________________
આટલો વિશ્વાસ અનંત ઉપકારી શ્રી તીર્થંકરદેવો અને તેમના વચનો ઉપર છે ? કાયર ન બનો, ભીરુતા અને અશ્રદ્ધાનો ત્યાગ કરો. સાથોસાથ એ પણ જાણી લો કે બિનશરતી શરણાગતિ અને અનન્યઉપકારી અને આપ્તતમ શ્રી વીતરાગ, સર્વજ્ઞ પરમાત્માના વચનો ઉપર વિશ્વાસ મૂકવાથી મન વશ થાય છે.
વિશ્વાસની મહત્તા
શ્રી નવકાર પાસે પહેલાં કંઈ માગવા કરતાં પહેલાં તેને ગણવો-તેનો જાપ કરવો એમાં ડહાપણ છે. ગણ્યા પહેલાં જ એ શું આપે ? કેવી રીતે આપે ? એવું પ્રશ્ન કરનારને પૂછવાનું કે-દુકાન માંડો છો તે પહેલાં નફો હાથમાં આવે છે ? ના. દુકાન શરૂ થતાં જ નફાનું કે નુકસાનનું સરવૈયું કાઢો છો કે દિવાળી ઉપર ? એ તો ત્યારે કઢાય ને ! એમાં ઉતાવળ થાય તો કામ ચૂંથાઈ જાય.
તો પછી શ્રી નવકા૨ની સેવામાં છ મહિના તો ખાનદાનીથી ગાળો, પછી એનાથી થતા લાભની વાત પૂછવી નહિ પડે પણ અનુભવ થઈ જશે. તાત્પર્ય કે ૫૨મતા૨ક ૫૨માત્મા અને તેઓશ્રીના વચનમાં વિશ્વાસ મૂકવાની બાબતમાં મનમાં સહેજ પણ સંશય રહે છે ત્યાં સુધી જીવન આરાધનાના મંગળમાર્ગ પર નિશ્ચિતપણે કદમ ભરી શકતું નથી.
માટે રેલવે કંપની, સ્ટીમર કંપની અને ઈન્સ્યોરન્સ કંપની કરતાં પણ વધુ વિશ્વાસ શ્રી જિનરાજ અને શ્રી જિનવચન ઉ૫૨ જોઈશે જ.
સરકારી નોકરી બરાબર પૂરી કરનારને તો માત્ર પેન્શન જ મળે છે, પણ શ્રી તીર્થંક૨ભગવંતો અને તેઓશ્રીના તીર્થની ભાવપૂર્વક સેવા કરનારને તો યથાકાળે મોક્ષ મળે છે.
શ્રી નવકાર શું છે ?
નમો અરિહંતાણં એ વાસ્તવમાં મોહના કટ્ટર વૈરી શ્રી અરિહંતોનો જયનાદ છે. જગતના મોહરૂપી દુશ્મન અને તેની સત્તા સામે જબ્બર પડકાર છે.
અંગ્રેજો પોતાની સામે પડકાર કરનારને કેદમાં પૂરી દેતા હતા. પરંતુ જેલમાં ‘એ, બી, સી, ડી,’ એમ ચાર વર્ગ રાખતા હતા. બળવાન પડકાર કરનારાઓને સી કે ડી વર્ગમાં રાખતા ગભરાતા હતા. તેથી તેવાને એ કે બી વર્ગમાં રાખતા હતા.
તેમ મોહની સામે સંગઠિત થઈને એવો પડકાર કરીએ કે તે જેલમાં રાખે તો પણ એ કે બી વર્ગમાં જ રાખે. સી કે ડી વર્ગમાં મૂકતાં ગભરાય. દેવ અને મનુષ્યગતિ એ, એ અને બી વર્ગ છે. જ્યારે નરક અને તિર્યંચગતિ એ સી અને ડી વર્ગ છે.
અરિહંતનો નમસ્કાર એ મોહને પડકાર છે. અરિહંતના નામથી મોહની સત્તા ધ્રૂજી ઊઠે છે, કારણ કે અરિહંતનું નામ, સ્નેહનાં શસ્ત્રવડે મોહનાં મૂળિયાં ઉખેડનાર વિશ્વના મિત્ર શ્રી અરિહંતપરમાત્માની વિશ્વવાત્સલ્યભાવનાનું સ્મરણ કરાવનાર છે.
જેના અંતરમાં વિશ્વ પ્રત્યે બંધુભાવ જાગ્યો તેના અંતરમાં રાગદ્વેષાત્મક મોહનું સૈન્ય ટકી શકતું નથી.
સર્વ જીવોની ઉત્કૃષ્ટ હિંતચિંતાના ભાવરૂપ મિત્રતા વડે અરિતા-શત્રુતાનો ઉચ્છેદ ક૨ના૨ શ્રી અરિહંતપ૨માત્મા છે, તેથી ભાવથી તેમને નમસ્કા૨ ક૨ના૨ જીવ પણ જીવો પ્રત્યે શત્રુતાનો ત્યાગ કરનાર થઈને શ્રી અરિહંત સ્વરૂપ બની જાય છે.
૧૬૮
Jain Education International
ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
For Private & Personal Use Only
www.jainelibrary.org