SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈતન્યને નમન પિંડમાં અર્થાત દેહ પ્રત્યે સ્નેહ છોડી આત્મા પ્રત્યે આદર ધારણ કરવો અને બ્રહ્માંડમાં-પુગલમાત્ર પ્રત્યે રાગ છોડી જીવમાત્ર પ્રત્યે અનુરાગ ધારણ કરવો તે નમસ્કારનું કાર્ય છે. જેને નમવામાં આવે છે. તે પંચપરમેષ્ઠિ પુદ્ગલથી વિરક્ત છે, ચૈતન્ય પ્રત્યે અનુરક્ત છે. તેઓને ભાવથી નમનાર પુદ્ગલ પ્રત્યે વિરક્ત અને ચૈતન્ય પ્રત્યે અનુરક્ત બને છે. કામ, ક્રોધ અને લોભની ઉત્પત્તિ પુગલના અનુરાગથી થાય છે. ચૈતન્યના પ્રેમથી શમ-દમ-સંતોષાદિ ગુણો પ્રગટે છે. જડ એટલે લાગણીશૂન્યતા અને ચૈતન્ય એટલે લાગણીયુક્તતા. લાગણીયુક્તને નમવાથી લાગણી પ્રગટે છે. લાગણીશૂન્યને નમવાથી લાગણીશૂન્યતા-જડતા પ્રગટે છે. લાગણી એટલે નેહ, દયા, હિતબુદ્ધિ, હિતભાવ. જેનાથી ઉપકાર થવો ત્રણેય કાળમાં શક્ય નથી, તેને નમતા રહેવું તે અજ્ઞાન છે, મોહ છે અને અવિવેક છે. ચૈતન્યને નમવું તે જ જ્ઞાન અને વિવેકનું ફળ છે. ચૈતન્યને નમવું તે જ હિત, સુખ અને કલ્યાણનું કારણ છે. જડને નમવું તે અહિત, અસુખ અને અકલ્યાણનું કારણ છે. નવકાર એ ચૈતન્યને નમન છે. અને જડપ્રત્યે અનમન છે. નવકારથી ચૈતન્યનું બહુમાન અને જડનું ઔદાસીન્ય કેળવાય છે. નવકાર વડે અખિલ બ્રહ્માંડના નાયક પરમેષ્ઠિભગવંતો સાથે સુદ્ર જણાતો માનવ પણ સ્નેહનો સંબંધ બાંધી વિરાટ બની શકે છે, એ વિશ્વનું મોટામાં મોટું આશ્ચર્ય છે. જ્ઞાન-ફિક્યા ઉભયથી ફળસિદ્ધિ નમસ્કારમંત્ર મહાશત્રુતુલ્ય મિથ્યાત્વમોહનો નાશ કરે છે અને પરમબાંધવતુલ્ય સમ્યકત્વરત્નની પ્રાપ્તિ કરાવી આપે છે. તે કાર્ય બીજી વસ્તુથી શક્ય નથી. તેથી તે મહોપકારી છે. દુર્ગતિરૂપ જેલ કાપી આપે છે અને સદ્ગતિરૂપ મહેલ મેળવી આપે છે તેથી પણ પરમોપકારક છે. ચમત્કારથી નમસ્કાર' એ લૌકિક કહેવત છે, પરંતુ “નમસ્કારથી ચમત્કાર' એ લોકોત્તર સત્ય છે. નમસ્કાર એ સાધના છે. સાધના વિના જે સિદ્ધિ મળતી હોત તો ચારગતિમાં પરિભ્રમણ હોત નહિ. સિદ્ધિગતિ એ સાધનાનું ફળ છે. ઔષધના જ્ઞાનમાત્રથી રોગી, નીરોગી થતો નથી. ક્રિયા હાથ-પગ છે અને જ્ઞાન માથું છે. જો માથું મોટું હોય અને હાથ-પગ દૂબળા હોય તો કોઈ કાર્ય થઈ શકે નહિ. જાણેલું અમલમાં મૂકાય તો જ કાર્યસિદ્ધિ થાય. સર્વશ્રેષ્ઠ પુણ્યનો પ્રકાર નવકાર એ નવમું પુણ્ય છે. પ્રથમનાં આઠ પુણ્ય પરિમિત છે, જ્યારે નવમું પુણ્ય અપરિમિત છે અને બીજાં આઠેય પુણ્યોને પણ અપરિમિતિ બનાવે છે. પાપમય સંસારમાં નિષ્પાપજીવન બનાવવા માટે પ્રથમ સાધન પુણ્યનું આચરણ છે. જેનાથી પરને હિત થાય-સુખ થાય તે પુણ્ય છે. જેનાથી પરને અહિત થાય-દુઃખ થાય તે પાપ છે. પરપીડાથી બચવા માટે અને પરહિતની સાથે સ્વહિત સાધવા માટે અનન્ય ઉપાય પુણ્યનું આચરણ છે. પ્રથમના આઠ પ્રકારનાં પુણ્યથી પરનું જે હિત થાય છે, તે અલ્પ હોય છે- અલ્પકાળ માટે હોય છે. અનલ્પ અને સર્વકાલીનહિત પંચપરમેષ્ઠિભગવંતો કરી રહ્યા છે. તેમને પ્રણામ, તેમનો આદર અને તેમના પ્રત્યે હાર્દિકભક્તિ, તે નવમું પુણ્ય છે. એ પુણ્યનું આચરણ તે સૌથી મોટું સુકૃત છે. ૩૪૪ રૈિલોક્યદીપક મહામંત્રાધિરાજ * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy