SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પંચપરમેષ્ઠિમય અનુષ્ઠાન શ્રી તીર્થંક૨ પ૨માત્માએ પ્રરૂપેલા પ્રત્યેક અનુષ્ઠાનમાં પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે પાંચેય પરમેષ્ઠિભગવંતોનું સ્મરણ થઈ જ જાય છે. શ્રી પંચપરમેષ્ઠિભગવંતોનાં સ્મરણ યુક્ત અનુષ્ઠાન જ મોક્ષનું કારણ બની શકે છે. પ્રત્યેક અનુષ્ઠાનમાં શ્રી પંચપરમેષ્ઠિભગવંતો કઈ રીતે પ્રતિષ્ઠિત છે તેની સ્પષ્ટતા : ૧. અઢીદ્વીપમાં જ્યાં જ્યાં જે જે અનુષ્ઠાન થાય છે તેના પ્રકાશક શ્રી અરિહંત પરમાત્મા પોતે હોય છે, એટલે અનુષ્ઠાનના આરંભ સાથે જ શ્રી અરિહંત સંકળાયેલા હોઈને તેમનું મંગળકારી સ્મરણ થાય છે. આ રીતે પ્રથમપદનું સ્મરણ થાય છે. ૨. શ્રી અરિહંતપરમાત્માએ પ્રરૂપેલા પ્રત્યેક અનુષ્ઠાનનું લક્ષ્ય સિદ્ધપદ હોય છે. સકળ કર્મનો ક્ષય કરીને સિદ્ધપદને પામવાનું હોય છે. આ રીતે અનુષ્ઠાનમાં બીજા પરમેષ્ઠિભગવંતોનું સ્મરણ થાય છે. ૩. દરેક અનુષ્ઠાન આચાર સ્વરૂપ છે. વળી વર્તમાનમાં એ અનુષ્ઠાનોનો બોધ કરાવનાર આચાર્યભગવંત જ છે. તેમ જ અનુષ્ઠાન પરંપરાને ટકાવી રાખનારા પણ ભૂતકાળમાં થઈ ગયેલા સમર્થ આચાર્યભગવંતો જ છે. એ રીતે ત્રીજા પદે બિરાજમાન આચાર્યભગવંતનું સ્મરણ અનુષ્ઠાનમાં થાય છે. ૪. અનુષ્ઠાન ત્યારે સનુષ્ઠાન બને કે જ્યારે તે વિધિ અને વિનયપૂર્વક કરવામાં આવે. આ વિધિ અને વિનયના પ્રતીક પૂ. ઉપાધ્યાયભગવંતો છે અને તેમની એ આરાધના રીતિ (વિનય) ને અનુસરીને જ આપણાં અનુષ્ઠાન સનુષ્ઠાન બનતાં હોય છે. આ રીતે અનુષ્ઠાનમાં ચોથા પદે બિરાજેલા ઉપાધ્યાયભગવંતનું સ્મરણ પણ થાય છે. ૫. અનુષ્ઠાનની સફળતા ત્યારે જ છે કે જ્યારે એ અનુષ્ઠાન નહિ કરનારને આપણે સહાયક બનીએ. એક અનુષ્ઠાનને ત્રણકરણપૂર્વક ક૨વા માટે પણ બીજાને ધર્માનુષ્ઠાનમાં સહાયક થવું જ પડે છે. ‘સહાય કરે એ સાધુ’ એ વાક્યનો મર્મ ધર્માનુષ્ઠાન કરનારે આ રીતે ઝીલવાનો રહે છે. મતલબ કે ધર્મકરણમાં બીજાને સહાયક બનીને સાધુપદનું પણ સ્મરણ કરીએ છીએ. દૂધમાં ઘી ની જેમ સકળ અનુષ્ઠાનોમાં આ રીતે શ્રી પંચપરમેષ્ટિભગવંતો ઓતપ્રોત છે. ચતુઃ શરણનો પ્રભાવ ચતુઃશરણ વડે ચાર કષાયોનો ક્ષય થાય છે, મૈત્યાદિ ચાર ભાવનાઓ પોષાય છે અને ક્ષમાદિ ચાર ગુણો પ્રગટે છે. શ્રી અરિહંતનું શરણ ક્રોધનો નાશ કરે છે તથા મૈત્રીભાવને અને ક્ષમાગુણને વિકસાવે છે. શ્રી સિદ્ધભગવંતનું શરણ માનનો નાશ કરે છે તથા પ્રમોદભાવને અને નમ્રતાગુણને વિકસાવે છે. શ્રી સાધુભગવંતનું શરણ માયાનો નાશ કરે છે તથા કારુણ્યભાવને અને સરળતાગુણને વિકસાવે છે. ધર્મનું શરણ લોભનો નાશ કરે છે તથા માધ્યસ્થ્યભાવને અને સંતોષ ગુણને વિકસાવે છે. ૨૨૪ Jain Education International ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy