SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કારમહામંત્રની અલૌકિકતા ૦ masala જ મંત્ર અને વિધા વચ્ચેનો ભેદ જેનો પાઠ કરવા માત્રથી કાર્યની સિદ્ધિ થાય તેને મંત્ર કહે છે. અને જેને સિદ્ધ કરવા માટે જપ, હવન આદિ ક્રિયાઓ કરવી પડે તેને વિદ્યા કહે છે. શાસ્ત્રોમાં બીજી રીતે પણ મંત્ર અને વિદ્યાનો ભેદ બતાવ્યો છે અને કહ્યું છે કે જેનો અધિષ્ઠાતા દેવતા પુરુષ' હોય તે મંત્ર છે અને જેની અધિષ્ઠાતા દેવતા “સ્ત્રી' હોય તે વિદ્યા છે. મંત્ર એટલે શું? મંત્રી શી વસ્તુ છે તેની સ્પષ્ટતા કરતાં શાસ્ત્રકાર મહર્ષિઓ ફરમાવે છે કે મંત્ર એ અક્ષર કે અક્ષરોનો સમૂહ છે. અક્ષર કે અક્ષરોના સમૂહને છોડીને મંત્ર બીજી કોઈ વસ્તુ નથી. “ નિર્વીનક્ષ નાસ્તિ ! ” અથવા “રાજ્યના મંત્ર ' અર્થાત્ એવો કોઈ અસર નથી કે જેમાં મંત્રશક્તિ ન હોય, અક્ષરને છોડીને મંત્ર બીજી કોઈ વસ્તુ નથી. શબ્દ અને વનિની અર અક્ષર કે અક્ષરના સમૂહાત્મક શબ્દમાં અપરિમિત શક્તિ રહેલી છે એમ આજે સર્વ કોઈ બુદ્ધિશાળી વર્ગને સ્વીકારવું પડે છે. ગાવું અને બાવવું, હસવું અને રોવું એ બધું વાતાવરણ ઉપર અમુક પ્રકારની અસર કરે છે, અને તે વર્ણાત્મક નહિ તોપણ ધ્વન્યાત્મક શબ્દશક્તિનો જ એક પ્રકાર છે. રણસંગ્રામમાં સુરીલાં વાજાં જે અસર ઉપજાવે છે તે અસર અન્ય પ્રસંગનાં વાજાંઓ નથી જ ઉપજાવતાં. આકાશમાં મેઘની ગર્જના જે ભાવ પેદા કરે છે તે જુદો હોય છે અને રણસંગ્રામમાં તોપોની ગર્જના જે ભાવ ઉત્પન્ન કરે તે વળી જુદો જ હોય છે. જેમ ધ્વન્યાત્મક શબ્દોની જુદી જુદી અસર છે તેમ વર્ણાત્મક શબ્દોની તેનાથી પણ મહાન અને જુદા જુદા પ્રકારની અસર માનેલી છે અને તે પ્રત્યક્ષ અનુભવમાં પણ આવે છે. એક વ્યાખ્યાતાના મુખમાંથી નીકળેલ ઉત્સાહપ્રેરક શબ્દો વાતાવરણને ઉમંગી બનાવે છે અને તે જ વ્યાખ્યાતાના મુખમાંથી નીકળેલા નિરાશાજનક શબ્દો વાતાવરણને ગમગીન બનાવી દે છે. વિવિધ પ્રકારના રસોના પોષણમાં વક્તા કે લેખકની શબ્દશક્તિ સિવાય બીજા શાનો પ્રભાવ છે? શબ્દશક્તિ અચિત્ત્વ છે. માત્ર તેના યોજક યોગ્ય પુરુષની જ જરૂર હોય છે. કયા શબ્દોના સંયોજનથી કેવા પ્રકારની શક્તિ પેદા થાય છે એના જાણકાર આ જગતમાં દુર્લભ છે. પરંતુ જ્યારે એવા જાણકારના હાથમાં અક્ષરો કે શબ્દો આવે છે ત્યારે તે વિવિધ પ્રકારની રચના દ્વારા શ્રોતાઓના ચિત્તના સંતાપ અને દિલની તૃષાને ક્ષણવારમાં શાન્ત કરી દે છે. પૂર્વધર ભગવંતોની દેશનાશક્તિ કેવળજ્ઞાની ભગવંત તુલ્ય લેખાય છે તે આ જ દષ્ટિ એ સમજવાનું છે. “શ્રુતકેવળી' શબ્દની એક વ્યાખ્યા એવી કરી છે કે તેઓ “સવાર-સનિપાતિ’ની લબ્ધિના ધારક હોય છે. સર્વઅક્ષરો અને તેના પરસ્પર મિશ્રણથી થતા સર્વ અર્થોને તેઓ જાણતા હોય છે અને તેથી જ તેઓની ઉપદેશ શક્તિ અમોઘ બને છે. શ્રી નમસ્કારમહામંત્રની અલૌકિકતા કfr છે ૧૦૯ IS ૧૦૯ જff Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy