SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ કૃતજ્ઞતાગુણનો પ્રભાવ કૃતજ્ઞતાગુણથી સહજમળનો હ્રાસ થાય છે. પરોપકારગુણથી તથાભવ્યત્વનો પરિપાક થાય છે. સહજમળના કા૨ણે જીવ કર્મના સંબંધમાં આવે છે અને કર્મનો સંબંધ તેને વિષયોન્મુખ બનાવે છે. વિષયોન્મુખતા એ સ્વાર્થવૃત્તિનું બીજું નામ છે. તથાભવ્યત્વનો પરિપાક જીવને ધર્મની સાથે સંબંધ કરાવે છે. ધર્મનો સંબંધ સમત્વભાવને વધારે છે. સમત્વભાવની વૃદ્ધિ એ પરોપકારવૃત્તિને ઉત્તેજીત કરે છે. નમ્રતા અને ઉદારતા કૃતજ્ઞતાદોષ સહજમળની વૃદ્ધિ કરે છે. પરોપકારવૃત્તિ, ભવ્યત્વભાવના વિકાસને પકવે છે. મુક્તિગમનની યોગ્યતા એટલે સ્વાર્થવૃત્તિમાંથી મુક્ત થવાની યોગ્યતા અને તે પરોપકાર પરાયણતાથી વિકસિત થાય છે. સ્વાર્થવૃત્તિની મુક્તિમાંથી પરોપકાર૫રાયણતા જન્મે છે અને તે જીવના નિર્મળસ્વભાવને પ્રગટાવે છે. જીવનો નિર્મળસ્વભાવ પ્રકટ કરવા માટે પરોપકારપરાયણ થવું જોઈએ અને પરોપકા૨પરાયણ થવા માટે કૃતજ્ઞતાગુણને વિકસાવવો જોઈએ. બીજાથી થયેલા પોતાના ઉપરના ઉપકારોનું જ્ઞાન થયા વિના થતી પરોપકારક્રિયા અહંકારભાવ અને સ્વાર્થભાવને પોષે છે. તેથી સ્વાર્થનું વિસર્જન થવાને બદલે ઊલટું દૃઢીકરણ થાય છે. ‘મેં પારકા ઉપર ઉપકાર કર્યો.’ એ વિચાર જ ‘હું’પણાને મજબૂત ક૨ના૨ છે. તેથી ‘હું’પણામાંથી છૂટવા માટે પરોપકારભાવ, કૃતજ્ઞતા ગુણમાંથી પ્રગટેલો હોવો જોઈએ. ‘મારા ઉપર સર્વના ઉપકારો થઈ રહ્યા છે' તેના સમ્યજ્ઞાનમાંથી થતો પરનો ઉપકાર, પરનું કાર્ય, એ અહંકા૨પોષક નહિ બને, પણ નમસ્કા૨પોષક બનશે. પરના જેટલા ઉપકાર મારા ઉપર થઈ રહ્યા છે તેનો અંશ પણ પ્રત્યુપકાર મારાથી થઈ શકતો નથી, એવો સ્પષ્ટ ખ્યાલ તેને રહેશે અને તે નમસ્કારપોષક બનશે. ‘કૃતજ્ઞતા’ પરના ગુણનું સતત સ્મરણ કરાવનાર હોવાથી સ્વાર્થના વિસ્મરણમાં ઉપકારક થાય છે અને પરોપકારના કાર્યમાં પ્રવેશ પામતા અહંકારભાવને રોકનાર થાય છે. સહજમળ એટલે અનાદિસ્વાર્થવૃત્તિને પોષક મળ તે સ્વાર્થવૃત્તિ, પરાર્થવૃત્તિથી જિતાય છે. પાર્થવૃત્તિ બે પ્રકારની છે : બીજાએ કરેલા ગુણોની સ્મૃતિથી થતી નમ્રવૃત્તિ અને બીજાના ઉપકાર ઉપર પ્રતિઉપકાર કરવારૂપ પોતાના કર્તવ્યના સ્મરણથી ઉત્પન્ન થતી ઉદારવૃત્તિ. ઉદારતા સ્વને ભુલાવવારૂપ છે અને નમ્રતા પરને યાદ રાખવારૂપ છે. સ્વ ( Self )ને ભૂલવા માટે પરાર્થતા અને પરને યાદ રાખવા માટે કૃતજ્ઞતા અનુક્રમે ભવ્યત્વભાવનો પરિપાક અને સહજમળનો હ્રાસ કરે છે. સહજમળનો નાશ કરવા માટે નમ્રતા અને ભવ્યત્વનો પરિપાક કરવા માટે ઉદારતા અનિવાર્ય છે. તે બંને ગુણોનું સેવન એક સાથે શ્રી નવકારના પ્રથમપદના આરાધનથી થાય છે, ‘નમો' એ કૃતજ્ઞતાનું અને ‘અરિહંતાણં’ એ ઉદારતાનું પ્રતીક છે. સ્વપર તુલ્યતા પરનો ગુણ સ્વીકારવાથી યોગ્યતા વિકસે છે. પ૨ને ગુણ ક૨વાથી અયોગ્યતા નાશ પામે છે. યોગ્યતા અનુપ્રેક્ષાકિરણ પ Jain Education International For Private & Personal Use Only ૪૧૩ www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy