________________
ચંપકવૃક્ષને સુગંધી જળના સિંચન વડે પુષ્પોદ્ગમ થાય છે. તિલકવૃક્ષ-સ્ત્રીના કટાક્ષવડે અંકુરિત થાય છે.
વિહરકવૃક્ષ-પંચમસ્વર વડે પુષ્પ-અંકુરાદિકનો ઉદ્ગમ કરે છે. ઇન્દ્રિયોની પ્રાપ્તિનો ક્રમ
પ્રથમ લબ્ધિઇન્દ્રિય પ્રાપ્ત થાય, ત્યારબાદ દ્રવ્યન્દ્રિય પ્રાપ્ત થાય, દ્રવ્યન્દ્રિયમાં પ્રથમ બાહ્ય તથા આંતર નિવૃત્તિ ઇન્દ્રિય પ્રાપ્ત થાય. પછી આંતર નિવૃત્તિ ઇન્દ્રિયની શક્તિરૂપ ઉપકરણેન્દ્રિયની પ્રાપ્તિ થાય. અને અને ઈન્દ્રિયાર્થ પરિચ્છેદ (ઇન્દ્રિયને વિષયનો પરિચ્છેદ) અર્થાત્ ઉપયોગ (અવબોધ) થાય છે. પરિષહોને નમાવનારા
માર્ગથી નહિ ડગવા માટે અને વિશેષ નિર્જરા કરવા માટે જે સહન કરવા યોગ્ય છે તે સુધા, તુષા, શીત, ઉષ્ણાદિ (૨૨) પ્રકારના પરિષહો છે તે સર્વ પરિષદોને શ્રી અરિહંતદેવો નમાવે છે. ઉપસર્ગોને નમાવનારા
પીડા પામવી અગર જે વડે પીડા પમાય તે ઉપસર્ગ. ઉપસર્ગ ચાર પ્રકારના છે: એક દેવથી થનારા, બીજા મનુષ્યથી થનારા, ત્રીજા તિર્યંચથી થનારા અને ચોથા આત્મસંવેદનીય.
તેમાં રાગ નિમિત્તે, દ્વેષ નિમિત્તે, તથા પરીક્ષા નિમિત્તે, અથવા એ ત્રણે નિમિત્તે દેવો તરફથી ઉપસર્ગ થાય
મનુષ્યો તરફથી પણ એ ત્રણ નિમિત્તો ઉપરાંત કુશીલપ્રતિસેવન નિમિત્તે પણ ઉપસર્ગો થાય છે. તિર્યંચો તરફથી ભય નિમિત્તે, દ્રષ નિમિત્તે આહાર નિમિત્તે તથા સંરક્ષણ નિમિત્તે ઉપસર્ગો થાય છે.
આત્મસંવેદનીય ઉપસર્ગ ચાર પ્રકારના છે: ૧. નેત્રમાં પડેલા કણાદિ ખેંચવા, ૨. અંગોનું રૂબ્ધિત થવું. ૩. ખાડા વગેરેમાં પડી જવું અને ૪. બાહુ વગેરે અંગોનું પરસ્પર અથડાવું. એ સર્વ પ્રકારના ઉપસર્ગોને શ્રી અરિહંતદેવો નમાવે છે. વશ કરે છે. યાવત્ સમૂલ નાશ કરે છે. કહ્યું છે કે -
रागबोसकसाए, इंदियाणि अ पंच वि । परिसहे उवसग्गे, नामयंता नमोऽरिहा ॥१॥ રાગ, દ્વેષ, કષાય, પાંચ ઇન્દ્રિયો, પરિષદો અને ઉપસર્ગોને શ્રી અરિહંતદેવો નમાવનારા છે તેથી નમસ્કારને યોગ્ય છે. વળી કહ્યું છે કે –
इंदियविसयकसाये, परिसहे वेयणाउवसग्गे । एए अरिणो हन्ता, अरिहंता तेण बुच्चंति ॥१॥
ઈન્દ્રિય, વિષય, કષાય, પરિષદ, વેદના અને ઉપસર્ગો એ અરિઓ (દુશ્મનો) છે. અરિઓને હણનારા હોવાથી શ્રી અરિહંતો” કહેવાય છે.
એ જ રીતે સર્વ જીવોના શત્રુસમાન આઠે પ્રકારનાં કર્મોને હણનારા હોવાથી પણ તેઓ અરિહંત કહેવાય છે. અથવા વન્દન, નમસ્કાર, પૂજા, સત્કાર અને સિદ્ધિગમનને યોગ્ય હોવાથી તેઓ “અહંત' કહેવાય છે. અથવા દેવ, અસુર અને મનુષ્યો દ્વારા ઉત્તમોઉત્તમ પૂજાને પાત્ર હોવાથી તથા ક્રોધાદિ દુશ્મનો તથા બધ્યમાન કર્મરૂપી રજ અને બદ્ધકર્મરૂપી મલને હણનારા હોવાથી અરિહંત' કહેવાય છે.
એ “અરિહંતો” ને કરેલો નમસ્કાર જીવને હજારો ભવથી છોડાવે છે. તથા ભાવપૂર્વક કરાતો તે નમસ્કાર બોધિ (શ્રી જિનધર્મ) ની પ્રાપ્તિ માટે થાય છે. “અરિહંતો' ને કરેલો નમસ્કાર ધન્યપુરુષોના ભવનો ક્ષય કરે છે તથા દ્ધયમાં રહેલો તે વિશ્રોતસિકા (દુર્ગાન) ને હરે છે એ રીતે “અરિહંત'ને કરેલો નમસ્કાર મહાઅર્થયુક્ત છે, એમ શ્રી જિનાગમોમાં વર્ણવેલ છે અને મરણના અવસરે અન્ય સર્વ કાર્યોનો ત્યાગ કરીને અનર્ણરત્નની જેમ એક
નમસ્કારની વસ્તુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org