________________
નમસ્કારભાવ વડે તે યોગ્યતા વિકસિત થાય છે અને ધર્મ તથા ધર્માત્માઓ સાથે સંબંધ કરાવે છે.
ધર્મ તથા ધર્મી આત્માઓનો સંબંધ સમત્વભાવ (સૌમ્ય ગુણ) ને વિકસાવે છે અને સમત્વભાવની વૃદ્ધિ પરોપકારભાવને ઉત્તેજિત કરે છે.
પરસ્પર સહાય અને શુભેચ્છા વિના કોઈપણ જીવની પ્રગતિ થઈ શકતી નથી. આ કાર્ય શત્રુતાથી નહિ પણ મિત્રતાથી જ થઈ શકે છે.
નમસ્કારભાવ એ મિત્રતા કેળવવાનું અમોઘ સાધન છે.
જીવ નમવા માંડે એટલે એને મિત્રો મળવા માંડે એ સનાતન નિયમ છે. મિત્રો શુભેચ્છા લઈને જ આવે છે. એમ પરસ્પર શુભેચ્છાની વૃદ્ધિ થવાથી ઔદાર્યભાવ વિકસે છે. આ બધાનું મૂળ નમસ્કારભાવ છે.
નમસ્કારભાવ કેળવવાનો મોટો મંત્ર “નમો અરિહંતાણં છે.
જેઓ ભાવથી એ મંત્રનું નિત્ય સ્મરણ કરે છે, તેઓની અપાત્રતા નાશ પામે છે, પાત્રતા વિકસે છે, કર્મનો સંબંધ ઘટે છે, ધર્મનો સંબંધ વધે છે, સ્વાર્થવૃત્તિ ઘટે છે, પરાર્થવૃત્તિ વધે છે, ચિત્તની સંકુચિતતા નાશ પામે છે, વિશાળતા વધે છે, પરિણામે કર્મક્ષય થાય છે અને પરંપરાએ મોક્ષ મળે છે. નમો પદથી શાન્તિ, તુષ્ટિ અને પુષ્ટિ
વિષયોના રાગથી થતી અશાન્તિ “નમો' પદના જાપથી ટળે છે. નમો' પદના જાપ વડે સુદ્ર વિષયોના રાગના સ્થાને પરમ પરમેષ્ઠિઓ પ્રત્યે રાગભાવ જાગે છે. પરમેષ્ઠિઓ પ્રત્યે ભક્તિરાગ તે વિષયોના રાગથી ઉત્પન્ન થતી અશાન્તિને ટાળે છે અને શાન્તિને પમાડે
ભોજન વડે ભૂખ ભાંગવાની સાથે જ જેમ શરીરમાં આરોગ્ય અને બળનો અનુભવ થાય છે, તેમ “નમો' પદના રટણથી વિષયાભિલાષ ટળવાની સાથે જ આત્માને તુષ્ટિ-પુષ્ટિ મળે છે.
નમો પદમાં ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાન-ત્રણેય સાથે રહેલાં છે. ભક્તિ એટલે પ્રેમ, વૈરાગ્ય એટલે વિષયોથી વિમુખતા અને જ્ઞાન એટલે સ્વરૂપનો બોધ સ્વરૂપના બોધથી બળ મળે છે જે પુષ્ટિના સ્થાને છે. ભક્તિથી પ્રેમ જાગે છે જે તુષ્ટિના સ્થાને છે અને વૈરાગ્યથી વિષયવિમુખતા થાય છે જે શાન્તિસ્વરૂપ છે.
નમો’ પદનો જાપ એ રીતે આધ્યાત્મિક “શાન્તિ' આધ્યાત્મિક “તુષ્ટિ અને આધ્યાત્મિક “પુષ્ટિ' નો હેતુ બને છે.
નમો' પદનો જાપ ચંદનની જેમ શીતળતા, સાકરની જેમ મધુરતા અને કંચનની જેમ શુદ્ધતા સમર્પે છે. શીતળતા શાન્તિકર છે, મધુરતા તુષ્ટિકર છે અને શુદ્ધતા પુષ્ટિકર છે. નમો પદ વડે વિષયોમાં વિરસપણાની અને પરમેષ્ઠિઓમાં સરસપણાની ભાવના કેળવાય છે. પંચવિષયો એ જ સંસાર છે અને પંચપરમેષ્ઠિઓ એ જ મોક્ષ છે. નમો’ પદ વિષયોને ભુલાવે છે અને નિર્વિષય-નિર્વિકારી એવા આત્માનું સ્મરણ કરાવે છે. અનાત્મા કરતાં આત્માનું મૂલ્ય અધિક છે એમ “નમો’ પદ સમજાવે છે. નમો પદ વડે અનાત્મભાવની વિસ્મૃતિ અને આત્મભાવની સ્મૃતિ જાગે છે. મોક્ષમાર્ગમાં ભાવના અને ધ્યાન, રાગાદિ દોષોના ક્ષય માટે અતિ ઉપયોગી મનાય છે. નમો અરિહંતાણં મંત્રમાં ‘નમો'પદ ભાવનાનું ઉત્પાદક છે અને “અરિહંતાણં' પદ ધ્યાનનું સાધન છે. અનુપ્રેક્ષાકિરણ ૩
છે૩૧૭ વર્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org