SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ કરવા દ્વારા પણ તે જ અર્થ સિદ્ધ થાય છે તેથી તે દ્વાદશાંગાઈ છે. અથવા જ્ઞાન-દર્શન-ચારિત્ર એ જ દ્વાદશાંગાર્યું છે તે ગુણો શ્રી અરિહંતાદિ પાંચની અંદર રહેલા છે પણ બીજામાં નથી. શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર દ્વારા તે ત્રણની જ સાધના થાય છે તેથી પણ તે દ્વાદશાંગાથ છે. એ રીતે દ્વાદશાંગના સાધ્ય અર્થનો સાધક હોવાથી અને મરણકાળે પણ સુખપૂર્વક સ્મરણીય હોવાથી એક અપેક્ષાએ આ નમસ્કારનું માહાભ્ય દ્વાદશાંગથી પણ વધી જાય છે. શાસ્ત્રકારોએ નામાદિ મંગળોમાં આ નમસ્કારને પ્રથમ મંગળરૂપ કહ્યો છે અને વ્યાધિ, તસ્કર, અગ્નિ, આદિના સર્વ ભયોને દૂર કરનાર બતાવ્યો છે. કહ્યું છે કેहरइ दुक्ख कुणइ सुहं, जणइ जसं सोसए भवसमुहं । इहलोयपारलोइय-सुहाण मूलं नमोक्कारो ॥१॥ ' અર્થાત આ નવકાર દુઃખને હરે છે, સુખને કરે છે, યશને ઉત્પન્ન કરે છે, ભવસમુદ્રને શોષે છે, તથા આ લોક અને પરલોકનાં સુખોનું મૂળ છે. સાધનાનો ક્રમ ૧. સ્મરણ ૨. જ૫ ૩. ધ્યાન મંત્રની આ ત્રણ ભૂમિકાઓ છે. પદસ્થ પછી પિંડનો અધિકાર છે. અથવા પિંડસ્થ પછી પદસ્થનો અધિકાર છે. અક્ષર-ચિંતનનો અભ્યાસ કરતાં-કરતાં સાધકે પાંચે પરમેષ્ઠિ ભગવંતોનું વર્ણો પ્રમાણે ધ્યાન ધરવું અને તેમાં ચિત્તવૃત્તિઓને તદાકાર બનાવી દેવી. તે તે મૂર્તિઓનાં દર્શન સિવાય બીજો વિચાર કે વિકલ્પ મનમાં ઊઠવા દેવો નહિ. ધ્યાનના પ્રારંભમાં અરિહંત અને હું, સિદ્ધ અને હું, આચાર્ય અને હું, ઉપાધ્યાય અને હું તથા સાધુ અને હું એવો અદ્વૈતભાવ હોય છે, પણ ધ્યાનમાં પ્રગતિ સધાતાં એ દૈતભાવ ભુંસાઈ જશે અને “મારો આત્મા જ અરિહંત છે.” “મારો આત્મા જ સિદ્ધ છે,”, “મારો આત્મા જ આચાર્ય છે.” “મારો આત્મા જ ઉપાધ્યાય છે,' “મારો આત્મા જ સાધુ છે' એવો અદ્વૈતભાવ ઉત્પન્ન થઈ આત્મતત્ત્વનો સંપૂર્ણ સાક્ષાત્કાર થશે કે જે ધર્મનું અંતિમ ધ્યેય છે, યોગનો અંતિમ આદર્શ છે, સાધનાનું અંતિમફળ છે. આ રીતે શ્રી નવકારનું ધ્યાન, ચૈતન્ય અને આનંદની પરમસીમાએ પહોંચાડનારું છે. ત્યાં અવતરફળ અને અવાંતરસિદ્ધિઓની ગણના કરવા ક્યાં બેસીએ ? યોગની સર્વ સિદ્ધિઓ મહામંત્રના ધ્યાનથી પ્રાપ્ત થાય છે, કારણ કે તે શ્રેષ્ઠ પ્રકારનો યોગ પણ શ્રી નવકારમાં સર્વવસ્ત આપવાની તાકાત છે. શ્રી નવકારજાના પ્રારંભે આગલા વિચારનું અનુસંધાન ચાલે છે. જેથી શ્રી નવકાર ગણતાં શાન્તિમંત્ર ભણવાનો હોય છે તે મનથી વિચારવું કે “આકાશ, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ વગેરે તત્ત્વોમાં શાન્તિ થાઓ' આ વિચાર કરતાં રહેવાથી વિકલ્પો નષ્ટ થાય છે અને આત્મા શાન્તિસાગરમાં ડૂબી ગયો છે એવો અપૂર્વ અનુભવ થાય છે. પછી શ્રી નવકાર ગણવા. સ્થાન અને કાળ નિયત હોય તો શાન્તિ વિશેષ થાય છે. એક આસન ઉપર બેસવાથી કાર્યસિદ્ધ થાય છે, તેથી જ્યોતિષીઓ પોતાના મૂળ આસન પર બેસીને ઉત્તર આપે છે. શાન્તચિત્તે શ્રી નવકાર ગણવાથી આ ભવમાં સંપત્તિ મળશે અને તે સંપત્તિ વૈરાગ્ય ઉત્પન્ન કરાવશે. - સાધકે બધું શ્રી નવકાર ઉપર છોડી દેવું. શ્રી નવકાર પાપ, અજ્ઞાન અને મોહનો નાશ કરે છે તેથી આત્મા પરમાત્મા બને છે. imiti સ્વાધ્યાય અને નવકાર ૧૪૧ પS ૧૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy