SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ એ સુકૃતની ઉપેક્ષા કરનાર બીજાં સર્વ પ્રકારનાં સુકૃત કરે, તોપણ પરમસુકૃતવંતની જાયે-અજાણ્ય ઉપેક્ષારૂપ મોટું પાપ કરે છે. તેથી “ખાળે ડૂચા અને (પાપના) દરવાજા ખુલ્લા” જેવું થાય છે. તેનાથી બચવા માટે અને પરમસુકૃતમય બનવા માટે નવમું પુણ્ય અનિવાર્ય છે. નવમું નમસ્કારરૂપી પુણ્ય જેનાં મન-વચન-કાયામાં સદા વર્તમાન છે તે આત્મા નિર્ભય છે. પછી તેને પાપનો કે પાપનાં ફળરૂપ દુર્ગતિનાં દુઃખોનો ભય રહેતો નથી. દુર્ગતિનો મૂળ હેતુ આd રૌદ્રધ્યાનનું સેવન છે. આર્તધ્યાન સ્વપીડાવિષયક હોય છે, રૌદ્રધ્યાન પરપીડાવિષયક હોય છે. નવમું પુણ્ય આર્ત-રૌદ્રરૂપી અશુભધ્યાનનું પ્રતિપક્ષી છે, કેમ કે તે દ્વારા જે પરમેષ્ઠીઓનું સન્માન થાય છે તે ધર્મધ્યાન અને શુક્લધ્યાનના ભંડાર છે. ધર્મધ્યાન એ સર્વજીવવિષયક શુભધ્યાન છે. તે વડે રૌદ્રધ્યાનનો પ્રતિકાર થાય છે. શુક્લધ્યાન સ્વશુદ્ધાત્મવિષયક શુભધ્યાન છે. તે વડે આધ્યાનનું નિવારણ થાય છે. આર્તધ્યાન સ્વવિષયક અપૂર્ણતાના ભાનમાંથી પ્રગટે છે. તેનું નિવારણ આત્મદ્રવ્યની પૂર્ણતાનાં જ્ઞાન અને ભાન વડે થાય છે. તે વડે અપૂર્ણતાની ભાવનામાંથી જન્મતા રોગ-શોક-ભય-ચિંતા-હર્ષ-વિષાદાદિ વિકારો શમી જાય છે. જેવી રીતે સ્વઆત્મદ્રવ્ય સર્વથા સર્વદા પૂર્ણ છે, તેવી જ રીતે સર્વ જીવદ્રવ્યો નિશ્ચયથી તેવા જ છે. એ વિચારથી કર્મકૃત અપૂર્ણતા કે વિષમતાનું જ્ઞાનભાન વિલીન થઈ જાય છે. એટલું જ નહિ પણ એ અપૂર્ણતાને કારણે થતી ભૂલો તરફ ક્ષમાવૃત્તિ અને ઔદાર્યવૃત્તિ સહજ બને છે અને તે ધર્મધ્યાન છે. આ રીતે નવમું પુણ્ય આર્ત-રૌદ્રધ્યાનનું નિવારણ કરવામાં અને ધર્મ-શુક્લધ્યાનને પુષ્ટ કરવામાં પરમપુષ્ટ નિમિત્ત બને છે. સર્વ જીવો આત્મસમ છે, એ ધર્મધ્યાનનું બીજ છે અને સ્વજીવ નિશ્ચયથી સિદ્ધસમ શુદ્ધ, બુદ્ધ અને પૂર્ણ છે એ ભાવના શુક્લધ્યાનનું બીજ છે. પંચપરમેષ્ઠિભગવંતો સર્વ જીવો પ્રત્યે આત્મભૂત-આત્મતુલ્યભાવને ધારણ કરનારા હોય છે અને પોતાના આત્મામાં પરમાત્મપણાનું શુદ્ધભાવન કરી પરમાત્મપદને પામેલા અને પામનારા છે. તેથી તેઓનું બહુમાન. સન્માન, આદરમાન જે નવકાર વડે થાય છે, તે નવકાર પરમપુણ્યરૂપ છે સર્વ પુણ્યોમાં શ્રેષ્ઠ અને જ્યેષ્ઠ પુણ્યસ્વરૂપ છે. એ પુણ્યનું સેવન ભવચક્રનો અંત લાવનાર છે, કેમ કે એક બાજુ તે શુભક્રિયાનું આસેવન છે અને બીજી બાજુ તે આત્માની શુદ્ધ, બુદ્ધ, નિત્ય અને નિરંજનાદિ અવસ્થાઓનું જ્ઞાન-ધ્યાન-સન્માનાદિ, કરવા-કરાવવા-અનુમોદવા દ્વારા, મિથ્યાત્વમોહનીયાદિ દુષ્ટ કર્મપ્રવૃત્તિઓને ક્ષીણ કરે છે. કહ્યું છે કે આતમજ્ઞાને મગ્ન છે, તે સવિ પુગલનો ખેલ રે ઇન્દ્રજાળ કરી લેખવે, ન મિલે ત્યાં દેઇ મન મેલ રે. જાણ્યો ધ્યાયો આતમા, આવરણ રહિત હોય સિદ્ધ રે, આતમ જ્ઞાન તે દુ:ખ હરે, એવી જ શિવહેતુ પ્રસિદ્ધ રે. (ખંડ ચોથો, ઢાળ ૭મી, શ્રીપાળરાસ) આજ્ઞાપાલનથી ધર્મ અને મોક્ષ મોક્ષની ઇચ્છા એટલે આજ્ઞાપાલનનો અધ્યવસાય. આજ્ઞાપાલનનો અધ્યવસાય એ સ્વચ્છંદતાથી મુક્તિ અનુપ્રેક્ષાકિરણ ૪ છે૩૪પ પS ૩૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy