SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ પુરુષોને ભાવથી કરવામાં આવતી વંદના જ છે. એ વન્દનાથી આત્મક્ષેત્રમાં ધર્મબીજનું વપન થાય છે અને તેમાંથી ધર્મચિન્તારિરૂપ અંકુરાઓ તથા ધર્મશ્રવણ અને ધર્મઆચરણ આદિરૂપ શાખા-પ્રશાખાઓ તથા સ્વર્ગ–અપવર્ગ આદિનાં સુખોની પ્રાપ્તિરૂપ ફૂલ-ફળાદિ પ્રગટે છે. અરિહંતાદિ પાંચેય પરમેષ્ઠિઓનું મહત્ત્વ કેવળ ધર્મ-સિદ્ધિ અને ધર્મની સાધનાના કાર્ય ઉપર અવલંબેલું છે. તેથી ધનના અર્થી જીવોને ધનવાન પ્રત્યેના આદરની જેમ ધર્મના અર્થી આત્માઓ માટે ધર્મસાધક અને ધર્મસિદ્ધ પુરુષો પ્રત્યેના આદરનું કાર્ય અનિવાર્ય થઈ પડે છે. બીજા શબ્દોમાં જેને ધનવાન પ્રત્યે આદર-બહુમાન નથી, તે જેમ ધનનો અર્થ છે એમ સિધ્ધ થતું નથી; તેમ ધર્મવાન પ્રત્યે જેને અંતરંગ આદરભક્તિ જાગ્રત થઈ નથી, તેને ધર્મનો અર્થી પણ ગણી શકાતો નથી. ધર્મના અર્થી માટે જેમ ધર્મ સ્વરૂપ પંચ પરમેષ્ઠિઓને નિત્ય અનેકશઃ નમસ્કાર કરવાનું કાર્ય અનિવાર્ય થઈ પડે છે, તેમ જેમનામાં હજી ધર્મનું અર્થીપણું ઠીક પ્રમાણમાં જાગ્રત થયું નથી, તેમનામાં પણ તે જગાડવા માટે પરમપરમેષ્ઠિઓને નમસ્કાર સ્વરૂપ નમસ્કારમંત્રના સ્મરણાદિનું અવલંબન અતિ અગત્યનું થઈ પડે છે. ધર્મ પ્રત્યેની પ્રીતિ કોઈને જેમ સહજસિદ્ધ હોય છે તેમ કોઈને પ્રયત્નસાધ્ય પણ હોય છે. તે ઉભય પ્રકારની પ્રીતિ નમસ્કાર વડે સિદ્ધ થાય છે. તેથી ધર્મરૂપી આંતરધનની ઝંખનાવાળા સત્પરુષો નમસ્કાર પ્રત્યે સદા આદરયુક્ત ચિત્તવાળા રહે તેમાં લેશમાત્ર આશ્ચર્ય નથી. અંકગણિતમાં એક (૧) ની સંખ્યાને જેટલું મહત્ત્વ છે, તેટલું જ મહત્ત્વ ધર્મક્ષેત્રમાં પરમેષ્ઠિનમસ્કારને પ્રાપ્ત થાય છે. ધર્મમય અને ધર્મસ્વરૂપ પરમેષ્ઠિઓ પ્રત્યે નમવાના ભાવ વિનાનાં ધર્મ અનુષ્ઠાનો પણ શૂન્ય છે, ફળ રહિત છે છાર ઉપરનું લીંપણ કે ઝાંખર ઉપરનું ચિત્રામણ જેમ ટકી શકતાં નથી, તેમ ધર્મીઓને નમસ્કાર વિનાનાં ધર્માનુષ્ઠાનો પણ ક્ષણજીવી છે. મૂળ વિનાનાં વૃક્ષ કે પાયા વિનાનાં મકાન જેમ નાશ પામવાને સર્જાયેલાં છે, તેમ પરમેષ્ઠિઓ પ્રત્યે ભક્તિભાવ વિનાનાં તપ, જપ, શ્રુત કે ચારિત્ર પણ ફળના અનુબંધ રહિત છે, ઊંચે ચઢાવીને નીચે પટકનારાં છે. એ જ અર્થને બતાવનાર ગાથા શ્રી નવકારબૃહદફળ પ્રકરણમાં નીચે મુજબ કહી છે. "सुचिरंपि तवो तवियं, चिन्नं चरणं सुयं च बहु पढियं । ન તો ન નમુવારે , તો તે =(તિ)વિદi Is અર્થ - “લાંબા કાળ સુધી તપને તપ્યા, ચારિત્રને પાળ્યું તથા ઘણાં પણ શાસ્ત્રોને ભણ્યા, પણ જો નમસ્કારને વિષે રતિ ન થઈ તો સઘળું નિષ્ફળ ગયું જાણવું.” ચતુરંગ સેનાને વિષે જેમ સેનાની મુખ્ય છે તેમ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તારૂપી ચતુરંગ આરાધનાને વિષે નવકાર મુખ્ય છે. અથવા નમસ્કારરૂપી સારથી વડે હંકારાયેલો અને જ્ઞાનરૂપી ઘોડાઓથી જોડાએલો તપ, નિયમ તથા સંયમરૂપી રથ જીવને મુક્તિરૂપી નગરીએ પહોંચાડવાને સમર્થ થઈ શકે છે એવો શાસ્ત્રકારોનો સિદ્ધાન્ત છે. તેથી શ્રી જિનશાસનમાં શ્રી નમસ્કાર મહામંત્રને સૌથી વિશિષ્ટસ્થાન આપવામાં આવ્યું છે અને સર્વ આરાધનામાં તેની ગણના મુખ્ય તરીકે મનાયેલી છે. નવ લાખ જપતાં નરક નિવારે' ઇત્યાદિ અનેક સુભાષિતો નવકારની શ્રેષ્ઠતાને સાબિત કરવા માટે પ્રમાણરૂપ છે. અંત સમયે શ્રુતધરોને પણ અન્ય સઘળા શ્રુતનું અવલંબન છોડીને એક નવકારનું જ અવલંબન લેવા માટે શાસ્ત્રકારોનું ફરમાન છે. ઘર સળગે ત્યારે ઘરનો સ્વામી શેષ વસ્તુને છોડીને આપત્તિ નિવારણ માટે સમર્થ એવા એક મહારત્નને જ ગ્રહણ કરે, અથવા રણસંકટ વખતે સમર્થ સુભટ પણ જેમ શેષ શસ્ત્રોને છોડીને એક મહામંત્રની ઉપાદેયતા Jajn Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy