________________
વિકસવાથી તથાભવ્યત્વનો પરિપાક થાય છે અને અયોગ્યતા જવાથી સહજમળનો હ્રાસ થાય છે.
શ્રી નવકારના આદિ પદ “નમો'ના સ્મરણથી પરના ગુણનો સ્વીકાર થાય છે અને અરિહંતાણં' પદના સ્મરણથી પરને ગુણ કરવાની વૃત્તિ થાય છે.
એ રીતે શ્રી નવકારમંત્ર એ કૃતજ્ઞતા અને પરાકારનો મહામંત્ર બને છે.
પરની કિંમત જ્યાં સુધી સ્વતુલ્ય “સ્વીકારમાં ન આવે ત્યાં સુધી સ્વની કિંમત વધતી નથી. એટલું જ નહિ પણ કૃતજ્ઞતા અને પરોપકાર નામના મહાગુણો વિકસતા નથી.'
પરને સ્વતુલ્ય માન્યા પછી કૃતજ્ઞતા અને પરોપકાર સહજ બને છે.
કૃતજ્ઞતા અને પરોપકાર એ બે ગુણો પરને સ્વતુલ્ય સમજવા અને સ્વીકારવાના અભ્યાસરૂપ જ છે. પોતે જેના ઉપર ઉપકાર કરે તે જે કૃતઘ્ન બને તો તેની ઉન્નતિ થાય નહિ. એ જ ન્યાયથી પોતાના પર જે ગુણ કરે તેનો ઉપકાર માનવામાં ન આવે તો પોતાની ઉન્નતિ થાય નહિ. એ સમજમાંથી કૃતજ્ઞતા અને પરોપકારગુણનું પાલન થઈ શકે છે. અયોગ્યતા ટાળવાનો ઉપાય
શ્રી તીર્થંકરભગવાન, “ભગવાન' બન્યા છે, કારણ કે તેમણે પરના ગુણને સ્વીકાર્યા છે અને પરને ગુણ કરવા માટે પુરુષાર્થ સેવ્યો છે. અયોગ્યતાને ટાળવા અને યોગ્યતાને વિકસાવવા જે બે ગુણની જરૂર છે, તેનું જ નામ “કૃતજ્ઞતા” અને “પરોપકાર' છે. જેને પરોપકારની પડી નથી તેની અયોગ્યતા એટલે સ્વાર્થપરાયણતા જતી નથી.
જેને બીજાથી પોતાને થયેલા ગુણની કદર નથી, તેની પણ સ્વાર્થપરાયણતા ટળતી નથી. સ્વાર્થપરાયણતાને પુષ્ટ કરનાર કૃતધ્વીપણું અને પરોપકારતા મુખ્ય છે.
પોતાને પરોપકાર ગમતો નથી, પણ પરોપકાર ગમે છે. તથા પરનું કૃતઘ્નપણું ગમતું નથી, પણ કૃતજ્ઞપણું ગમે છે. માટે આત્મતુલ્ય પરનું જ્ઞાન જેણે સિદ્ધ કરવું હોય તેણે “કૃતજ્ઞતા” અને “પરોપકાર' એ બે ગુણોને અપનાવવા જોઈએ. જો એ બે ગુણોનો સ્વીકાર અને વિકાસ કરવામાં ન આવે તો અનંત એવા પરની વિરાધનાનું મહાપાપ તેને પળેપળે લાગ્યા કરે.
પરની કિંમત જેટલી ઓછી આંકે તેટલી પોતાની કિંમત પણ ઘટતી જ જાય, કારણ કે જેટલી પરની કિંમત આપણે આંકી શકીએ તેટલી જ આપણી કિંમત થાય છે. મિથ્યાત્વમોચક મહામંત્ર
આત્મરૂપ વડે સઘળા આત્મા સરખા હોવાથી જ્યાં સુધી સ્વપરની (આત્મદષ્ટિએ) તુલ્ય કિંમત ન અંકાય ત્યાં સુધી જ્ઞાનદર્શનમાં મિથ્યાપણું ટળતું નથી અને એ મિથ્યાત્વ જીવને અનંતકાળપર્યંત સંસારમાં ભટકાવ્યા સિવાય રહેતું નથી.
તેમાંથી છૂટવાનો સક્રિય ઉપાય કૃતજ્ઞતા અને પરોપકારગુણનું પાલન છે.
તે બે ગુણોના પાલનનો સતત અભ્યાસ વિકસાવવા માટે શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર મહામંત્રનો આશ્રય અવશ્ય લેવો જોઈએ.
એ મહામંત્રના પ્રભાવે કૃતજ્ઞતા અને પરોપકારભાવ વિકસે છે અને સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્યતાના ભાવનું સક્રિય પાલન થાય છે. એ પાલન જીવને કર્મના સંબંધમાંથી છોડાવીને મુક્તિની સાથે સંબંધ કરાવી આપે
છે.
IT
N ૪૧૪
છે સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org