SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રસાધનાના પરિમામે આત્મસાક્ષાત્કાર થતાં, તેના સંપર્કમાં આવનારા આત્માઓને પણ સત્યમાર્ગદર્શન કરાવી અનેક આપત્તિઓમાંથી તેમનો ઉદ્ધાર કરી શકે છે. મંત્રાસાધના એ રીતે માનવીના સર્વલક્ષી આધ્યાત્મિક વિકાસમાં ખૂબ જ સહાયભૂત થનારી હોવાથી અત્યંત આદરપૂર્વક કરવા યોગ્ય છે. શ્રી નવકારમંત્ર એ સર્વમંત્રોમાં શિરોમણિભૂત હોવાથી તેની સાધનામાં અહર્નિશ રત રહેનારા મનુષ્યોને તે વિવેક, વૈરાગ્ય અને અંતર્મુખતા અપાવનાર તથા આધિ, વ્યાધિ અને ઉપાધિથી ઉગારનાર થાય છે. એટલું જ નહિ પણ મનની પર-અવસ્થા જે તુરીયાવસ્થા કહેવાય છે, તેને મેળવી આપનાર થાય છે. તુરીયાવસ્થાને અમનસ્કતા, ઉન્મનીભાવ અને નિર્વિકલ્પ ચિન્માત્રઅવસ્થા પણ કહે છે. તે અવસ્થામાં અતિદુર્લભ એવું આત્મજ્ઞાન થાય છે કે જે સકળ કલેશ અને કર્મથી જીવને હંમેશ માટે છુટકારો અપાવે છે. મનને જિતાડનાર 'નમો' મંત્ર મનને આત્માધીન બનાવવાની પ્રક્રિયા ‘નમો’ મંત્ર વડે સધાય છે. ‘નમો’ મંત્રનો ‘ન’ અક્ષર સૂર્યવાચક છે અને ‘મ’ અક્ષર ચંદ્રવાચક છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મ. કૃત એકાક્ષરી કોષ મંત્રશાસ્ત્રમાં સૂર્ય એટલે આત્મા અને ચંદ્ર એટલે મન ગણાય છે. એ દૃષ્ટિએ ‘નમો’ પદમાં પ્રથમસ્થાન આત્માને મળે છે. ‘મન’ પદમાં પ્રથમ સ્થાન મનને મળે છે. ‘નમો' મંત્ર વડે મનને પ્રથમસ્થાન જે સંસા૨પરિભ્રમણમાં પરિણમતું હતું, તે મટીને આત્માને પ્રથમસ્થાન મળવાથી સંસા૨પરિભ્રમણનો અંત આવે છે. મનનો માલિક આત્મા છે, પણ આત્માનો માલિક મન નથી એવું જ્ઞાન અને એવો બોધ ‘નમો’ પદના વારંવાર સ્વાધ્યાયથી થાય છે. ‘નમો’ પદપૂર્વક જેટલા મંત્રો છે, તે બધા આત્માને મનની ગુલામીમાંથી છોડાવનાર થાય છે. તે મન એ કર્મનું સર્જન છે. એટલે કર્મનાં બંધનમાંથી જેને છૂટવું છે, તેને સૌ પ્રથમ મનની આધીનતામાંથી છૂટવું પડશે. ‘નમો’ મંત્ર મન ઉપર પ્રભુત્વ અપાવનારો અને પ્રકૃતિ ઉપર વિજય અપાવનારો મંત્ર છે. ‘નમો’ મંત્ર આત્માભિમુખ બનાવે છે. બહિર્મુખ મનને આત્માભિમુખ બનાવવા માટેનું સામર્થ્ય ‘નમો’ મંત્રમાં છે. ‘નમો’ પદનો અર્થ આત્માને મુખ્યસ્થાન આપવું અને મન તથા ઉપલક્ષણથી વચન, કાયા, કુટુંબ, ધન આદિને ગૌણત્વ આપવું તે છે. ‘નમો’ પદનો વિશેષ અર્થ આત્મામાં જ ચિત્ત, આત્મામાં જ મન, આત્મા તરફ જ લેશ્યા, આત્માનો જ અધ્યવસાય, આત્માનો જ તીવ્ર અધ્યવસાય, આત્મામાં જ ઉપયોગ અને આત્મામાં જ તીવ્ર ઉપયોગ ધારણ કરવો તે છે. ત્રણેય ક૨ણો અને ત્રણેય યોગો આત્મભાવનાથી જ ભાવિત કરવા તે ‘નમો’ પદનો વિશેષ અર્થ છે. ‘નમો’ પદ કેવળ નમસ્કા૨રૂપ નથી, કિંતુ દ્રવ્યભાવ-સંકોચરૂપ છે. દ્રવ્યથી અને ભાવથી, દેહથી અને પ્રાણથી, મનથી અને બુદ્ધિથી, બાહ્મથી અને અંતરથી સંકુચિત થવું, તેમ જ એ દેહ-પ્રાણ, મન, બુદ્ધિ વગેરે અનુપ્રેક્ષાકિરણ ૩ ૩૦૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy