SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધના થાય છે. તેથી બંને સમાન ફળની પ્રાપ્તિના અધિકારી બનાવે છે. જે ફળ ચૌદપૂર્વના અધ્યયન વડે પમાય છે, તે જ ફળ શ્રી નવકારના અધ્યયન વડે પમાય છે. તે ફળનું બીજું નામ “ચિત્તશુદ્ધિ" છે, તેને ભાવવિશુદ્ધિ પણ કહે છે. ભાવવિશુદ્ધિનું મૂળ નિર્મળ સ્નેહપરિણામ છે અને તેનું પણ મૂળ આત્મદ્રવ્યનું અચિજ્યમાહાસ્ય અને તેનું જ્ઞાન છે. દ્રવ્યથી આત્મા જ એવો મહિમાવંતો છે કે તેના પ્રત્યે કરેલો સ્નેહ અનંત લાભનું કારણ બને છે. અનંતઅવ્યાબાધસુખનું કારણ પણ આત્મસ્નેહ છે. આત્મા જ ઉપાદેય છે, જોય છે અને ધ્યેય છે. જાણવાલાયક પણ આત્મા છે અને આદર આપવાલાયક પણ એક આત્મતત્ત્વ જ છે. તે ચિન્મય અને આનંદમય છે, નિત્ય સ્વાધીન અને સર્વાધિક છે. નિજસ્વભાવનો લાભ નવકાર એ નિશ્ચયનયમાં નિશ્ચલપણું પામવાનો ઉપાય છે. નિશ્ચયનય એટલે શુદ્ધનય. શુદ્ધનયનો વિષય શુદ્ધ આત્મા, તેને વિષે નિશ્ચય અને એ નિશ્ચય વડે પ્રાપ્ત થતું નિશ્ચલપણું એ સમગ્ર દ્વાદશાંગીનો સાર છે. નવકાર એટલે પરમેષ્ઠિભગવંતો પ્રત્યે બહુમાનવાળો આત્મા, આત્માનો પરમેષ્ઠિબહુમાનવાળો પરિણામ, બહુમાન વડે કથંચિત્ અભેદભાવને પામેલો નિજાત્મા–એ જ ચૌદપૂર્વનો સાર છે. ચૌદપૂર્વ ત્રણ લોકનો સાર છે. ત્રણ લોકમાં સારભૂત દ્વાદશાંગી છે અને દ્વાદશાંગીનો સાર નિજ શુદ્ધ આત્મા છે. ત્રણ જગતથી આત્મા અધિક છે. આત્મા છે તો ત્રણ જગતનું જ્ઞાન છે. તે જ્ઞાનનો સ્વામી આત્મા એ ત્રણ જગતનો સ્વામી છે. શ્રી નવકારમંત્રરૂપે અડસઠ અક્ષરમય છે, વાચ્યાર્થરૂપે પંચપરમેષ્ઠિમય છે, લક્ષ્યઅર્થરૂપે નિજશુદ્ધઆત્મમય છે અને ઐદંપર્યાર્થરૂપે કર્મક્ષય અને નિર્જરામય છે. ફળસ્વરૂપે સર્વપાપપ્રણાશ અને સર્વોત્કૃષ્ટમંગળમય છે. શ્રી નવકારના વર્ણો વડે પરમેષ્ઠિઓનું વર્ણન છે અને એ વર્ણન વડે નિજાત્માનું શુદ્ધનયમાં પરિણમન છે. એ પરિણમન વડે પાપનો પ્રણાશ અને મંગળનું આગમન થાય છે. નિજસ્વભાવનો લાભ એ પરમોત્કૃષ્ટમંગળ છે. દુષ્યનનો નાશ નમસ્કાર સર્વપાપનો નાશક છે. બધાં પાપનું મૂળ આર્ત-રૌદ્રધ્યાન છે અને તેનું મૂળ ઇચ્છાઓનો વ્યાઘાત છે. શ્રી નમસ્કારમંત્ર ઇચ્છાજનિત આર્તધ્યાન અને મૂચ્છજનિત રૌદ્રધ્યાનરૂપી પાપનો નાશ કરી સર્વમંગળોમાં પહેલું મંગળ બને છે. શ્રી નવકારમાં ઈચ્છારહિત વીતરાગપુરુષોને વંદન છે અરે મૂર્છારહિત નિગ્રંથ મહાપુરુષોને વંદન છે. ઇચ્છા અને મૂચ્છરહિત થવાની અભિલાષાથી ઇચ્છા અને મૂચ્છરહિત થયેલા પુરુષો પ્રત્યે પૂજ્યભાવ પ્રગટાવનાર નમસ્કારમંત્ર છે. તેથી ઈચ્છા અને મૂચ્છજનિત અશુભ ધ્યાનોનો નાશ કરી પ્રશસ્તઇચ્છાઓ અને પ્રશસ્તભાવનાઓ પ્રગટાવે છે તથા તે જ્યારે પ્રકર્ષપણાને પ્રાપ્ત થાય છે, ત્યારે સર્વમંગળોમાં પ્રધાનમંગળરૂપ બને છે. AN અનુપ્રેક્ષાકિરણ ૪ અનુપ્રેક્ષાકિરણ ૪ ૩૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy