SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ રાજાનું વચન તેમ લોકોત્તરમાં શ્રી તીર્થંકર-ગણધર-ભગવંતોનું વચન કોઈ તરફથી યુક્તિ અપેક્ષા રાખતું નથી. રાજાની આજ્ઞા તે આજ્ઞા જ છે. તેની આગળ બુદ્ધિ કે યુક્તિની વાતો ચાલતી નથી. તેમ શ્રી તીર્થંકર-ગણધરોનાં વચનની આગળ પણ યુક્તિ અકિંચિત્કર છે, બુદ્ધિ નિર્બળ છે. અતીન્દ્રિયજ્ઞાનથી જોયેલા પદાર્થો છદ્મસ્થ બુદ્ધિથી કદી ખંડિત થઈ શકતા નથી. શ્રી પંચપરમેષ્ઠિ નમસ્કારની સર્વ-શ્રુત અત્યંતરતા અને સર્વ-શ્રુત-વ્યાપકતા આપ્તવચનથી સિદ્ધ છે. તેને યુક્તિ કે દલીલોના આધારની લેશમાત્ર અપેક્ષા નથી. તેમ છતાં આપ્તવચનની મહત્તા હજુ જેઓના ખ્યાલમાં આવી નથી તેવા બુદ્ધિજીવી વર્ગના અનુગ્રહ અર્થે પણ શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારની શ્રેષ્ઠતા તથા સર્વધર્મવ્યાપકતા સિદ્ધ કરવા માટે શાસ્ત્રકાર મહર્ષિઓએ પ્રતિપાદન કરવામાં કોઈ કચાશ રાખી નથી. ધર્મબીજનું વપન પૂ. આચાર્યભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી શ્રી લલિતવિસ્તરા નામક ચૈત્યવંદનસૂત્રની વૃત્તિ (પૃ.૮)માં ફરમાવે છે કે ધર્મપ્રાપ્તિનું મૂળભૂત કારણ વંદના છે. તેનું અ૫૨ નામ ‘નમસ્કાર’ છે. કહ્યું છે કે ' विधिनोप्तायथा बीजादंकुराद्युदयः क्रमात् । फलसिद्धिस्तथा धर्म-बीजादपि विदुर्बुधाः । ' અર્થ :- વિધિપૂર્વક વાવેલા બીજથી જેમ અંકુરાદિનો ઉદય થાય છે તેમ ધર્મ બીજથી પણ કર્મો કરીને ફળસિદ્ધ થાય છે એમ પંડિત પુરુષો ફ૨માવે છે. " ' धर्मं प्रति मूलभूता वन्दना । સત્પુરુષોની પ્રશંસા આદિ એ ધર્મબીજનું વપન (વાવેતર) છે, ધર્મચિંતાદિ તેના અંકુરાઓ છે અને નિર્વાણની પ્રાપ્તિ એ તેનું ફળ છે. પ્રશંસા એટલે વર્ણવાદ. આદિ શબ્દથી કુશલચિત્ત, ઉચિત્ મૃત્યક૨ણ વગેરે. સત્પુરુષો પ્રત્યે મન વડે કુશળ ચિત્ત ધારણ કરવું, કાયા વડે તેઓનું ઉચિત્ કૃત્ય કરવું, વાણી વડે તેઓની પ્રશંસા=સ્તુતિ ઇત્યાદિ ક૨વાં, તે હૃદયરૂપી ભૂમિકામાં ધર્મબીજનું વપન ક૨વાની શુભ ક્રિયા છે. ધર્મચિંતાદિ તેના અંકુરા છે. ધર્મની ચિંતા અને આદિ શબ્દથી ધર્મની ઇચ્છા, ધર્મનો અભિલાષ, ધર્મની અભિરુચિ ઇત્યાદિ ધર્મ બીજના અંકુરા છે. ધર્મની ચિંતા પછી, ધર્મનું શ્રવણ થાય છે. ધર્મનું શ્રવણ થયા પછી ધર્મનું અનુષ્ઠાન થાય છે અને તેના ફળરૂપે દેવ અને મનુષ્યની સંપદાઓ મળે છે. પરિણામે નિર્વાણસુખની પ્રાપ્તિ થાય છે. એ બધાં ધર્મબીજમાંથી ક્રમશઃ ઉત્પન્ન થતા અંકુર, કાંડ, નાલ, પુષ્પ અને ફળ સમાન છે. બીજાંકુર ન્યાય શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર બીજરૂપ બનીને કાળના પરિપાકે નિર્વાણરૂપી ફળનો હેતુ થાય છે તેથી તેની ‘જિજ્ઞાસા' એટલે તેને સત્ય સ્વરૂપે જાણવાની ઇચ્છા પણ પરમમહોદયને સૂચવનારી છે. સાચી જિજ્ઞાસા થયા પછી સદ્ગુરુનો યોગ થાય છે. સદ્ગુરુના યોગે શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારના સ્વરૂપનો બોધ તથા તેમાં સ્વૈર્ય ઉત્પન્ન થાય છે. એ ધૈર્યના યોગે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ક્રિયા થાય છે અને એ ક્રિયાના પ્રતાપે કર્મમળ કપાય છે; પરિણામે નિર્વાણસુખની પ્રાપ્તિ થાય છે. શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારને શાસ્રોમાં ચિંતામણિ અને કલ્પવૃક્ષથી પણ અધિક ફળદાયી કહ્યો છે તે આ અપેક્ષાએ ચરિતાર્થ થાય છે. ૧૧૪ Jain Education International For Private & Personal Use Only ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy