________________
૧- પ્રમત્ત, અપ્રમત, વિરકલ્પિક, જિનકલ્પિક, પ્રતિમાકલ્પિક, યથાલન્દકલ્પિક, પરિહારવિશુદ્ધિકલ્પિક, સ્થિતકલ્પિક, સ્થિતાસ્થિતકલ્પિક તથા કલ્પાતીત આદિ સર્વ ભેદવાળા સાધુઓનું સ્પષ્ટતયા ગ્રહણ થઈ શકે તે માટે
વ્યસાહૂિi પદ વાપરવામાં આવ્યું છે. તદુપરાંત “’ શબ્દથી પ્રત્યેકબુદ્ધ, સ્વયંસંબુદ્ધ તથા બુદ્ધબોધિત આદિ ભેદવાળા, ભરત, ઐરાવત, મહાવિદેહ આદિ ક્ષેત્રોવાળા તથા સુષમદુઃષમાદિકાલવાળા સર્વ સાધુઓનું ગ્રહણ થઈ શકે છે. “સર્વ' શબ્દ મૂકવામાં ન આવ્યો હોત તો એ રીતે અપ્રમત્તાદિ અને ભરત-ઐરવતાદિ સર્વ ભેદો યુક્ત મુનિસમુદાયનો સ્પષ્ટતયા બોધ થઈ શકત નહિ. અહીં એટલું યાદ રાખવું જોઈએ કે ““શ્રી આચાર્ય પદ અને શ્રી ઉપાધ્યાયપદમાં તે તે પદે રહેલા માત્ર સ્થવિરકલ્પિક સાધુઓનો જ સમાવેશ થાય છે.”
૨ ‘વ્વસાહૂ એ પ્રાકૃત પદનો અનુવાદ સંસ્કૃતમાં અનેક રીતે થઈ શકે છે. “ શબ્દ નહિ મૂકવાથી એમાંનાં એક પણ અર્થનું ગ્રહણ થઈ શકત નહિ.
‘સવ્વસાહૂ' નો અનુવાદ સંસ્કૃતમાં ‘સર્વધૂનાનું એવો પણ થઈ શકે છે. “સર્વેચ્ચો હિતા: સર્વ : ' અર્થાતસર્વ જીવોને હિતકારી એવા સાધુઓને નમસ્કાર થાઓ. અથવા– વિશિષ્ટત્રીત સર્વોડર્ર, તત્ર મવા (તસ્વીવાર્તા) સાઃ |
અર્થાત્ – સાર્વ એટલે સર્વ નયોથી વિશિષ્ટ જે “અહદ્ધર્મ છે તેનો સ્વીકાર કરનારા સાધુઓને નમસ્કાર થાઓ. અથવા– ધનપાર્વેy (શુને વધુ ને વર્તને તે સર્વ ઈન્તઃ, તાનું ટર્નનિદાન સાધત્તિ, आराधयन्ति, प्रतिष्ठापयन्ति वेति सार्वसाधवस्तेभ्यो नमः ।।
અર્થાત્ - સર્વ શુભ યોગોને જેઓ સિદ્ધ કરે છે તે “સાર્વ” એટલે “અરિહન્ત' કહેવાય છે. એવા શ્રી અરિહંતોનું જે સાધન કરે અર્થાત્ આજ્ઞાપાલન દ્વારા તથા દુર્નયોના નિરાકરણ દ્વારા શ્રી અરિહંતોની આરાધના તથા પ્રતિષ્ઠાપના કરે તે સાર્વસાધુઓને નમસ્કાર થાઓ.
‘સવ્વસાહૂ એ પ્રાકૃત પદનો ‘શ્રવધૂનામુ તથા “સવ્યસાધૂનાનું એવો પણ સંસ્કૃતમાં અનુવાદ થાય છે. તેમાં “શ્રવ્ય' શબ્દનો અર્થ “શ્રવણ કરવા યોગ્ય' થાય છે. અર્થાત-શ્રવણ કરવા યોગ્ય જે વાક્ય, તેને વિષે સાધુ (સાવધાન) તે ‘શ્રવ્ય સાધુ” છે.
વ્ય’ શબ્દનો અર્થ દક્ષિણ અથવા અનુકૂલ થાય છે. અર્થાત્ મોક્ષને અનુકૂલ કાર્યને વિષે જેઓ “સાધુ એટલે “નિપુણ' છે તેઓને નમસ્કાર થાઓ.
૩- ‘નમો નૈ સબ દૂi ' એ પદમાં “લોક' શબ્દથી અઢીદ્વીપવર્તી મનુષ્યલોકનું ગ્રહણ થાય છે કે જે ઊર્ધ્વ ભાગમાં નવસો યોજન પ્રમાણ છે તથા અધોભાગમાં એક હજાર યોજન પ્રમાણ છે. એટલે કેટલાક લબ્ધિવિશિષ્ટ સાધુઓ યાવત મેરુપર્વતની ચૂલિકા પર્યત તપસ્યા કરે છે તે સહિત મનુષ્યલોકમાં જ્યાં જ્યાં સાધુઓ છે, તે સર્વને નમસ્કાર થાઓ એ સર્વ શબ્દનું તાત્પર્ય છે.
પ્રશ્ન :- આ શ્રી પંચ-પરમેષ્ઠી-નમસ્કાર સંક્ષેપથી કર્તવ્ય છે કે વિસ્તારથી? જે સંક્ષેપથી કર્તવ્ય છે તો કેવળ સિદ્ધ’ અને ‘સાધુ” એ બે પદને જ નમસ્કાર કરવો જોઈએ. કારણ કે - અરિહંત, આચાર્ય અને ઉપાધ્યાયનો સાધુ' પદથી સંગ્રહ થઈ જાય છે. અર્થાત્ શ્રી અરિહંતાદિ ત્રણમાં સાધુત્વનો ત્યાગ થતો નથી. તથા જો વિસ્તારપૂર્વક નમસ્કાર કર્તવ્ય હોય તો શ્રી “ઋષભાદિ ચોવીસ તીર્થંકરો, શ્રી “પુંડરીકાદિ' (૧૪૫૨) ગણધરો આદિ પ્રત્યેકનું વ્યક્તિશઃ ઉચ્ચારપૂર્વક ગ્રહણ કરવું જોઈએ. અર્થાત–પૃથક પૃથફ નામ લઈને સર્વને નમસ્કાર કરવો જોઈએ.
ઉત્તર :- શ્રી અરિહન્તને નમસ્કાર કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે ફળની પ્રાપ્તિ સાધુઓને નમસ્કાર
રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org