SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ * અનુપ્રેક્ષાકિરણ ૬ ધર્મવૃક્ષનું મૂળ નવકાર મૈત્રીભાવના આદ્ય ઉપદેખા, ધર્મમાત્રના ઉત્પાદક અરિહંત એ મૂળ છે અને તેઓ શ્વેતવર્ષે ધ્યાતવ્ય છે. તેને આચરણ, જ્ઞાન અને સાધના વડે સિદ્ધ કરનારા અને મૂળમાંથી ફળપર્યત પહોંચેલા એવા સિદ્ધભગવંતો છે, તેથી તેઓ રક્તવર્ગે ધ્યાન કરવા યોગ્ય છે. આચરણ એ પુષ્પ છે, તેથી આચાર્યો પીતવર્ષે ધ્યાન કરવા યોગ્ય છે. જ્ઞાન એ પત્ર છે, તેથી જ્ઞાનાભ્યાસમાં રત એવા ઉપાધ્યાયો નીલવર્ણ ધ્યાન કરવા યોગ્ય છે. સાધના એ સ્કંધરૂપ તેમ જ તેની શાખપ્રશાખારૂપ છે, તેથી સાધુપદ કૃષ્ણવર્ષે ધ્યાન કરવા યોગ્ય છે. એ રીતે થતું મૂળ, ફળ, પુષ્પ, પત્ર, શાખા, પ્રશાખા અને અંધનું ધ્યાન, ધર્મવૃક્ષના મૂળનું સિંચન કરે છે. તેના પરિણામે અમૈત્રીરૂપ મહામોહાંધકારનો વિલય થાય છે અને મૈત્રીરૂપ જળહળતા ધર્મપ્રકાશની પ્રાપ્તિ થાય છે. તે જ વસ્તુ મૂળમંત્રરૂપ નવકારના મંત્રવર્ગોમાં પ્રગટ થાય છે. મૈત્રીભાવના મૂર્તસ્વરૂપ બનીને મહામંત્રના અડસઠ અક્ષરો ભવ્યજીવોને ભવસાગર તરવાના તીર્થરૂપ બની રહે છે. એ રીતે મહામંત્ર સમસ્તસત્ત્વવિષયક સ્નેહપરિણામનો વિકાસ કરીને અનંત કાળથી અનંત જીવો ઉપર અનંત ઉપકાર કરતો રહ્યો છે. શાંતિ, સુષ્ટિ અને પુષ્ટિકારક નવકાર નમસ્કાર મંત્રમાં ભક્તિ, વિરક્તિ અને અનુભૂતિ એકીસાથે રહેલી છે. જેમ ભોજન વડે સુધાની નિવૃત્તિ, તેનાથી શાંતિ અને શરીરના બળવીર્યની વૃદ્ધિ, તેનાથી પુષ્ટિ તથા તે વડે મનને સંતોષ એટલે તુષ્ટિ એ ત્રણે ભોજનસમયે એકસાથે થાય છે; તેમ પરમેષ્ઠિનમસ્કારરૂપ ભોજન વડે પણ આત્માને આધ્યાત્મિકહ્યુધાની શાંતિ, આધ્યાત્મિકબળની વૃદ્ધિ અને આધ્યાત્મિકગુણની તુષ્ટિ અને શુદ્ધિ એકસાથે અનુભવાય છે. કહ્યું છે કે, भक्ति : परेशानुभवो विरक्तिः अन्यत्र एष त्रिक एककाले । प्रपद्यमानस्य यथाऽश्नतः स्युः तुष्टिः पुष्टिःक्षुदपायोऽनुग्रासम् ॥ જેમ ભોજનના પ્રત્યેક કોળીયે ભોજન કરનારને સુધાની નિવૃત્તિ, મનને તુષ્ટિ, સંતોષ અને શરીરને પુષ્ટિ એક કાળે થાય છે, તેમ પરમાત્માને શરણે જનારને શરણાગતિકાળે જ પરમાત્માની ભક્તિ, વિષયોથી વિરક્તિ અને આત્મતત્વની અનુભૂતિ એ ત્રણે એક જ સાથે થાય છે. નમસ્કારથી ગુણપ્રાપ્તિ અને દોષમુક્તિ એક મનુષ્ય જ્યારે બીજા મનુષ્યને આદરપૂર્વક નમે છે, ત્યારે તે પોતાનામાં રહેલા અપ્રગટગુણોને પ્રકટાવવા માટે, પ્રકટગુણવાળા બીજાને નમન કરતો હોય છે. બહારથી મસ્તક નમે છે પણ અંતરથી તો જેને નમે છે, તેનામાં પ્રકટપણે રહેલા ગુણોને મેળવવા માટે ઉત્સાહ બતાવે છે, આંતરિક લાગણીને અભિવ્યક્ત કરે છે. પરમેષ્ઠિનમસ્કાર પણ તે જ ભાવનો સૂચક છે. પરમેષ્ઠિઓમાં જે ગુણો પ્રગટપણે છે, તે જ ગુણો મારામાં અપ્રગટપણે રહેલા છે તેનું સ્મરણ, ચિંતન અને ધ્યાન નમસ્કારની ક્રિયાથી સતત થતું રહે છે, તેથી તે તે ગુણો ક્રમશઃ નમસ્કાર કરનારમાં આવિર્ભાવ પામે છે. નમસ્કાર્યને નમસ્કાર એ મોક્ષનું બીજ છે, તેમ નમસ્કાર્યને અનમસ્કાર એ સંસારવૃક્ષનું બીજ છે. અનુપ્રેક્ષાકિરણ દ ૪૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy