોમાં રહેલી છે. તાત્ત્વિક સમાપત્તિયુક્ત સિદ્ધમંત્રો કેવળ વર્ણમાળાસ્વરૂપ નથી, કિન્તુ પરમાત્મભાવથી પ્રતિષ્ઠિત થયેલા સિદ્ધમંત્રો છે. તેથી તેનું સ્મરણ-ધ્યાન વગેરે પરમાત્મસમાપત્તિનું-આત્મસમાપત્તિનું અસાધારણ કારણ બને છે. ‘નમો અરિહંતાળ’એ મંત્ર બોલતાંની સાથે ‘યિ તપૂર્વ’ સવાડË ઇત્યાદિ આકારક પ્રતીતિ તત્ત્વજ્ઞપુરુષને થાય છે અને તે પ્રતીતિ પરમાત્મસમાપત્તિનું બીજ બનીને કાળક્રમે નિર્મળ આત્મસ્વરૂપનું આવિષ્કરણ કરે છે. આ સમાપત્તિ એ જ યોગીઓની પરમમાતા છે અને તે નિર્વાણફળપ્રદા બને છે એમ શાસ્ત્રકાર મહર્ષિઓનું કથન છે. તેથી જ ‘નમો અરિહંતાણં યિ તપૂર્વ સવાડ” એ ષોડશાક્ષરી મંત્ર પ્રભૂતશક્તિવાળો બને છે. આત્મભાન્તિનિવારણ નવકારમંત્ર વડે થતું દેવ, ગુરુ અને ધર્મનું શ્રવણ-મનન-નિદિધ્યાસન પણ આત્મવિષયક દ્રવ્ય-ગુણ-પર્યાય સંબંધી પ્રમાણ, પ્રમેય અને પ્રમીતિવિષયક યથાર્થજ્ઞાન કરાવી આત્માનુભૂતિ સુધી પહોંચાડે છે. એ અનુભૂતિ ઘાતિકર્મનો અને પરંપરાએ સકળકર્મનો ક્ષય કરાવી નિર્વાણપદને પમાડે છે. દ્રવ્યથી આત્મા પૂર્ણ છે, ગુણથી બધા જીવદ્રવ્ય એક છે અને પર્યાયથી પ્રયત્ન વડે શુદ્ધ થઈ શકે છે. એ પ્રયત્ન નવકારના નિત્ય એકાગ્રતાપૂર્વક સૂત્ર, અર્થ અને આલંબનથી થતા સ્મરણરૂપ છે. એથી સમતાયોગ અને વૃત્તિસંક્ષયયોગની સિદ્ધિ થાય છે. સમતાયોગ ઇષ્ટાનિષ્ટવિષયક કલ્પનાનો છેદ ઉડાડે છે અને વૃત્તિસંક્ષયોગ શારીરિક સ્પંદરૂપ અને માનસિક વિકલ્પરૂપ વૃત્તિઓનો નિરોધ કરી અજરામરપદની પ્રાપ્તિ કરાવે છે. તે પહેલાંના ત્રણ યોગ અધ્યાત્મ, ભાવના અને ધ્યાન એ મોહ અર્થાત ્ આત્મભ્રાન્તિદોષનું નિરાકરણ કરે છે. આત્મભ્રાન્તિના બે પ્રકાર છે : પોતાના આત્માને અનાત્મા માનવો અને બીજાના આત્માને અનાત્મા માનવો. તે બંને પ્રકારની ભ્રાન્તિનું અધ્યાત્માદિ પ્રથમના ત્રણ યોગની સાધનાથી નિવારણ થાય છે. સર્વમંત્રો અને વિધાઓનું બીજ બધા મંત્રો પ૨માત્માની ઉપાસનારૂપ છે. નવકારમાં પરમાત્માનાં પાંચેય સ્વરૂપને નમસ્કાર છે. તેથી બધા મંત્રો અને વિદ્યાઓનું બીજ તે બને છે. બધા મહામંત્રોમાં અને પ્રવર વિદ્યાઓમાં બીજરૂપે આ મંત્ર અનુસ્મૃત છે. કહ્યું છે – “વવમંતવિજ્ઞાવીત્રમૂર્ય ।' સર્વ સૂત્રોમાં અક્ષરો પરિમિત છે, પરંતુ ગમ અને પર્યવો અનંત છે. નવકાર પણ સૂત્ર છે અને સર્વસૂત્રોના પ્રારંભમાં તેનો પાઠ કરવામાં આવે છે, માટે તેને અનંતગમ અને પર્યવરૂપી અર્થનો પ્રકૃષ્ટસાધક કહ્યો છે. પ્રવરપ્રવચનદેવતા શ્રી ત્રિભુવનસ્વામિની વડે તે અધિષ્ઠિત છે. કહ્યું છે કે अनंतगमपज्जवत्थपसाहगं तथा पंचपदनमस्कारश्च सर्वश्रुतस्कंधाभ्यंतरभूतं नवपदश्च सचूलत्वात् पृथक् श्रुतस्कंध इति प्रसिद्धाम्नायो । णमो अरिहंताणं । सत्तक्खरपरिमाणं । अणंतगमपज्ज्वत्थपसाहगं । सव्वमहामंतपवर - विज्जाणं परमबीअभूयं । अणेगाइसयगुणसंपओववेयं । अनंतभरियत्यसारं । इच्चाइ श्री महानिशीथसूत्रं । અનુપ્રેક્ષાકિરણ ૪ Jain Education International For Private & Personal Use Only ૩૩૯ www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy