SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ કૃતજ્ઞતા कृतं जानाति स कृतज्ञः પોતાના ઉપર કરેલા ઉપકારને જે જાણે તે કૃતજ્ઞ. એટલે કૃતજ્ઞ બનનારે પરોપકારને ગુણ તરીકે સ્વીકારી જ લીધો. જે પરોપકારરૂપી સદ્ગણની વિશ્વમાં હયાતી જ ન હોય તો કૃતજ્ઞતાગુણનું પણ અસ્તિત્વ નથી. કૃતજ્ઞતાને અસ્તિત્વમાં લાવનાર પરોપકૃતિ છે અને પરોપકૃતિને પ્રેરનાર કૃતજ્ઞતા છે. કૃતજ્ઞતા પરોપકારની પ્રેરક છે. કૃતજ્ઞતા જેવો ગુણ ન હોય તો પરોપકાર સંભવતો જ નથી, કેવળ અહંકાર જ રહે છે. પર ઉપર ઉપકાર કરવો હોય ત્યારે સ્વાર્થને સ્વને ભૂલવો જ જોઈએ. સ્વને જ મુખ્ય માનનાર અને પરોપકાર વડે પણ સ્વનું માન વધારવા માટે પ્રયત્ન કરનાર જે પરોપકાર કરે છે, તે ગુણ નહિ પણ ગુણાભાસ છે. દેખાય છે પરોપકાર, પણ કાર્ય છે અહંકારનું અને ત્યાં સુધી પરોપકારગુણ વડે જે સ્વાર્થરૂપી મળનો નાશ કરવો છે તે સિદ્ધ થઈ શકતો નથી. સ્વાર્થવૃત્તિ એ મળ છે. તે “મળ’ એટલા માટે છે કે તેની પાછળ ભારોભાર મોહ અને અજ્ઞાન છે. બધા આત્માઓ સ્વસમાન છે.” એ મૌલિકજ્ઞાનના અભાવે જ મોટે ભાગે રાગદ્વેષ અને તેનાં ઈર્ષ્યા, અમર્ષ આદિ ફરજંદો પેદા થાય છે. વિષયાસકિત પણ એમાંથી જન્મે છે અને વધે છે. સર્વદોષોની જનની મમતાની પણ માતા એ મૌલિકઅજ્ઞાનતા છે. અજ્ઞાન સ્વાર્થ વગેરે દોષોને પોષનાર હોવાથી તે “મૂળભળ” કહેવાય છે જે “સહજભળ' શબ્દથી ઓળખાય તેનું નિવારણ અહંકાર માટે થતા પરોપકારથી થતું નથી, પણ પરને આત્મતુલ્ય સમજીને સ્વના ઉપકાર જેટલો જ ઉપકારનો અધિકારી “પર' છે, એમ સ્વીકારીને સ્વાર્થવૃત્તિરૂપી મળને નિવારવા માટેના આલંબનરૂપે થતો પરોપકાર સગુણરૂપ ગણાય છે. પરોપકારભાવ વડે અનાદિસ્વાર્થવૃત્તિરૂપી સહજમળનો વિગમ થાય છે અને કૃતજ્ઞતા ગુણ વડે સ્વાર્થવૃત્તિમાંથી મુક્ત થવાની જીવની સહજયોગ્યતાનો વિકાસ થાય છે. કૃતજ્ઞતા એ પરોપકાર માટેની પૂર્વભૂમિકા પૂર્વ તૈયારી છે. પરોપકારગુણના માલિક બનવા માટેની તે પૂર્વ તાલીમ છે. તેનાથી થયેલો યોગ્યતાનો વિકાસ પરોપકારગુણમાં પરિણમે છે. પરોપકારને સારો માનનાર કૃતજ્ઞ કહેવાય છે. જે જેને સારું માનતાં શીખે, તે તેને કાળક્રમે પણ અપનાવ્યા વિના ન રહે પરોપકાર કૃતજ્ઞતાગુણ જેમ “કૃત” એટલે “કરેલાનું', બીજાએ આપણા ઉપર કરેલા ઉપકારોનું અર્થાત્ પરોપકારનું સ્મરણ કરાવે છે, તેમ પરોપકાર પણ પરના આપણા ઉપર થતા ઉપકારોનું સ્મરણ એટલે કૃતજ્ઞતાનું સ્મરણ કરાવે પરોપકાર એ સ્વોપકારનું અણમોલ સાધન છે, જેમ પરોપકાર સ્વાપકારનું કારણ છે. અનુપ્રેક્ષાકિરણ ૫ riff Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy