________________
ઉચ્ચાર શ્રી પંચનમસ્કારપૂર્વક ક૨વો જોઈએ. કારણ કે તે બધા શ્રુતસ્કંધની અંતર્ગત રહેલો છે. આવશ્યક નિર્યુક્તિ
સામાયિકસૂત્રનું ઉચ્ચારણ કરવા પહેલાં શ્રી પંચ પરમેષ્ઠિનમસ્કારમંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. તે કારણે સામાયિકસૂત્રનું વ્યાખ્યાન કરતાં પહેલાં શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારમંત્રનું વ્યાખ્યાન કરવું જોઈએ. એ વાતને વિશેષ સ્પષ્ટ કરતાં ટીકાકાર મહર્ષિ ફ૨માવે છે કે
अतोऽसावेव सूत्रादौ व्याख्येयः, सर्वसूत्रादित्वात्, सर्वसम्मतसूत्रादिवत्, सूत्रादित्वं चाऽन्यसूत्रादौ व्याख्यायमानत्वात्, निर्युक्तिकृतोपन्यस्तत्वात् ।
એટલા માટે સૂત્રની આદિમાં શ્રી પંચનમસ્કારની જ વ્યાખ્યા કરવી જોઈએ, કારણકે તે સર્વ સૂત્રની આદિમાં હોઈ તેની વ્યાખ્યા સૌ પ્રથમ કરવી જોઈએ એ વાત સર્વ શિષ્ટોને સમ્મત છે. શ્રી પંચનમસ્કારની આદિસૂત્રતા એ ઉપરથી સિદ્ધ થાય છે કે નિર્યુક્તિકાર ભગવાને સૌ પ્રથમ તેનો ઉપન્યાસ કર્યો છે અને વ્યાખ્યા પણ સૌ પ્રથમ તેની જ કરી છે.
આ રીતે નિર્યુક્તિકાર શ્રુતકેવળીભગવંત શ્રી ભદ્રબાહુસ્વામીજીના પ્રામાણ્યથી ટીકાકાર મહર્ષિ શ્રી હરિભદ્રસૂરિજી, શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારને સર્વશ્રુતની આવ્યંતર એટલે સર્વશાસ્ત્રમાં વ્યાપક તરીકે પ્રતિપાદન કરે છે અને સર્વપ્રથમ તેનું ઉચ્ચારણ અને તેની જ વ્યાખ્યા ક૨વી જોઈએ, એમ કહીને તેઓ શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારની સર્વશ્રુતશ્રેષ્ઠતા જાહેર કરે છે.
શ્રી આવશ્યકસૂત્રના કર્તા
શ્રી આવશ્યકસૂત્રના કર્તા અર્થથી શ્રી તીર્થંક૨દેવો છે અને શ્રુતથી શ્રી ગણધરદેવો છે. શ્રી આવશ્યકનિર્યુક્તિના કર્તા ચૌદપૂર્વધર શ્રુતકેવળીભગવંત શ્રી ભદ્રબાહુસ્વામીજી છે તથા મૂળસૂત્ર અને તેની નિર્યુક્તિ ઉપર ટીકાના રચનારા ચૌદસો ચૂંવાળીસ ગ્રન્થોના રચયિતા સમર્થ શાસ્ત્રકાર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી છે. તેઓશ્રી ફ૨માવે છે કે સૂત્રનું વ્યાખ્યાન કરતાં પહેલાં સૂત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ અને સૂત્રનું ઉચ્ચારણ શ્રી પંચનમસ્કારપૂર્વક ક૨વું જોઈએ. કારણ કે શ્રી પંચનમસ્કા૨ સર્વ શ્રુતની અત્યંતર રહેલો છે.
સર્વશ્રુતની અત્યંતર એટલે સર્વસિદ્ધાન્તમાં વ્યાપક શ્રી જિનાગમનું કોઈ પણ સૂત્ર કે કોઈ પણ શાસ્ત્ર શ્રી પંચનમસ્કા૨૨હિત છે જ નહિ. શ્રી પંચનમસ્કાર સર્વ શ્રુત અને સર્વ શાસ્ત્રની અત્યંતર રહેલો જ છે. પછી તે સ્પષ્ટપણે ઉલ્લેખિત કરાયેલો હોય કે ન હોય સ્પષ્ટપણે ઉલ્લેખ કરાયેલો ન હોય તોપણ તે ત્યાં રહેલો જ છે એમ સમજવું જોઈએ. કારણ કે શ્રી પંચનમસ્કારના ઉચ્ચારણ વિના કોઈ પણ શાસ્ત્રનું અધ્યયન કે અધ્યાપન વિધિત છે જ નહિ.
આદિમંગળતા
શ્રી પંચનમસ્કારની સર્વ-શ્રુત-અત્યંતરતા અને આદિમંગળતાને શાસ્ત્રકારોનાં વચનથી જાણીને તેની આચરણા શ્રી નિર્યુક્તિકારભગવંતથી માંડીને આજ પર્યંતના સઘળા શ્રુતઘરોએ માન્ય રાખેલી છે. અને આજે ય કોઈ પણ સૂત્રવ્યાખ્યાન કે પ્રવચનના પ્રારંભમાં સર્વપ્રથમ શ્રી પંચનમસ્કારનું સ્મરણ કરવામાં આવે છે, તથા સર્વ પ્રકારની શુભ ક્રિયાઓના પ્રારંભમાં આદિ મંગળ તરીકે તેને જ ગણવામાં આવે છે. તર્કાનુસારી વર્ગ
શાસ્ત્રાનુસા૨ી વર્ગ પછી બીજો વર્ગ તર્કનુસારીનો આવે છે.
શાસ્ત્રાનુસા૨ી વર્ગ જેમ આજ્ઞાપ્રધાન હોય છે, તેમ તર્કોનુસા૨ી વર્ગ યુક્તિપ્રધાન હોય છે. લોકમાં જેમ
શ્રી નમસ્કારમહામંત્રની અલૌકિકતા
Jain Education International
For Private & Personal Use Only
૧૧૩
www.jainelibrary.org