________________
અધિષ્ઠાતાઓની પરમ વિશુદ્ધિ છે. કારણ કે સરાગીની શક્તિ ગમે તેટલી હોય, તોપણ વીતરાગીની અચિન્ત્ય શક્તિમત્તા અને પ્રભાવશાલિતાની તુલનામાં તો તે માંડ બિંદુતુલ્ય ગણાય.
શ્રી નમસ્કા૨મહામંત્રની ત્રીજી વિશેષતા એ છે કે અન્ય મંત્રોમાં ‘ દેવતા ’ અધિષ્ઠાતા તરીકે છે, જ્યારે આ મહામંત્રમાં દેવતા ‘ સેવક ’ રૂપે રહે છે, અહીં દેવોનું સેવકપણું છે, તો બીજે દેવોનું સેવ્યપણું છે.
લૌકિકમંત્ર માત્ર દેવાધિષ્ઠિત હોય છે. તેનો જાપ કરવાથી મંત્રનો સ્વામી ‘ દેવતા ’ વશ થાય છે ત્યારે તે મંત્ર સિદ્ધ થયેલો કહેવાય છે.
પરંતુ શ્રી નમસ્કારમહામંત્રમાં તેથી જુદું છે. તેના ‘ સ્વામી ’ હોવાની કે થવાની શક્તિ કોઈ પણ દેવતામાં નથી. દેવો પણ તેના સેવક થઈને રહે છે. જેઓ તે મહામંત્રની આરાધના કરે છે, તેઓની મંત્ર પ્રત્યેની ભક્તિને વશ થઈને દેવો તે આરાધકોના પણ સેવક બનીને રહે છે.
એથી સિદ્ધ થાય છે કે કોઈ દેવતાની શક્તિના કારણે શ્રી નમસ્કારમહામંત્ર શક્તિશાળી કે પ્રભાવસંપન્ન નથી. પણ શ્રી નમસ્કારમહામંત્રની પોતાની શક્તિ અને પોતાનો પ્રભાવ જ એવો અચિત્ત્વ છે કે દેવોને પણ તેને વશ રહેવું પડે છે.
શ્રી નમસ્કારમહામંત્રની ચોથી વિશેષતા એ છે કે અન્ય મંત્રો જ્યારે અત્યંત ગૂઢાર્થક અને ઉચ્ચારણમાં પણ અતિ ક્લિષ્ટ હોય છે, ત્યારે શ્રી નમસ્કાર મહામંત્ર શબ્દથી અતિ સ્પષ્ટ અને અર્થથી પણ અત્યંત સરળ છે. બુદ્ધિમાનથી માંડી બાળક પર્યંત સહુ કોઈ તેનો પાઠ સરળતાથી અને તેનું ઉચ્ચારણ શુદ્ધ રીતે કરી શકે છે, તથા તેના અર્થનું જ્ઞાન પણ સહેલાઈથી મેળવી શકે છે.
શ્રી નમસ્કા૨મહામંત્રની આ સરળતા અને સ્પષ્ટતા જોઈને કેટલાકને તેના ઉપર અશ્રદ્ધા અને અવિશ્વાસ થતો પણ જોવાય છે. તેઓની એ માન્યતા હોય છે કે મંત્ર તો ગૂઢાર્થક જ હોવો જોઈએ અને ઉચ્ચારણમાં પણ કઠિનતાવાળો હોવો જોઈએ. પરંતુ તેઓની આ માન્યતા સર્વત્ર ઉચિત નથી. જે મંત્રનું જેવું કાર્ય હોય તેને અનુરૂપ જ તેની શબ્દરચના હોવી જોઈએ.
શ્રી નમસ્કા૨મહામંત્ર મુક્તિદાતા છે, પરમ પદને આપનારો છે, તેથી તેની રચના તેને અનુરૂપ જ હોવી જોઈએ. મોક્ષાભિલાષી પ્રત્યે જીવ, પછી તે બાળક હોય કે વૃદ્ધ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, પંડિત હોય કે નિરક્ષર હોય, તે સર્વને એક સરખી રીતે ઉપયોગી થાય તેવી જ હોવી જોઈએ.
શ્રી નમસ્કારમહામંત્રની સરળતા અને સ્પષ્ટતાની પાછળ તેને પ્રકાશનારાઓનો આ ગંભીર અને ઉદાત્ત આશય છે. તેને પ્રકાશનારાઓ અનંતજ્ઞાનના ભંડાર અને અસીમકરુણાના નિધાન છે. તેથી સર્વ હિતાર્થી જીવોનું એકસ૨ખું હિત થઈ શકે તેવી જ તેની રચના હોય એ સ્વાભાવિક છે.
જેનો વિષય સમગ્ર વિશ્વને એકસરખો ઉપયોગી હોય, સર્વનું એકાંત હિત કરનારો હોય, તેની રચના એવી જ હોવી જોઈએ કે એનું ઉચ્ચારણ સુખપૂર્વક થઈ શકે અને એનો બોધ આબાલગોપાલ સહુને વિભ્રમરહિતપણે થઈ શકે.
મંત્રાધિરાજ શ્રી નવકારની આ અનન્યતમ વિશિષ્ટતા અન્ય મંત્રોમાં દૃષ્ટિગોચર નથી જ થતી.
શ્રી નમસ્કારમહામંત્રની પાંચમી વિશેષતા એ છે કે અન્ય મંત્રો અનુગ્રહ નિગ્રહ, લાભહાનિ ઉભય માટે ઉપયોગમાં આવે છે. જ્યારે શ્રી નમસ્કારમહામંત્રથી કોઈને હાનિ કરી શકાતી નથી, તે તો કેવળ લાભમાં જ હેતુ બને છે.
શ્રી નમસ્કાર મહામંત્રની છઠ્ઠી વિશેષતા એ છે કે અન્ય મંત્રો લૌકિક પુરુષો ઉપર આકર્ષણ, વશીકરણ વગેરે કરે છે, જ્યારે શ્રી નવકાર લોકોત્તર પદાર્થોનું આકર્ષણ, વશીકરણ વગેરે કરે છે. તે યાવત્ દેવસંપદાઓનું
શ્રી નમસ્કારમહામંત્રની અલૌકિકતા
Jain Education International
For Private & Personal Use Only
૧૧૧
www.jainelibrary.org