SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ થતી હોવાથી અપ્રીતિજાતિમાં અંતર્ભાવ પામે છે અને લોભ એ વ્યવહાર નયના મતે રાગ છે જુસૂત્ર નયના મતે ક્રોધ જ અપ્રીતિરૂપ હોવાથી દૈષ છે. માન, માયા તથા લોભ પ્રીતિ-અપ્રીતિ ઉભયવિષયક હોવાથી રાગ-દ્વેષ ઉભયરૂપ છે. જેમકે, માન સ્વઅહંકાર વિષયક હોય ત્યારે રાગ અને પરગુણષવિષયક હોય ત્યારે દ્વેષ. એ જ રીતે માયા-લોભ માટે પણ સમજી લેવું. અર્થાતુ-આત્માને વિષે મૂચ્છની પ્રધાનતા હોય ત્યારે એ ત્રણે રાગ બને છે અને પરોપઘાતની પ્રધાનતા હોય ત્યારે એ ત્રણે દ્વેષ બને છે. શબ્દાદિ ત્રણ નયોના મતે માન અને માયા સ્વગુણોપકારમૂચ્છત્મક હોવાથી લોભ અર્થાત્ રાગ-સ્વરૂપ જ છે અને સ્વગુણોપકારરહિત એ જમાનાદિના અંશો અને ક્રોધ પરોપઘાતાત્મક હોવાથી દ્વેષ જ છે. ઇન્દ્રિયોને નમાવનારા “નિમ્ રૂન્દ્રિયમ્ ' ઇન્દ્ર એટલે જીવ તેનું લિંગ એટલે ચિહ્ન અર્થાત્ જીવને ઓળખાવનાર તે ઇન્દ્રિય અથવા “ક્રેન દુરં કૃષ્ટ !' એ પણ ઇન્દ્રિય શબ્દની વ્યુત્પત્તિ છે. આવરણનો અભાવ થવાથી સર્વ વસ્તુને જાણી શકે છે, તેમ જ નાનાવિધ ભવોમાં ભમતાં સર્વ વસ્તુનો ઉપભોગ પણ તેને થાય છે તેથી જીવ પરઐશ્વર્યવાન કહેવાય છે. એ પરમૈશ્વર્યના યોગથી તથા સર્વોપલબ્ધિના ભોગનો સંબંધ હોવાથી જીવને ઇન્દ્ર કહેવાય છે. તેનું લિંગ અગર ચિહ્ન તે ઇન્દ્રિય છે. અથવા બીજા શબ્દોમાં જીવવડે દેખાયેલ યા સરજાયેલ તે ઇન્દ્રિય છે. તેના પણ ચાર પ્રકાર છે, તેમાં નામ અને સ્થાપના સુગમ છે. દ્રવ્યેક્રિયા દ્રવ્યેન્દ્રિયના બે ભેદ છે એક નિવૃત્તિ અને બીજી ઉપકરણ. નિવૃત્તિના પાછા બે ભેદ છે: એક બાહ્ય અને બીજી આત્યંતર. બાલ્પનિવૃત્તિ અનેક પ્રકારની હોય છે. આભ્યન્તરનિવૃત્તિ બધાને સરખી હોય છે. આભ્યન્તરનિવૃત્તિરૂપ શ્રોસેંદ્રિય બધાની કબ જાતિના પુષ્પ જેવી હોય છે. ચક્ષુરિન્દ્રિય માંસના ગોળા જેવી અથવા મસુરના ધાન્ય જેવી હોય છે. પ્રાણેદ્રિય અતિમુક્તક પુષ્પ જેવી હોય છે. રસનેંદ્રિય સુરક એટલે અસ્ત્રાની ધાર જેવી હોય છે. અને સ્પર્શનેન્દ્રિય સૌ સૌના શરીરની આકૃતિ પ્રમાણે વિવિધ પ્રકારની હોય છે. આત્તરનિવૃત્તિઈન્દ્રયની શક્તિ તે ઉપકરણેન્દ્રિય છે. વાતપિત્તાદિ દોષોવડે તે શક્તિનો ઉપઘાત થાય તો આન્તરનિવૃત્તિ ઇન્દ્રિયની હયાતિમાં પણ શબ્દાદિ વિષયોનું ગ્રહણ થઈ શકતું નથી. ભાવેન્દ્રિય ભાવેન્દ્રિય બે પ્રકારે છેઃ એક લબ્ધિસ્વરૂપ અને બીજી ઉપયોગસ્વરૂપ. ઇન્દ્રિયાવરણ કર્મનો ક્ષયોપશમ તે લબ્ધિઇન્દ્રિય છે અને શબ્દાદિ વિષયોમાં ઈન્દ્રિયોને થતો પરિચ્છેદ (જ્ઞાન) તે ઉપયોગઇન્દ્રિય છે. લબ્ધિઇન્દ્રિય હોય તો જ દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થાય છે. ઉપયોગઇન્દ્રિયની અપેક્ષાએ સર્વ જીવો એકેન્દ્રિય છે, કારણ કે-એક કાળે બે ઇન્દ્રિયોનો ઉપયોગ કોઈને હોતો નથી. લબ્ધિઇન્દ્રિયની અપેક્ષાએ સર્વ જીવો પંચેદ્રિય છે. કેમકે બકુલાદિ વનસ્પતિઓને વિષે બીજી ઇન્દ્રિયોનો પણ ઉપલંભ થાય છે. જીવોનો એકેન્દ્રિયાદિ વ્યવહાર દ્રવ્યેન્દ્રિયોની અપેક્ષાએ થાય છે. બાધેન્દ્રિયરહિત છતાં લબ્ધિઇન્દ્રિયવડે સર્વ જીવો પંચેન્દ્રિય હોય છે, કારણ કે બકુલાદિ વનસ્પતિઓમાં પાંચે ઇન્દ્રિયોનો ક્ષયોપશમ પ્રત્યક્ષ થાય છે. તેની વિશેષ સમજ એ છે કે બકુલ-વૃક્ષ શૃંગારયુક્ત સુંદર સ્ત્રી મદિરાનો કોગળો કરે અગર તેના શરીરવડે સ્પર્શ કરે અગર ઓષ્ઠવડે ચુંબન કરે તો ફળે છે. એજ રીતે ચન્દનાદિના ગન્ધવડે, સારું રૂપ જેવાવડે અગર મધુર શબ્દોના ઉચ્ચારણ વડે પણ તે ફળે છે. N પદ સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy