________________
આ રીતે સર્વ શ્રી અરિહંતદેવો માર્ગદર્શક, નિર્ધામક અને મહાગોપ તરીકેનું કાર્ય કરનારા હોવાથી ભવ્ય-જીવલોકના મહાઉપકારી છે અને એ જ કારણે તેઓ લોકોત્તમ મહાપુરુષો પણ કહેવાય છે. રાગ-દ્વેષાદિને નમાવનારા
માર્ગદશક્તાદિ ગુણોવડે શ્રી અરિહંતદેવો જેમ જગજજીવોના ઉપકારી છે, તેમ રાગ, દ્વેષ કષાય, ઇન્દ્રિય, પરિષહ અને ઉપસર્ગોને નમાવનારા હોવાથી પણ તેઓ જીવલોકને નમસ્કાર કરવા યોગ્ય છે.
તેમાં પ્રથમ રાગ, નામાદિ ચાર પ્રકારનો છે. નામરાગ, સ્થાપનારાગ, દ્રવ્યરાગ અને ભાવરાગ. નામ અને સ્થાપના સમજવા સુગમ છે. દ્રવ્યરાગ બે પ્રકારે છે : એકઆગમથી અને બીજો નોઆગમથી. આગમથી દ્રવ્યરાગ, રાગપદાર્થને જાણનાર અનુપયુક્ત આત્મા.
નોઆગમથી દ્રવ્યરાગના ત્રણ પ્રકાર છે એક જ્ઞશરીર, બીજો ભવ્ય શરીર અને ત્રીજો તવ્યતિરિક્ત. જ્ઞશરીર અને ભવ્ય શરીર સુગમ છે. વ્યતિરિક્તના બે પ્રકાર છે: એક કર્મદ્રવ્યરાગ અને બીજો નોકર્પદ્રવ્યરાગ. કર્મદ્રવ્યરાગ એટલે રાગવેદનીયકર્મના પુદ્ગલો. તેના ચાર પ્રકાર છે: ૧. યોગ્ય (બન્ધ પરિણામાભિમુખ), ૨. બધ્યમાનક (બન્ધ પરિણામ પ્રાપ્ત), ૩. બદ્ધ (નિવૃત્ત-બંધ-પરિણામ અર્થાત્ જીવની સાથે આત્મસાત્ થયેલા), અને ૪. ઉદીરણા વલિકા પ્રાપ્ત (ઉદીરણા કરણવડે ખેંચીને ઉદીરણા આવલિકામાં લાવેલા.)
નોકર્મદ્રવ્યરાગ એટલે રાગવેદનીય કર્મના પુદ્ગલોનો એક દેશ અથવા તદન્ય. તદન્યના બે પ્રકાર છે: એક પ્રાયોગિક અને બીજો વૈ×સિક. કુસુંભરાગાદિ એ પ્રાયોગિક છે અને સંધ્યાભૈરાગાદિ એ વૈઔસિક છે. ભાવ-રાગ
ભાવ-રાગ પણ બે પ્રકારે છે : એક આગમથી અને બીજે નોઆગમથી. રાગપદાર્થજ્ઞ ઉપયુક્ત આત્મા આગમથી ભાવરાગ છે અને નોઆગમથી ભાવરાગ રાગવેદનીય કર્મોદય-પ્રભવ-પરિણામવિશેષ છે. તેના બે પ્રકાર છે : એક પ્રશસ્ત અને બીજો અપ્રશસ્ત. અપ્રશસ્ત પરિણામવિશેષ ત્રણ પ્રકારે છે : ૧. દષ્ટિરાગ (સ્વ-સ્વ-દર્શનાનુરાગ) ૨. શબ્દાદિ વિષય વિષયક રાગ તે કામરાગ અને ૩. વિષયાદિ નિમિત્ત વિના જ અવિનીત અપત્યાદિ વિષયક રાગ તે નેહરાગ. પ્રશસ્તરાગ તેથી વિપરીત છે. શ્રી અરિહંત, શ્રી સિદ્ધ, શ્રી સાધુ, શ્રી બ્રહ્મચારી આદિને વિષે સરાગી આત્માઓને જે રાગ હોય છે તે પ્રશસ્ત ભાવરાગ છે. એ ઉભય પ્રકારના પ્રશસ્ત અપ્રશસ્ત અથવા દ્રવ્યભાવ રાગને નમાવનારા અર્થાત્ દૂર કરનારા શ્રી અરિહંતદેવો છે. હેપને નમાવનારા.
રાગની જેમ હૈષ પણ ચાર પ્રકારે છે તેમાં નામ-સ્થાપના સુગમ છે. નોઆગમથી દ્રવ્યષ જ્ઞ, ભવ્ય અને તવ્યતિરિક્ત એમ ત્રણ પ્રકારે છે. તવ્યતિરિક્તના કર્મદ્રવ્યષ અને નોકર્મદ્રવ્ય-દ્વેષ એમ બે ભેદ છે. કર્મદ્રવ્ય-દ્વેષના યોગ્ય, બધ્યમાનક, બદ્ધ અને ઉદીરણાવલિકા પ્રાપ્ત એ ચાર પ્રકાર છે. નોકર્મદ્રવ્ય-દ્વેષના દુષ્ટ વ્રણાદિ અનેક પ્રકારો છે.ભાવ-દ્વેષ એટલે ષ. મોહનીયકર્મનો વિપાક તે બે પ્રકારે છે. એક પ્રશસ્ત અને બીજો અપ્રશસ્ત. અજ્ઞાન, અવિરતિ મિથ્યાત્વાદિ વિષયક દ્વેષ તે અપ્રશસ્ત છે અને સમ્યકત્વ, વિરતિ, જ્ઞાનાદિ વિષયક ષ તે પ્રશસ્ત છે. કષાયને નમાવનારા
કષાય ચાર પ્રકારના છે : ક્રોધ, માન, માયા અને લોભ. તેમાં સંગ્રહ નયના મતે ક્રોધ અને માન એ અપ્રીતિજતિ સામાન્યવાળા હોવાથી ષમાં અન્તર્ભાવ પામે છે અને માયા તથા લોભ એ પ્રીતિજાતિ સામાન્યવાળા હોવાથી રાગમાં અન્તર્ભાવ પામે છે.
વ્યવહાર નયના મતે ક્રોધ, માન અને માયા એ ત્રણે દ્વેષ છે. કારણ કે -માયા પણ પરોપઘાત માટે પ્રવૃત્ત
નમસ્કારની વસ્તુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org