________________
એ જ્ઞાન અને દર્શન પાછું પોતાના આત્મામાં રમણ કરાવનારું વર્તન લાવી આપે છે. વાત્માનધિત્વ પંવારના આત્માને ઉદ્દેશીને પંચાચારના પાલનરૂપી અધ્યાત્મને મેળવી આપે છે.
સર્વ જીવોને આત્મતુલ્ય માનીને તેમની સાથે આત્મતુલ્ય વર્તનરૂપી વ્યવહાર એ જુસૂત્રનયનું અધ્યાત્મ છે.
પોતાનો અને સર્વનો આત્મા પરમાર્થથી પરમાત્મા તુલ્ય છે એમ માનીને પોતાના આત્મામાં જ પંચાચારનું પાલન તે શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતનયનું અધ્યાત્મ છે.
અધ્યાત્મમાં ચિત્તવિશુદ્ધિ જોઈએ અને યોગવિશુદ્ધિ પણ જોઈએ. | ચિત્તની વિશુદ્ધિ જેમાં પ્રધાન છે અને યોગની વિશુદ્ધિ તેના કારણરૂપે હોઇને ગૌણ છે તે વ્યવહાર અને જુસૂત્રનયનું અધ્યાત્મ છે.
ચિત્તની વિશુદ્ધિ જેમાં કારણ હોઈ ને ગૌણ છે અને યોગની વિશુદ્ધિ જેમાં મુખ્ય છે તે શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નયની દષ્ટિએ અધ્યાત્મ છે.
આ રીતે નય વિભાગને યથાર્થપણે સમજીને સ્યાદ્ધદષ્ટિથી સમન્વય સાધીને જ કોઈ સ્વરૂપમાં વિશ્રાન્ત થવા માટેના પ્રયત્નમાં લીન છે તે અધ્યાત્મનું ભાજન થાય છે. સર્વ જીવોનો ઉપકાર
સર્વ જીવો હિતચિંતા માટેનું આલંબન પૂરું પાડે છે માટે નિશ્ચયથી માનનીય આદરણીય છે. તેમની હયાતીમાત્ર જ્ઞાનીને સ્વકલ્યાણમાં નિમિત્ત બને છે તેથી ઉપકારદષ્ટિથી અને ગુણદષ્ટિથી જોવાલાયક
ગુણ કરનારા હોવા છતાં ગુણદષ્ટિએ ન જોવાય તો કૃતજ્ઞતાગુણ હણાય છે. અજ્ઞાની ઉપકારીને પણ ઉપકારી તરીકે જાણતો નથી.
જ્ઞાની ઉપકાર ન કરનારા છતાં ઉપકારમાં નિમિત્ત બનનારને પણ ઉપકારી તરીકે જાણે છે. પૂજા, દાન અને આત્મભોગા
વન્ To worship પૂજા, દાન અને ભોગ એ ત્રણ અર્થ યજૂ ધાતુના થાય છે, તેમાં છેલ્લો અર્થ મહત્ત્વનો છે. “નમો' પદ પણ પૂજા અર્થમાં હોવાથી દાનાર્થે, પૂજનાર્થે અને આત્મભોગાર્થે યોજી શકાય છે.
નમો’ પદ વડે શ્રી પરમેષ્ઠિઓની ભાવપૂજ, પરમેષ્ઠિઓને સન્માનનું દાન અને પરેષ્ઠિઓમાં આત્માનું વિસર્જન સધાય છે.
એક સાચો નમસ્કાર આ ત્રણે અર્થોની સિદ્ધિ કરે છે. નમો’ પદ અને તેની પુનઃ પુનઃ ભાવના વડે બહારથી નાના બનાય છે અને અંદરથી મોટા થવાય છે.
બહારથી નાના થનારને કષાયોનાં આકર્ષણ નથી અડતાં, અંદરથી મોટા થનારને કષાયોના હુમલા નથી નડતા.
એ રીતે જે શ્રી નવકારને ભાવિત કરવા પ્રયત્ન કરશે તેને તેના પ્રથમપદના સાત અક્ષરોમાં અપૂર્વ ચમત્કાર દેખાશે, સર્વ તીર્થંકર, ગણધરોનાં આંતરદર્શન થશે.
સર્વમંત્ર અને વિદ્યાઓની સિદ્ધિ થશે.
IN
અનુપ્રેક્ષાકિરણ ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org