________________
સમાપત્તિનો મહામંત્ર
નવકારમાં પ્રથમનાં છ પદોમાં શરણગમનનો ભાવ છે. તેથી તથાભવ્યત્વાદિના પરિપાક વડે દુઃખાનુબંધસ્વરૂપ સંસારનો નાશ થાય છે.
છે.
સાતમા પદથી સર્વોત્કૃષ્ટદુષ્કૃતગહ વડે પાપકર્મનો નાશ થવાથી દુઃખફલક સંસારનો નાશ થાય છે. છેલ્લાં બે પદોથી સર્વોત્કૃષ્ટસુકૃતાનુમોદન થવા વડે શુદ્ધધર્મની પ્રાપ્તિ થવાથી દુઃખરૂપ સંસારનો નાશ થાય
ચતુઃશરણગમન મોહદોષના અભાવનું સૂચક છે, દુષ્કૃતગર્થાં રાગ-દોષના અભાવનું સૂચક છે અને સુકૃતાનુમોદન દ્વેષ-દોષના અભાવનું સૂચક છે. નમસ્કારમહામંત્ર એ રીતે રાગ-દ્વેષ-મોહાદિ ત્રણેય દોષોને દૂર કરી, જ્ઞાનાદિ ત્રણેય ગુણોને પ્રગટાવી શુદ્ધધર્મની પ્રાપ્તિ કરાવનાર છે.
શુદ્ધધર્મનો પ્રકર્ષ તે સ્વરૂપરમણતા છે. સ્વરૂપ૨મણતા યા આત્મરમણતા એ જ વસ્તુસ્વભાવરૂપ શુદ્ધઆત્મધર્મ છે. તેની પ્રાપ્તિ કરાવી આપનાર નમસ્કારમંત્ર છે. તેથી તે મહામંત્રપણાની સંજ્ઞાને ધારણ કરે છે તે યથાર્થ છે.
ચતુઃશરણગમન ધ્યેય છે. તેમાં બાધક અંતરાયોનો નાશ દુષ્કૃતગીંથી થાય છે અને સાધકસામગ્રીની પૂર્તિ સુકૃતાનુમોદનથી થાય છે.
પ્રથમ શરણ ગુણસમાપત્તિરૂપ છે તે સંસર્ગારોપથી થાય છે. બીજું શરણ ગુણીની સાથે સમાપત્તિરૂપ છે, અભેદારોપથી થાય છે.
“મયિ તપૂર્વ ।’ તે સંસર્ગારોપ છે.
“સ વાઽહૈં ।’ તે અભેદારોપ છે.
અરિહંતાદિ ચા૨માં ૨હેલ શરણગમનને મુખ્ય બનાવવાથી સંસર્ગારોપ અને તે દ્વારા સ્વશુદ્ધાત્માની સાથે અભેદાનુભૂતિરૂપ પ્રણિધાન થાય છે, તે અભેદારોપનું ફળ છે.
અભેદારોપ અને સંસર્ગારોપ
શ્રી આનંદઘનજી મહારાજ શ્રી નેમિનાથ ભગવાનના સ્તવનમાં ફરમાવે છે કે
‘‘જિનસ્વરૂપ થઈ જિન આરાધે. તે સહિ જિનવર હોવે રે.''
ગુણનો રાગ ગુણીદ્વારા જ દર્શાવી શકાય છે. નમસ્કારદ્વારા થતો પરમસ્તુતિવાદ યથાર્થ ક્રિયાનુગત સદ્ભૂત ગુણોના ઉત્કીર્તનરૂપ છે. તેથી તે ગુણપ્રાપ્તિના કારણરૂપ બને છે.
જેમાં સ્વત્વનો પ્રવેશ ન હોય તેવી રીતે ગુણોની પ્રશંસા તે ગુણાનુરાગ છે. તે સ્નેહરાગ નહિ પણ ભક્તિરાગ છે અને તેનો સંબંધ નિર્જરાતત્ત્વ સાથે છે.
ઉત્તમમણિની જેમ ક્ષીણવૃત્તિવાળાને પરમાત્માના ગુણના સંસર્ગારોપથી અને પરમાત્માના અભેદારોપણથી નિઃસંશય સમાપત્તિ થાય છે. તે ધ્યાનનું અતિ વિશુદ્ધ સમાધિરૂપ ફળ છે.
'
નિર્મળ આત્મામાં પરમાત્મરૂપની ‘યિ તનૂપમ્ ' એવી પ્રથમ ઉપસ્થિતિ તે ‘ તત્ત્વતા ’ સમાપત્તિ છે. તે પછી ‘તે વાડઢું ’ એવી જે તપતા, તે ‘ તવંગનતા ’સમાપત્તિ છે.
પ્રથમપદના અભિધેય શ્રી અરિહંતપરમેષ્ઠિ એ જ ૫૨મતત્ત્વ છે અને તે તત્ત્વ પોતાનો જ આત્મસ્વભાવ છે એવું પુનઃ પુનઃ આંતરિક પરામર્શન તે ઉત્તમોત્તમ જપનો પ્રકાર છે.
૩૪૦
Jain Education International
For Private & Personal Use Only
ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
www.jainelibrary.org