SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ આકર્ષણ અને મુક્તિરમણી પર્યતનું વશીકરણ કરે છે. કહ્યું છે કેआकृष्टिं सुरसम्पदां विदधति मुक्तिश्रियो वश्यतां मुच्चाट विपदां चतुर्गतिभुवां विद्वेषमात्मैनसाम् । स्तम्भं दुर्गमनं प्रति प्रयततां मोहस्य संमोहनं पापात् पञ्चनमस्क्रियाऽक्षरमयी साऽराधना देवता ॥ १ ॥ અર્થ :- પંચ પરમેષ્ઠિનમક્રિયારૂપ અક્ષરમથી આરાધના દેવતા (તમારું) રક્ષણ કરો કે જે સુરસંપદાઓનું આકર્ષણ કરે છે, મુક્તિરૂપી લક્ષ્મીને વશ કરે છે, ચાર ગતિમાં થનારી વિપદાઓનું ઉચ્ચાટન કરે છે, આત્માનાં પાપો પ્રત્યે વિદ્વેષ ધારણ કરે છે, દુર્ગતિ પ્રતિ ગમન કરવાનો પ્રયત્નકરતા જીવોને અટકાવે છે અને જે મોહનું સંમોહન કરે છે અર્થાત્ મોહનો પરમ પ્રતિકાર છે. ઉપર વર્ણવેલી વિશેષતાઓના કારણે શ્રી નમસ્કાર મહામંત્ર સર્વ મંત્રોમાં મોટામાં મોટો મંત્ર છે અને એની સાધના બીજા સર્વ મંત્રોની અપેક્ષાએ સરળ હોવાથી સર્વ કોઈને એકસરખી રીતે સુશક્ય છે. અધમાધમ જીવો પણ આ મહામંત્રના શબ્દ કાનમાં પડવા માત્રથી દુર્ગમ દુર્ગતિ રૂપી ગહન ગર્તામાં ગબડતા ઊગરી ગયા છે, યાવત્ ક્રૂર તિર્યંચો પણ એના શ્રવણ માત્રથી લઘુકર્મી બની ભવસમુદ્રને તરી ગયા છે. આટલી અદ્ભુત શક્તિ અને છતાં આટલી અનુપમ સરળતા બીજા કોઈ મંત્રમાં સંભવી શકતી નથી. તેથી જ જ્ઞાનીઓએ આ મંત્રાધિરાજનો મહિમા અતિશય બતાવ્યો છે. શ્રી નમસ્કારમહામંત્રની અલૌકિક તારકશક્તિપૂર્ણ વિશિષ્ટતાઓના નિરૂપણ પછી હવે આપણે તેની વ્યાપકતા વિચારીએ. શ્રી નમસ્કારમહામંત્રની વ્યાપકતા જગતમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના માનવો જોવામાં આવે છે. શાસ્ત્રાનુસારી, તર્કનુસારી અને ભાવાનુસારી પહેલો વર્ગ આજ્ઞાપ્રધાન મનોવૃત્તિવાળો હોય છે, બીજો વર્ગ યુક્તિપ્રધાનમનોવૃત્તિવાળો હોય છે અને ત્રીજો વર્ગ આજ્ઞા અને યુક્તિથી નિરપેક્ષ કેવળ ભાવ લાગણીપ્રધાનમનોવૃત્તિવાળો હોય છે. એ ત્રણ પ્રકારના વર્ગવાળા મનુષ્યોને શ્રી નમસ્કાર મહામંત્રની વ્યાપકતા અને શ્રેષ્ઠતા પ્રતિબોધિત કરવા માટે શાસ્ત્રકાર મહર્ષિઓએ અથાગ પ્રયત્નો કર્યા છે. શાસ્ત્રાનુસારી વર્ગ શાસ્ત્રાનુસારી વર્ગ આલાપ્રધાન મનોવૃત્તિવાળો હોય છે. આજ્ઞા એટલે આપ્તવચન. શ્રી જૈનશાસનમાં આપ્ત તરીકે વીતરાગ અને સર્વજ્ઞની ગણના છે. જેઓ રાગાદિ દોષોથી સર્વથા રહિત છે અને એ જ કારણે જેઓ સર્વજ્ઞ, સર્વદર્શી થયેલા છે, તેઓનું વચન એ જ “આજ્ઞા' છે. એથી આજ્ઞાને અનુસરવાની વૃત્તિ, શિષ્ટપુરુષોમાં સ્વભાવિક જ હોય છે. શાસ્ત્રનુસારી આજ્ઞાપ્રધાન આત્માઓને શ્રી નમસ્કાર મહામંત્રની સર્વશાસ્ત્રવ્યાપકતા અને સર્વશ્રુતઅભ્યતરતા સમજવાને માટે શ્રી તીર્થંકરદેવપ્રણીત અને શ્રી ગણધરદેવગુણ્ડિત શ્રી આવશ્યકસૂત્રની સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજીવિરચિત ટીકા (પૃ. ૩૭૬)માં ફરમાવ્યું છે કે ' तत्र सूत्रं सूत्रानुगमं सत्युच्चारणीयं, तच्च पंचनमस्कारपूर्वकं, तस्याऽशेषश्रुतस्कन्धाऽन्तर्गतत्वात् । અહીં સૂત્ર એટલે સામાયિકસૂત્ર, તેના અનુગમ એટલે વ્યાખ્યાન સમયે સૂત્ર ઉચ્ચારવું જોઈએ અને તે ક , રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ S Gir Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy