________________
કૃતજ્ઞતા
ઋણના ભાવ વિના કૃતજ્ઞતા કે પરોપકારગુણ સ્પર્શી શકે જ નહિ.
‘નમો’ભાવનું વાચ્ય જે નમ્રપણું, તે ૠણભાવનો સ્વીકાર કર્યા વિના તત્ત્વતઃ સ્પર્શી શકે નહિ.
નમ્રતા એ સાધનાની પાયાભૂત વસ્તુ છે.
ગયો.
કૃતજ્ઞતા વિનાનો પરોપકાર સ્વાર્થભાવ માટે જ થાય છે, એથી તે મોક્ષના સાધનભૂત ન થઈ શકે.
કૃતજ્ઞતા શબ્દમાં પરોપકારનો ભાવ સમાઈ જાય છે.
કૃતૠણ, શ—જ્ઞાન, તા=ભાવ.
ઋણના સમ્યજ્ઞાનનો સદ્ભાવ તેનું નામ કૃતજ્ઞતા.
કૃતજ્ઞતામાં દર્શન અને જ્ઞાન, તત્ત્વપૂર્વક ચારિત્ર એટલે પરોપકાર. કૃતનું સમ્યજ્ઞાન હોયત્યાં જ સમ્યગ્દર્શન પણ ઘટે.
કૃતજ્ઞતાભાવ વિનાનો પરોપકાર અનંતવાર કર્યો, પણ તે સમ્યજ્ઞાન, દર્શન વિનાનો હતો માટે નિષ્ફળ
ભવચક્રમાં પ્રત્યેક જીવ વડે જે ઉપકાર થયો છે, તેનો અનંતાંશ પણ શી રીતે વળી શકે ? તે ઉપરાંત સમ્યગ્દષ્ટિ, સર્વવિરતિ, પરમેષ્ઠિ આદીના ઉપકારની તો વાત જ શી. ?
ૠણ અમર્યાદ, અનંત, અનાદિ, દુષ્પ્રતિહાર્ય છે અને તેનો વિચાર માનરૂપી પર્વતને ભેદવા માટે દંભોલિવજ સમાન છે.
તે ૠણનો એક જ પ્રતિકાર છે અને તે ‘નમો’ભાવ. ભાવમાં તે આપવાનું છે અલ્પ અને મળે છે અનંત.
નમસ્કાર ભાવ આત્માને મનની આધીનતામાંથી છોડાવે છે.
મંગળ ઉત્તમ અને શરણની સિદ્ધિ
મનને આત્માધીન બનાવવાની પ્રક્રિયા નમસ્કાર ભાવમાં છૂપાયેલી છે. ધર્મની અનુમોદનારૂપ નમસ્કાર એ ભાવધર્મ છે.
અન્યનો આભાર ન માનવામાં કૃપણતા દોષ કારણ ભૂત છે.
નમસ્કાર ભાવ એ સમ્યગ્દૃષ્ટિને મન સદ્ભવ છે. સમ્યજ્ઞાનીને મન સદ્ગુરૂ છે અને સભ્યચારિત્રીને મન
સધર્મ છે.
નમસ્કાર ભાવ સિવાય માનસિક ભેદભાવ ટળતો નથી. અને તે ન ટળે ત્યાં સુધી અહંકાર ભાવ ગળતો નથી. અહંકારનું ગળવું એજ ભેદભાવનું ટળવું છે.
ભેદભાવ ટળ્યા વિના અને અભેદ-ભાવ આવ્યા વિના જીવ જીવને જીવરૂપે કદીયે ઓળખી શકતો નથી. આવકારી શકતો નથી. ચાહી શકતો નથી.
ભેદ ભાવને ટાળવાનું અને અભેદ ભાવને સાધવાનું સનાતન સાધન ‘નમો’ પદ છે.
‘નમો’ પદરૂપી અદ્વિતીય સાધન વડે જીવ પોતાની યોગ્યતાને વિકસાવે છે. અને અયોગ્યતાને ટાળે છે. યોગ્યતાના વિકાસ વડે રક્ષણ થાય છે. અયોગ્યતા ટળવાથી વિનાશ અટકે છે.
અરિહંતોનો નમસ્કાર ભાવ શત્રુઓને હણે છે. અરિહંતોનો નમસ્કાર યોગ્યતાને લાવે છે. અરિહંતોનો નમસ્કાર વિનાશને અટકાવે છે.
ભાવ શત્રુઓના નાશથી મંગળ થાય છે. યોગ્યતાના વિકાસથી ઉત્તમતા મળે છે. અને વિનાશના અટકવાથી શરણની પ્રાપ્તિ થાય છે.
નમસ્કારથી મંગળ, ઉત્તમ અને શરણ એ ત્રણે અર્થોની સિદ્ધિ થાય છે.
૪૨૦
Jain Education International
For Private & Personal Use Only
ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
www.jainelibrary.org