________________
મંત્રની શક્તિ
એક બાજુ સ્ટીલ (પોલાદ) અને બીજી બાજુ પાણી એ બેમાં શક્તિ વધારે કોની?
સ્થૂળદષ્ટિવાળો કહી શકે સ્ટીલની પણ સ્ટીલને પાણીના કુંડામાં નાખો, ચાર મહિના પછી જુઓ કોની હાર થાય છે, પોલાદની કે પાણીની? હાર પોલાદની જ થાય છે.
આગળ વધીને તપાસો કે એ પાણીની શક્તિ વધારે કે વરાળની? એ વરાળ નીકળે છે પાણીમાંથી, પણ એના વડે મોટી ટ્રેનો ચાલે છે, કારખાનાઓ અને યંત્રો એના બળથી ચાલે છે.
વરાળ કરતાં હાઈડ્રોજનની શક્તિ વધારે છે. એ બધા કરતાં મનની શક્તિ વધારે છે. પણ પ્રશ્ન એ છે કે એ શક્તિશાળી મનને વશ શી રીતે કરવું?
વર્તમાનકાળે આહાર, ભય, મૈથુન અને પરિગ્રહની સંજ્ઞાઓમાં મન બંધાઈ ગયું છે. બકરાના ટોળામાં સિંહના જેવી દશા મનુષ્યના મનની થઈ છે.
મન સાથે તેને મંત્ર કહેવાય છે. આમ તો તે માત્ર પંચપરમેષ્ઠિભગવંતોને નમસ્કાર છે, એને નમસ્કાર મંત્ર કહ્યો છે. પરંતુ એનાથી મનને વશ કરવામાં આવે તો સર્વ શ્રુતના રહસ્યને પામી શકાય છે. એના આરાધનથી મન એવું બની જાય છે કે જે ઉત્સર્ગ અને અપવાદ, દ્રવ્યાર્થિકનય, પર્યાયાર્થિકનય, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવને યથાર્થપણે આપોઆપ જાણી શકે છે. નમસ્કારથી શુદ્ધ થયેલું મન મોહને ઓળખી શકે છે અને ધર્મને પણ જાણી શકે છે. મંત્રવડે સૂક્ષમતા અને શુદ્ધતા
જ્યાં સુધી સ્થૂળદષ્ટિ નહિ જાય, સૂક્ષ્મદષ્ટિ નહિ ઊઘડે, ત્યાં સુધી આ સંસારના ધોખાને અને સંસારની માયાને મનુષ્ય નહિ સમજી શકે.
માણસ જાણે છે કે દિવસ ાય છે અને દિવસ જાણે છે કે માણસ જાય છે. મુસોલીની, હીટલર, એલીન, કેસર, સિકંદર વગેરે ક્યાં ગયા?
જેની નોબતોના ડંકાઓથી આકાશ ગાજી ઊઠતું તે બાદશાહો આજે કબરોમાં ચૂપચાપ પડ્યા છે. મનમાં સૂક્ષ્મતા આવે તો મોહની આ રમત સમજાઈ જાય.
શ્રી તીર્થંકરદેવો આ જાણતા હતા, તેથી મનને વશ કરવાનો તેમજ મનને સૂક્ષ્મ અને શુદ્ધ બનાવવાનો ઉપાય બતાવી ગયા છે.
શ્રી નવકારની વિધિ-બહુમાનપૂર્વક આરાધના કરવાથી મનમાં સૂક્ષ્મતા અને શુદ્ધતા આવે છે અને મન આપોઆપ વિવેક કરતું થઈ જાય છે. મનને વશ કરવાનો ઉપાય
પ્રશ્ન:- મનને વશ શી રીતે કરવું?
ઉત્તર :- ઘોર અંધારી મધ્યરાત્રિએ બે કાંઠે વહેતી નદીના પુલ પરથી પસાર થતી ટ્રેનમાં નિરાંતે ઊંઘી જાઓ છે, ઊંઘી શકો છો, કારણ કે તમને રેલવેતંત્ર પર વિશ્વાસ છે. તેની કાર્યવાહીમાં વિશ્વાસ છે. તેના ગાર્ડ, ડ્રાઈવર વગેરેની દક્ષતા, નીતિમત્તા આદિમાં વિશ્વાસ છે, પૂરો ભરોસો છે.
મંત્રની શક્તિ
vir જ
છે R
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org