________________
અથવા-વિસાસુનવત્તાd, વિશુદ્ધાત્તિનિયમનુત્તાઈ તરુણાદાળ, સલા ૨ શિયુવાન નો શા
સાધુઓ પાંચ ઈન્દ્રિયોના વિષયસુખથી નિવર્સેલા હોય છે, વિશુદ્ધ મૂલ-ઉત્તર ગુણોને ધારણ કરનારા હોય છે, તથ્ય (સત્ય) ગુણોને સાધનારા હોય છે તથા મુક્તિ માર્ગમાં સહાય કરવાના કૃત્યમાં નિરંતર ઉદ્યમી હોય છે. તેવા સાધુપુરુષોને વારંવાર નમસ્કાર થાઓ! અથવા–ગરદીપ સહાયત્ત, રતિ સંગનું રિન્તસ્ત | Wા વાળ, નમામિદં સવ્યસાહૂણં શા
(ધર્મકૃત્યમાં) અસહાય એવા મને સંયમપાલનમાં સહાય કરનારા હોવાથી હું સર્વ સાધુઓને નમસ્કાર કરું છું.
પ્રશ્ન - ઉક્ત ગુણવિશિષ્ટ સાધુઓને નમસ્કાર કરવાનું શું પ્રયોજન છે?
ઉત્તર :- સાધુપુરુષો મોક્ષમાર્ગમાં સહાયક હોવાથી ભવ્ય આત્માઓને પરમ ઉપકારક છે એ કારણે સર્વ સાધુઓને નિરંતર નમસ્કાર કરવો ઉચિત છે.
વળી જેમ ભ્રમર વૃક્ષનાં સુગન્ધિત પુષ્પો ઉપર બેસીને તેની થોડીક પરાગ ગ્રહણ કરે છે અને પછી બીજા પુષ્પ ઉપર ચાલ્યો જાય છે તથા ત્યાંથી થોડીક પરાગ લઈ અન્ય પુષ્પ ઉપર ાય છે– એ રીતે અનેક પુષ્પો ઉપર ભ્રમણ કરીને તથા પ્રત્યેકની થોડી પરાગ ગ્રહણ કરીને પોતાના આત્માને સન્તોષિત કરે છે, કિન્તુ કોઈ પણ પુષ્પને બાધા (કિલામણા) ઉત્પન્ન કરતો નથી. તેની જેમ સાધુઓ પણ ગૃહસ્થોનાં અનેક ઘરોમાં પરિભ્રમણ કરી બેતાલીસ દોષરહિત શુદ્ધ આહારની ગવેષણા કરે છે અને સંયમસાધક પોતાના શરીરનું પોષણ કરે છે. પાંચે ઇન્દ્રિયોના ત્રેવીસ વિષયો અને તેના બસો બાવન (૨૫૨) વિકારોને વશ થતા નથી. અર્થાત્ શુભાશુભ વિષયોમાં રાગદ્વેષયુક્ત પ્રવૃત્તિનો ત્યાગ કરે છે. પર્યાય જીવોનું પોતાના પ્રાણથી પણ અધિક સંરક્ષણ કરે છે તથા બીજાઓ પાસે કરાવે છે. સત્તર ભેદોથી વિશિષ્ટ સંયમનું સમ્યમ્ આરાધન કરે છે. સર્વ જીવો ઉપર નિરન્તર દયાના પરિણામ રાખે છે. અઢાર હજાર શીલાંગરૂપ રથ ઉપર આરૂઢ થઈને તેને અખ્ખલિતપણે ચલાવે છે. નવ પ્રકારની બ્રહ્મગુપ્તિ (બ્રહ્મચર્યની વાડો)નું પાલન કરે છે. બાર પ્રકારના તપમાં પુરુષાર્થ ફોરવે છે. આત્માના કલ્યાણ તરફ સદા લક્ષ્ય રાખે છે. તેમ જ જનરંજન અને લોકપૂજનની કામનાથી સર્વથા વિરક્ત રહે છે. તેવા સાધુ-સન્દુરુષોને નમસ્કાર કરવો એ સર્વથા સમુચિત છે.
પ્રશ્ન:- સાધુઓનું ધ્યાન કઈ રીતે કરવું? ઉત્તર:- સાધુઓનું ધ્યાન અષાઢી મેઘ સમાન શ્યામ વર્ણથી કરવું જોઈએ. પ્રશ્ન:- “નો તો સવ્વસાહૂ !” એ પદમાં “જોઈ ' શબ્દનો સન્નિવેશ શા માટે કર્યો છે?
ઉત્તર:- “તો! એ પદ મધ્ય મંગળને માટે છે. “વ ને !' એ ધાતુથી “લોક' શબ્દ બનેલો છે તથા સઘળા દર્શનાર્થક' ધાતુઓ “જ્ઞાનાર્થક હોય છે અને જ્ઞાન મંગળસ્વરૂપ છે. એટલા માટે મધ્ય મંગળ કરવાને અર્થે “પદ મૂકવામાં આવ્યું છે. “તોg' પદનો બીજો ભાવ એ છે કે-અઢી દ્વીપ પ્રમાણ લોકમાં સાધુઓ નિવાસ કરે છે. તે સર્વ સાધુઓને નમસ્કાર થાઓ.
પ્રશ્ન:- “નમો નોસવ્વસાહૂi (’ એમાં સવ્ય પદની શી જરૂર છે? “સાઈ ' એ બહુવચનનો પ્રયોગ જ સર્વ સાધુઓનો સંગ્રહ કરનાર છે અને એ જ કારણે પહેલાં ચાર પદોમાં “સબૂ' શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો નથી.
ઉત્તર:- “ત્ર' શબ્દનો પ્રયોગ કરવાનાં અનેક કારણો પૈકી કેટલાંક નીચે મુજબ છે.
નમસ્કાર મહામંત્ર આવશ્યક વિચાર
Diffitivity
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org