________________
અનુપ્રેક્ષાકિરણ ૪
મંત્રદેણ રષિઓની યોગ્યતા
જો મંત્રો નિર્મળ અને પવિત્ર ન હોય તો વિશેષ પ્રકારે સિદ્ધિ થતી નથી. મંત્રમાં નિર્મળતા અને પવિત્રતા સુમુનિઓમાં રહેલી વિશેષ પ્રકારની અભેદપ્રણિધાનની શક્તિના કારણે આવે છે. આવા સુમુનિઓનાં મુખમાંથી નીકળેલા મંત્રો અત્યન્ત વીર્યવાળા, નિર્મળ, પવિત્ર અને સર્વસિદ્ધિપ્રદ હોય છે.
જેમ મંત્રના દષ્ટા મુનિઓ રજોગુણ અને તમોગુણથી રહિત અને સત્ત્વગુણી હોય છે, તેમ સાધક પણ જે સત્ત્વગુણી હોય તો તેને મંત્ર અલ્પકાળમાં ફળે છે.
સર્વકર્મોને વિષે તત્ત્વના જાણકાર પુરુષોને શ્રેષ્ઠ કહેવામાં આવે છે. જો સંપ્રદાતા ગુરુ અને સાધક તત્ત્વના જાણકાર હોય તો મંત્ર શીધ્રપણે ફળે છે.
મંત્રશાસ્ત્રમાં મહામંત્ર તેને કહેવાય છે કે જે મંત્રનું વીર્ય પ્રગટ થયું હોય. મંત્રવીર્ય ત્યારે જ પ્રગટે છે કે જ્યારે મંત્રશક્તિ અને પ્રાણશક્તિની એકતા નાસિકંદ આદિ ચક્રોમાં સિદ્ધ કરવામાં આવે.
એ માટે દીર્ધકાળ સુધી નિરન્તર ભાવપૂર્વક અભ્યાસ કરવો પડે છે. એ અભ્યાસથી મંત્રાલરોમાં તાદાભ્યા ઉત્પન્ન થતાં સર્વકાર્યો સિદ્ધ થાય છે. મગતન્યનો ઉન્મેષ.
આમ્નાયનું અનુસરણ, વિશ્વાસનું બાહુલ્ય અને ઐક્યનું ભાવન એ ત્રણ મંત્ર સિદ્ધિમાં સહકારી કારણો છે. શબ્દ, અર્થ અને પ્રત્યયને પરસ્પર સંબંધ છે. શબ્દથી અર્થની પ્રતીતિ થાય છે. અર્થાત્ દૂર રહેલ પદાર્થ પણ શબ્દના બળથી વિકલ્પરૂપે અર્થાત માનસ આકૃતિરૂપે પ્રતીત થાય છે-ઉપસ્થિત થાય છે.
પદને પદાર્થની સાથે વાચ્ય-વાચક સંબંધ છે. પદના ઉચ્ચારણ, સ્મરણ કે ધ્યાનથી વાચ્યપદાર્થની પ્રતીતિ થાય છે. શબ્દાનુસંધાનથી અર્થાનુસંધાન અને અર્થાનુસંધાનથી તત્ત્વોનુસંધાન થાય છે. તત્ત્વોનુસંધાનથી સ્વરૂપાનુસંધાન થાય છે. સંભેદ પ્રણિધાનનો અર્થ સંબદ્ધ અથવા સંશ્લિષ્ટભેદ કહેવાય છે અને તે વાચ્ય-વાચકના સંસર્ગને સૂચવે છે.
ગુરુપરંપરાગત આચારનું અનુસરણ તે આમ્નાય છે. મંત્રપ્રદાતામાં અને મંત્રશક્તિમાં અત્યંત વિશ્વાસ તે વિશ્વાસબાહુલ્ય છે.
ગુરુમંત્ર અને દેવતામાં એકત્વની ભાવનાને “વિમર્શ' કહેવાય છે. તેથી મંત્રમૈતન્ય શીગ્રપણે પ્રગટે છે. વામાવિસામર્થયાભ્યાં ૩૫ર્થવોનિવશ્વને શા' શબ્દમાં અર્થને કહેવાનું સ્વાભાવિક સામર્થ્ય છે અને તે સંકેત મુજબ અર્થને કહે છે. આ સંકેતને જ “આમ્નાય' કહે છે.
આમ્નાય ગુરુપરંપરારૂપ છે. ગુરુ આપ્તપુરુષ છે. આપ્તના કારણે વિશ્વાસ બેસે છે. મંત્રપ્રદાતા ગુરુની શક્તિમાં અને મંત્રના વર્ણ-પદોમાં અચિજ્ય સામર્થ્ય રહેલું છે એવી શ્રદ્ધા અને વિશ્વાસને “”વિશ્વાસબાહુલ્ય' કહે
- ત્રીજું મહાન સહકારી કારણ “અભેદ ભાવન” છે. (અર્થના) પ્રત્યાયની સાથે આત્માનો અભેદ રહેલો છે અને આત્માની સાથે દેવતા અને ગુરુતત્ત્વનો અભેદ રહેલો છે. એ રીતે “ઐક્યનું ભાવન” આત્મજ્ઞાનનું સાક્ષાત કારણ બને છે.
૩૩૬
આ ત્રલોચદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org