________________
પ્રથમપદના સાત અક્ષરો
શ્રી નવકારના પ્રથમપદના સાત અક્ષરોનું શ્વેતવણે ધ્યાન કરવાનું છે. તે શ્વેતવર્ણમાં સાત રંગ રહેલા છે, તે સૂર્યના સાત ઘોડા સ્વરૂપ છે. એટલે પ્રથમપદના જાપથી તે પદના સાત અક્ષરો સાત ઘોડારૂપ બનીને આત્મરૂપી સૂર્યનો સંબંધ કરાવે છે.
આત્મા એ સૂર્ય છે. તેના જ સાત ઘોડા એ સાત વર્ગો છે, તેને તે સાત ઘોડાને જાણે કે સાત અક્ષરોમાં વર્ણવ્યા છે.
પ્રથમપદનું ધ્યાન એ સાત અશ્વવાળા સૂર્યનું ધ્યાન છે. સૂર્ય એ આત્માનું પ્રતીક હોવાથી શુદ્ધ આત્માનું જ ધ્યાન છે.
શુદ્ધ આત્માનું ધ્યાન કરાવનાર હોવાથી પ્રથમપદનો મહિમા અવર્ણનીય છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી ફરમાવે છે કે -
यदीच्छेद् भवदावाग्नेः समुच्छेदं क्षणादपि । स्मरेत् तदाऽऽदिमंत्रस्य, वर्णसप्तकमादिमम् ॥
યોગશાસ્ત્ર, પ્રકાશ-૮ અર્થ - જો ભવરૂપી દાવાનળનો એક ક્ષણમાં જ સમૂળ ઉચ્છેદ કરવાની ઈચ્છા હોય તો આદિમંત્ર (શ્રી નવકાર)ના પહેલા પદના સાત અક્ષરોનું સ્મરણ કરો. કૃતજ્ઞતા અને પરોપકારનો મહામંત્ર
કૃતજ્ઞતા વિનાનો પરોપકાર એ અહંકાર છે અને પોપકાર વિનાની કૃતજ્ઞતા એ માયાચાર છે. પરોપકારને નિરહંકાર બનાવવા માટે કૃતજ્ઞતાભાવની જરૂર છે.
કૃતજ્ઞતાગુણને કેવળ શિષ્ટાચારરૂપ નહિ બનાવવા અને મિથ્યાચારરૂપ બનતા અટકાવવા માટે પરોપકારગુણની આવશ્યકતા છે.
પરોપકારથી કૃતજ્ઞતા ચરિતાર્થ થાય છે અને કૃતજ્ઞતાથી પરોપકાર ધર્મરૂપ બને છે. સાચી સમજણ
'तुभ्यंनमस्त्रिभुवनार्तिहराय नाथ !' ત્રણભુવનના જીવોની પીડાને હરનારા હે નાથ ! તમને નમસ્કાર થાઓ. જે પ્રભુના ધર્મ વડે ત્રણ ભુવનના જીવોની પીડા ઓછી થતી હોય તો જ આ પ્રભુસ્તુતિ સાર્થક થાય.
જે પ્રભુના સેવેલા કે ઉપદેશેલા ધર્મથી અન્યજીવોની પીડા દૂર થાય તો તે જ ધર્મનું સેવન કરનારા બીજાઓના ધર્મથી પણ એ કાર્ય થવું જોઈએ કેમ કે ધર્મપણું સરખું છે.
આપણા ધર્મથી યોગ્યતા મુજબ સાક્ષાત્ કે પરંપરાએ ત્રણેલોકના જીવોને સુખ થાય છે અને ત્રણલોકના જીવોનાં દુઃખોનો ઘટાડો થાય છે, એવી સમજણ ઊગે તો ધર્મ કરતી વખતે ધર્મ કરનારમાં અનેરું બળ પ્રગટે. બધાં પાપોનું મૂળ
પોતાના ધર્મથી પોતાને જ લાભ અને બીજાને કાંઈ નહિ, એ વિચાર જીવને કૃતજ્ઞતાગુણ અને પરોપકારગુણ એ બેથી વંચિત રાખે છે. બીજાના ધર્મથી થએલા ઉપકારનો તેમાં અપલોપ થાય છે અને બીજા ઉપર ઉપકાર કરવાના પોતાના પરિણામનો અભાવ થાય છે. બધાના ઉપકાર લેવાનું રહે છે, કરવાનું રહેતું નથી. તેથી એકલી સ્વાર્થવૃત્તિ દઢ થાય છે. અને સ્વાર્થવૃત્તિ જ બધાં પાપોનું મૂળ છે.
સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ પN
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org