SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ બધામાં ચૈતન્યનું સંપાદન કરનાર આત્મતત્ત્વમાં જ વિલીન થવું, નિમતિ થવું તથા તન્મય, તત્પર અને તદ્રુપ થવું એ “નમો' પદનો રહસ્યાર્થ છે. “નમો' પદની સાથે શ્રી અરિહંત, સિદ્ધ, સાધુ આદિ પદોને જોડવાથી તેનો અર્થ અને આશય પણ આત્માની શુદ્ધ અવસ્થાઓને આગળ કરવાનો છે તથા તે અવસ્થાઓ વડે અવસ્થાવાન શુદ્ધ આત્માની અંદર પરિણતિ લઈ જઈ ત્યાં સ્થિર કરવાનો છે. આત્મારૂપી અર્થાકાર થઈ જવું તે જપનું ધ્યેય છે. કહ્યું છે કે- તળપદાવનમ્ ' અર્થાત્ “મંત્રનો જાપ મંત્રના અર્થની સાથે ભાવિત થવા માટે છે.' અનાત્મભાવ તરફ ઢળતા જીવને આત્મભાવ તરફ લઈ જવાનું કાર્ય “નમો' મંત્ર વડે સધાય છે. મન અનાત્મભાવ તરફ ઢળે છે, તેથી તે સંસારમાં જીવાત્માને લઈ જવાને માટે સેતુ બને છે. “નમો” એથી વિરુદ્ધ આત્મભાવમાં લઈ જવા માટે સેતુ બને છે. નમો’ પદ અંતરાત્મભાવનું પ્રતીક છે. અનાત્મભાવની શૂન્યતામાંથી આત્મભાવની પૂર્ણતામાં લઈ જવા માટે “નમો' મંત્ર સેતુ-પુલનું કાર્ય કરે છે. મન એ સંસાર છે. આત્મા એ મોક્ષ છે. મનનું વલણ સંસાર તરફથી વળી આત્મા તરફ થવું એ મોક્ષમાર્ગ છે અને તે જ “નમો' પદનું અભિપ્રેત છે. નમો પદરૂપી સેતુ “નમો' શબ્દ અર્ધમાત્રાસ્વરૂપ છે. ત્રિમાત્રમાંથી અમાત્રમાં લઈ જવા માટે અર્ધમાત્રા એ સેતુરૂપ છે. કર્મકૃત વૈષમ્ય એ ત્રિમાદ્રરૂપ છે. ધર્મકૃત ‘નમો' ભાવ એ અર્ધમાત્રારૂપ છે અને તેથી થતો પાપનો નાશ અને મંગલનું આગમન એ અમાત્રરૂપ છે. અમાત્ર એટલે અપરિમિત એવું આત્મસ્વરૂપ, રાગ, દ્વેષ અને મોહ એ ત્રિમાત્રરૂપ છે અને “નમો' એ અર્ધમાત્રરૂપ છે. અથવા ઔદયિકભાવના ધર્મો એ ત્રિમાત્રરૂપ છે. ક્ષયોપશમભાવના ધર્મો એ અર્ધમાત્રરૂપ છે અને ક્ષાયિકભાવના ધર્મો એ અમાત્રરૂપ છે. નમો’ મંત્ર વડે ઔદયિકભાવોના ધર્મોનો ત્યાગ થઈને ક્ષાયિકભાવના ધર્મો પ્રાપ્ત થાય છે અને તે પ્રાપ્ત થવામાં ક્ષયોપશમ ભાવના ધર્મો સેતુરૂપ બને છે. “નમો' મંત્ર મમત્વભાવનો ત્યાગ કરાવી સમત્વભાવ તરફ લઈ જાય છે, તેથી પણ તે સેતુરૂપ છે. નમો' મંત્ર નિર્વિકલ્પપદની પ્રાપ્તિ માટે અશુભ વિકલ્પોથી છોડાવી શુભ વિકલ્પોમાં જોડનાર થાય છે. તેથી પણ તેને સેતુની ઉપમા યથાર્થપણે ઘટે છે. નિર્વિકલ્પ ચિન્માન સમાધિ મંત્ર એટલે ગુહ્યભાષણ. જીવાત્માનું પરમાત્મા સાથે જે પદો વડે ગુહ્યભાષણ થાય તે પદોને મંત્રપદો કહે ગુહ્યભાષણ એટલે અન્ય કોઈની સાક્ષી વિના માત્ર આત્મા સાક્ષીએ આત્માનો પરમાત્મભાવે સ્વીકાર. 'सर्वे जीवात्मनः तत्त्वतः परमात्मन एव ।' અર્થાત્ “સર્વે જીવાત્માઓ તત્ત્વથી પરમાત્મા છે' એ જાતિનું પોતાના આત્મામાં જ પોતાના શુદ્ધ સ્વરૂપનું મનન. એ મનનને જ મંત્રસંજ્ઞા પ્રાપ્ત થાય છે. “મનનામત્રઃ પુનઃ પુનઃ એ જાતિની મંત્રણા-ગુહ્ય કથની પોતાના N ૩૦૮ ત્રિલોચદીપક મહામંત્રાધિરાજ Jain Education International - with For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy