SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ નમામિ'માં ઉપકારી તત્ત્વો પ્રત્યે કૃતજ્ઞતા છે. “ખમામિ'માં અપકાર માત્રની ક્ષમાપના છે. નમામિ' અને “ખમામિ' જેના જીવનમાં નથી તેને શુભધ્યાનનો અભાવ છે. કૃતજ્ઞતાને સ્થાને કૃતજ્ઞતા અને પરોપકારને સ્થાને પરાપકારનું સેવન ચાલુ છે. તે બન્ને આર્તધ્યાનના જ નહિ કિન્તુ રૌદ્રધ્યાનના પણ ઉત્પાદક છે; તેથી બન્ને પ્રકારનાં અશુભધ્યાનને રોકી, બંને પ્રકારનાં શુભધ્યાનનું સેવન કરાવનાર છ એ પ્રકારના આવશ્યકના સંગ્રહરૂપ “નમામિ” અને “ખમામિ એ બંને ગુણો ક્ષણે ક્ષણે આરાધ્ય છે. જીવત્વનું મૂલ્ય કોઈપણ અવસ્થામાં રહેલો જીવ તેના જીવત્વને કારણે તેટલો મૂલ્યવાન છે, જેટલો સિદ્ધ ભગવંતનો જીવ મૂલ્યવાન છે. એ રીતે જીવ તત્ત્વની ઓળખાણ થયા પછી તેના પ્રત્યેનો ભાવ કદી પણ ઓછો થતો નથી. શ્રી અરિહંતપરમાત્માઓ જેવદ્રવ્યનું મૂલ્યાંકન કરનારા હોવાથી તેમને સર્વ જીવો સરખા મૂલ્યવાળા, સરખા માનને યોગ્ય લાગતા હોય છે. આપણામાં એ દષ્ટિ પરમેષ્ઠિનમસ્કાર વડે વિકસે નિર્જરા અને પુણ્ય શ્રી નવકારમાં નિર્જરા અને પુણ્ય ઉભય છે. ગુણી પ્રત્યે નમ્રતારૂપી વિનય એ આત્યંતર તપ હોવાથી નિર્જરા સ્વરૂપ છે અને ગુણીને સન્માનનું દાન થાય છે તેથી તે પુણ્યબંધનો હેતુ બને છે. આચારવાનને અને અભયદાતાને સન્માન આપવું એ જ બુદ્ધિનું સાચું ફળ છે. પરહિતચિંતા પોતાના જ ધ્યાનમાં રોકાવાની અનાદિકાળથી વળગેલી લાલસાઓ જીવને પરહિતચિતાથી દૂર રાખે છે. નિષ્કારણકરુણાસિંધુ શ્રી અરિહંતપરમાત્માની કરુણાના પ્રણિધાનના પ્રભાવે સ્વાર્થનું ધ્યાન જેમ-જેમ નાનું થતું જાય છે, તેમ તેમ આત્મભાવ આગળ આવતો જાય છે અને આત્મભાવ આગળ આવતો જાય છે તેમ-તેમ પાપકર્મો અને કષાયોનું જોર ઘટતું જાય છે. કષાયોનું જોર ઘટતું જાય છે એટલે જીવનમાં સમરસતા ફેલાય છે. તે સમરસતામાં જીવમાત્રના કલ્યાણની ભાવનાના મૃદુ સૂર સ્વાભાવિકપણે ગૂંજતા હોય છે. આત્માને વળગેલો “હું હું પણાનો ભાવ ભવભ્રમણનું કારણ છે. સર્વ જીવના હિતને ભાવ આપવાથી આત્મા ઉપરની “હું” ની પકડ ઢીલી પડવા માંડે છે. આગમોનો અર્ક ૨૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy