________________
એવામાં એકવાર જિનદાસ નામના શ્રાવકનો વારો આવ્યો. હવે મરવાનું જ છે તો અન્તિમ આરાધના કરી લેવી જોઈએ, એમ વિચારી ધર્માત્મા એવો તે ગૃહચૈત્યમાં પૂજા કરી, સહુને ખમાવી આગારસહિત પચ્ચખાણ કરીને, મનની સમાધિ જાળવીને બીજોરું લેવા વનમાં ગયો. ઉચ્ચસ્વરે નમસ્કારને ગણતો જિનદાસ વનમાં પેઠો. વ્રતની વિરાધનાથી વ્યંતરમાં ઉત્પન્ન થયેલો એક ક્ષુદ્ર દેવતા ત્યાંનો અધિષ્ઠાયક થયો હતો. નવકારના શ્રવણથી તેને પોતાના પૂર્વજન્મનું ભાન થયું, એટલે શ્રાવકની પાસે આવી હાથ જોડીને ભક્તિપૂર્વક કહે છે કે “તમે મને ધર્મ પમાડ્યો, માટે આજથી માંડીને તમે મારા ગુરુ છો-મારા માટે પૂજ્ય છો. તમે તમારા સ્થાને રહેજો. હું તમને હંમેશાં ફળ આપી જઈશ.' જિનદાસ કૃતકૃત્ય થઈ પાછો ફર્યો અને રાજાને વાત કરી. રાજા અત્યંત ખુશ થઈ ગયો અને જિનધર્મની સ્તુતિ કરવા લાગ્યો. જિનદાસનો પણ તેણે ઘણો સત્કાર કર્યો. આખા નગરમાં હર્ષ ફેલાયો અને આ કારણે તે રાજપુત્ર ! હાલમાં અહીંના રાજાએ આ ઉત્સવ કરાવ્યો છે.' ઉત્સવનું કારણ સાંભળીને રાજકુમાર સુમતિને કહે છે કે “પરમેષ્ઠિનમસ્કારનું આ કેવું ફળ છે કે આ ભવમાં જ તે સુખને આપનારો થાય છે.
હવે નમસ્કારના પારલૌકિકફળ સંબંધી અંડપિંગલનું દષ્ટાંત કહીશું. ચંડપિંગલ ચોર
આગળ ચાલતાં રાજપુત્ર અને તેનો મિત્ર વસંતપુર નગરે પહોંચ્યા. ત્યાં સહુ કોઈને નવકાર ગણતા જોઈ વિસ્મય પામેલો કુમાર મિત્રને પૂછે છે કે
“અહીંનો સમસ્ત લોક ઉલટભેર નવકારનો પાઠ કરે છે તેનું કારણ શું છે? તેની જરા તપાસ કરી જુઓ.’
કોઈની પાસેથી બાતમી મેળવીને કુમાર પાસે આવીને સુમતિ કહે છે કે “આ નગરમાં જિતશત્રુ રાજા હતો. તેને ભદ્રા નામની ગુણસંપન્ન રાણી હતી. ચંડપિંગલ નામનો ચોર ક્યાંકથી આવીને હંમેશાં નગરને સતાવતો હતો. એકવાર તો રાજાના ભંડારને ફોડીને તેમાંથી સુંદર હાર ચોરી ગયો અને જઇને તે જ નગરીમાં કલાવતી નામની કોઈ કલાસંપન્ન ગણિકાને તે હાર આપ્યો અને તેની સાથે ભોગસુખ ભોગવવા લાગ્યો.
એવામાં અનંગ ત્રયોદશી આવી. તે મહોત્સવના પ્રસંગે સઘળીએ વેશ્યાઓ અલંકારો પહેરી, શણગાર સજીને વનમાં ક્રીડા કરવા આવી પહોંચી. કલાવતી પણ ચોર પાસેથી મેળવેલો હાર પહેરીને સૌની સાથે આવી. તે વખતે મહારાણીની દાસીઓ પણ ઉત્સવ જોવા આવેલી. આ મનોહર હાર જોઈને તેમણે ઓળખી લીધો અને જઈને રાણીને વાત કરી. રાણીએ રાજને વાત કરી અને રાજાએ મંત્રીને કહ્યું કે
“હાલમાં આ કલાવતી કોની સાથે સંગ કરે છે તેની તપાસ કરાવો.” મંત્રીએ તપાસ કરાવીને “ચંડપિંગલ સાથે રહે છે તેમ જણાવ્યું. રાજાએ કલાવતીના ઘરને ઘેરી લીધું, ચંડપિંગલને પકડી લીધો અને શૂળીએ ચડાવ્યો. કલાવતી વેશ્યા હોવા છતાં અલ્પાંશે શ્રાવિકાનો આચાર પાળનારી હતી. તેને એમ થયું કે “અહો ! ખેદની વાત છે કે મારા પ્રમાદથી આ બિચારો આવી દશાને પામ્યો. મારે પણ આજથી માંડીને બીજા પુરુષોથી સર્યું. હવે તો હું આને જ નવકાર આપું.
આમ વિચારી શૂળી પાસે જઈને નવકાર આપ્યો. “નવકારના પ્રભાવથી હું મરીને આજ રાજાનો પુત્ર થાઉં” આવું નિયાણું એની પાસે કરાવ્યું. ચોર મરીને બરાબર રાજાનો જ પુત્ર થયો કારણ કે ફળપ્રદાનમાં નમસ્કાર કામધેનુતુલ્ય છે. રાજાએ જન્મોત્સવ કર્યો અને પુરંદર એવું એનું નામ પાડ્યું.
તેના મરણથી ગર્ભનો કાળ જાણીને કલાવતી સમજી ગઈ કે “આ રાજપુત્ર જ મારો પ્રાણપ્રિય છે. તેથી તે રાજપુત્રને વારંવાર રમાડવા લાગી અને રુદન કરતો હોય તો કહે કે “રડીશ નહી.' ચંડપિંગલને વારંવાર પોતાના પૂર્વભવનું વૃત્તાંત સાંભળીને અને કલાવતીની મુખમુદ્રા જોઈને પૂર્વભવ યાદ આવ્યો. જિતશત્રુના અવસાન બાદ તે પુરંદર રાજા થયો અને કલાવતીએ અન્ય કોઈ પુરુષનો સંગ કર્યો નથી એવું જાણવાથી તેનો સ્વીકાર કર્યો. આ
IN ૪૯૦
૪૯૦
આ સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org