________________
સૂર્ય-ખધોત દષ્ટાન્ત
તકનુસારી પ્રત્યે જેમ બીજાંકુર ન્યાયથી શ્રી નવકારની સર્વ-શ્રુત-અત્યંતરતા અને સર્વ-ધર્મ-વ્યાપકતા સિદ્ધ થાય છે, તેમ સૂર્ય-ખદ્યોતના દષ્ટાન્તથી પણ શાસ્ત્રકારભગવંત શ્રી નવકારની શ્રેષ્ઠતા બીજી રીતે સિદ્ધ કરી બતાવે છે. પૂ. આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી “યોગદષ્ટિસમુચ્ચય' નામના ગ્રંથરત્નમાં ફરમાવે છે કે
तात्त्विकः पक्षपातश्च, भावशून्या च या क्रिया । अनयोरन्तरं ज्ञेयं, भानुखद्योतयोरिव ॥१॥ અર્થ:- તાત્ત્વિક પક્ષપાત અને ભાવશૂન્ય ક્રિયા, એ બે વચ્ચે સૂર્ય અને ખજવા જેટલું અંતર છે.
અહીં પક્ષપાત એટલે શુભેચ્છા, અંતરંગ આદર, પરમાર્થ રાગ. નમસ્કાર એ પરમેષ્ઠિઓ અને તેમના ગુણો પ્રત્યે પરમાર્થ રાગને સૂચવે છે, અંતરંગ આદરને બતાવે છે.
લોકમાં જેમ ભાવ વિનાનું ભોજન લૂખું છે તેમ લોકોત્તરમાં ભાવ વિનાની ભક્તિ વંધ્યા છે. શ્રી પરમેષ્ઠિભગવંતો પ્રત્યેના ભાવ વિના, અંતરંગ આદર વિના, તેમની આજ્ઞાનું પાલન પણ તેવું જ છે.
શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર દયના ભાવનો ઉત્પાદક છે, Æયમાં ભાવનો પૂરક છે, અથવા હૃયના ભાવનો સૂચક છે. એ કારણે બુદ્ધિમાન પુરુષોએ તેને સર્વ પ્રધાનસ્થાન આપેલું છે. લાગણીપ્રધાન વર્ગ
આજ્ઞાપ્રધાન અને યુક્તિપ્રધાન વર્ગ ઉપરાંત એક મોટો વર્ગ એવો છે કે જે કેવળ લાગણીપ્રધાન હોય છે. શાસ્ત્રોના વચનો કરતાં કે તેને સિદ્ધ કરનારી યુક્તિઓ કરતાં પણ તે વર્ગને દષ્ટાન્તો, કથાનકો ને ચરિત્રો વધારે આકર્ષણ કરે છે. એ વર્ગને શાસ્ત્રવચન કે હેતુયુક્તિની બહુ અપેક્ષા હોતી નથી. જે ક્રિયાવડે જે લોકોને ફાયદો થયો હોય તેનાં કથાનકો કે ચરિત્રો સાંભળીને તે વર્ગ તેના તરફ દોરાય છે. એવો વર્ગ પ્રમાણમાં હંમેશાં મોટો હોય છે. તે વર્ગ લાગણીપ્રધાન હોય છે. ઘણી વખતે બુદ્ધિજીવી વર્ગમાં જે લાગણી જોવામાં આવતી નથી તે લાગણી એ વર્ગમાં જોવામાં આવે છે. લાગણી-પ્રધાનતાના બળે જ તે વર્ગ ધર્મ પ્રત્યે આકર્ષણવાળો રહે છે. આવા વર્ગને શ્રી નમસ્કાર મહામંત્રની વ્યાપકતા સમજાવવા માટે શાસ્ત્રકાર ભગવંતોએ પુષ્કળ દષ્ટાન્તો અને ચરિત્રો વર્ણવેલાં છે. કથાનુયોગનો પ્રભાવ
જેમ કે શ્રી નવકારના પ્રભાવે સર્પ, ધરણેન્દ્ર બને છે અને સમડી, રાજકુમારિકાનો ભવ પામે છે. વગડાનો ભીલ, રાજ બને છે અને તેની સ્ત્રી (ભીલડી), રાજરાણી તરીકે ઉત્પન્ન થાય છે. પશુઓને ચરાવનાર ગોવાળનો બાળક પરમશીલસંપન્ન સુદર્શન શેઠ થાય છે અને ભયંકર કોઢ રોગથી વ્યાપ્ત કાયાવાળા શ્રી શ્રીપાળકુમાર પરમ રૂ૫ અને નીરોગિતાના ધારક બને છે. એ શ્રી નવકારનો પ્રભાવ ઘોર વિપત્તિ વચ્ચે રહેલા જુગારી જેવાઓને પણ પ્રાણાંત આપત્તિમાંથી ઉગારી લે છે તથા સુશીલ સમ્યગ્દષ્ટિ મહાસતીઓનું પતિ આદિ તરફથી આવેલી પ્રાણાંત આપત્તિઓ વખતે પણ રક્ષણ કરે છે. શ્રી નવકારના પ્રભાવે સ્મશાનનું શબ સુવર્ણ પુરુષ બને છે તથા અંધકારમાં રહેલ સર્પ સુંદર સુગંધી પુષ્પની માળા બની જાય છે.
આ દષ્ટાન્તો કોરા બુદ્ધિજીવી વર્ગ ઉપર કદાચ ઓછી અસર નિપજાવતાં હોય તોપણ આમજનતા ઉપર તેનો અજબ પ્રભાવ વિસ્તારે છે.
જૈનકુળમાં જન્મેલા આમવર્ગ ઉપર શ્રી નમસ્કાર મહામંત્રનો પ્રભાવ આજે પણ પોતાની પ્રબળ અસર ઉપજાવી રહ્યો છે તેની પાછળ આ ચરિત્રો અને કથાનકોની ઘણી મોટી અસર છે. કહેવાતા બુદ્ધિજીવી વર્ગ ઉપર આની અસર ન પડતી હોય તો તેનું કારણ તેમની કેવળ બુદ્ધિજીવિતા નથી, પણ કાંઈક અંશે લાગણીશૂન્યતા પણ છે એમ માનવું જોઈએ. કારણ કે બુદ્ધિજીવી વર્ગની અંદર જેઓ અગ્રેસર છે તે સર્વ પૂર્વમહાપુરુષો ઉપર આ શ્રી નવકારનો પ્રભાવ પડ્યો છે અને તેના પ્રભાવને વર્ણવનારાં ચરિત્રોએ પણ તેમના ઉપર ઘણી મોટી અસર ફેલાવેલી છે.
શ્રી નમસ્કાર મહામંત્રની અલૌકિકતા
જ આ
સ ETRી
૧૧૫ SN
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org