SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રરચના મંત્રોમાં કેવળ અક્ષરોની કાર્યશક્તિ હોય છે એવું નથી, તેમાં બીજી શક્તિઓ પણ કામ કરે છે અને તે છે મંત્રના યોજકની શક્તિ, મંત્રના વાચ્યપદાર્થની શક્તિ, મંત્રયોજકના દયની ભાવના, તથા મંત્રસાધકના આત્મામાં રહેલો મંત્રશક્તિ ઉપરનો ભાવ, અખંડ વિશ્વાસ, નિશ્ચલ શ્રદ્ધા વગેરે. તાત્પર્ય એ છે કે મંત્ર કેવળ અક્ષર કે પદ સ્વરૂપ જ નથી, પણ પદ, પદાર્થ, પદના યોજક તથા પદના પ્રયોજકની ભાવનાઓ તથા શક્તિઓના એકંદર સરવાળારૂપ છે. મંત્રની શક્તિ એ ચારને અનુરૂપ હોય છે. મંત્રનો યોજક ક્લિષ્ટ-પરિણામી હોય તો મંત્ર “મારક' બને છે અને અસંક્લિષ્ટ-પરિણામ અર્થાત્ નિર્મળબુદ્ધિ વાળો હોય તો તે મંત્ર “તારક' બને છે. ' લૌકિક મંત્રશક્તિ લૌકિક મંત્રશક્તિનો પ્રયોગ મુખ્યત્વે આકર્ષણ, વશીકરણ, ઉચ્ચાટન, વિશ્લેષણ, સ્તંભન, સમ્મોહન આદિ લૌકિક કાર્યો માટે જ થાય છે. કોઈ વ્યક્તિને પોતાના તરફ ખેંચવા, કોઈને વશ કરવા, કોઈ પ્રતિપક્ષીને મહાત કરવા, કોઈ દુશ્મનનો નાશ કરવા, કોઈને ખંભિત કરવા કે કોઈને મોહિત કરવા માટે લૌકિકમંત્રશક્તિનો ઉપયોગ હોય છે અને તે મંત્રની સફળતાનો આધાર મંત્રનો પ્રયોગ કરનાર સાધકની સાધનાશક્તિ વગેરે હોય છે. કોઈ પ્રયોગ કરનાર સાચો ન હોય પણ ધૂર્ત હોય તો મંત્ર નિષ્ફળ જાય છે. સાધક સત્ય હોય, પણ મંત્ર અશુદ્ધ હોય, અથવા મંત્ર શુદ્ધ હોય, પણ તેનું ઉચ્ચારણ અશુદ્ધ હોય, અથવા ઉચ્ચારણ શુદ્ધ હોય, પણ પ્રયોજકનું ચિત્ત એકાગ્ર ન હોય, અથવા શ્રદ્ધારહિત હોય, તોપણ મંત્રશક્તિ કાર્યકર થઈ શકતી નથી. જ્યાં એ બધી વસ્તુ શુદ્ધ અને પૂર્ણ હોય ત્યાં જ મંત્ર શક્તિ ધાર્યું કાર્ય નિપજાવી શકે છે. મંત્રાધિરાજ શ્રી નવકારની વિશેષતાઓ મંત્રાધિરાજ શ્રી નવકાર આ દષ્ટિએ વિશ્વના સમસ્ત મંત્રોમાં અગ્રસ્થાન ધરાવે છે. તેની શક્તિ અતુલ છે અપરંપાર છે. કારણ કે તેના યોજક લોકોત્તર મહાપુરુષો છે. શ્રી નવકારને અર્થથી શ્રી તીર્થંકરભગવંતો પ્રકાશે છે અને સૂત્રથી શ્રી ગણધર ભગવંતો ગૂંથે છે. તેનો વાચ્યાર્થ લોકોત્તર મહર્ષિઓને પ્રમાણરૂપ છે. તેના અક્ષરોનો સંયોગ અને પદોની રચના સરળ અને સ્પષ્ટ છે. સહુ કોઈ સહેલાઈથી અને સરળતાથી તેનો પાઠ અને ઉચ્ચાર કરી શકે અને તેનો અર્થ સમજી શકે તેવી છે. તેનું સ્મરણ અને જાપ કરનારા મોટે ભાગે સમ્યગ્દષ્ટિ, ભવથી નિઃસ્પૃહ અને એક મુક્તિ રમણીના જ ઈચ્છક એવા ઉત્તમ સત્યરુષો હોય છે. વિશ્વના અન્ય મંત્રો કામના કરવાથી તે કામનાની પૂર્તિ કરે છે, જ્યારે શ્રી નમસ્કાર મહામંત્ર, નિષ્કામપણે જપવાથી, જમનારની સઘળી કામના પૂરી કરે છે. એ તેની અચિજ્ય શક્તિનો સચોટ પુરાવો છે અને તેના પ્રકાશકોની અપૂર્વ નિષ્કામતાનું પરમ પ્રતીક છે. શ્રી નમસ્કાર મહામંત્રની બીજી વિશેષતા એ છે કે તેના દ્વારા જે પુરુષોની આરાધના કરવામાં આવે છે તે બધા વીતરાગ અને નિઃસ્પૃહ મહાત્માઓ છે. જ્યારે વિશ્વના અન્ય મંત્રોના આરાધ્યદેવ સંસારી, સસ્પૃહી અને સરાગી આત્માઓ છે. શ્રી નમસ્કાર મહામંત્ર અનુપમ શક્તિશાળી હોવાનાં અગણિત કારણો પૈકીનું એક કારણ એના IN ૧૧૦ ત્રલોકચદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy