SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ નમો ભાવ જેને નથી મળ્યો તેઓ સર્વ જીવોથી પોતાને જુદા પાડી અહંકારમમકાર પોષવાનો અત્યંત અશુભ ભાવ પોષે છે. જીવ-જીવ વચ્ચે ભેદ પડાવનાર કર્મબંધનોને મૂળમાંથી ઉખેડવા માટે, જીવ-જીવ વચ્ચે અભેદભાવ સધાવનાર સામાયિકરૂપી સમતાભાવ અને નમસ્કારરૂપી બહુમાનનો ભાવ લાવવા સિવાય બીજો ઉપાય નથી. સમતાભાવ ને નમસ્કારરૂપી નમ્રભાવસહિત સમતાભાવ કેળવવો એજ ચૌદપૂર્વ અને બાર અંગના ઉપદેશનો સાર છે. સમતાભાવ પામવામાં આવતાં વિનોને વિદારવા માટે સમતાભાવ અને નમસ્કાર જરૂરી છે. એ રીતે અંતરાયોના નિવારણ માટે અને સમતાભાવોનો અભ્યાસ કેળવવા માટે સાધુ અને શ્રાવકોનું જીવન છે. નમોપદનું રહસ્ય શ્રી નવકારમાં છ વાર “નમો' પદનું ઉચ્ચારણ છે તે સહેતુક છે. પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠું મન એ જ્ઞાનનાં સાધન છે. તે સર્વ વડે થતું શ્રી પંચમેષ્ઠિઓનું જ્ઞાન, સર્વ પાપના હેતુભૂત દુષ્ટમન અને અશુદ્ધ ઇન્દ્રિયોને ટાળી શુભમન અને શુદ્ધ ઇન્દ્રિયોને ઉત્પન્ન કરે છે. દુઝમનનો નાશ તે પાપક્ષય છે અને શુભભાવની ઉત્પત્તિ તે મંગળનું આગમન છે. શ્રી નવકારના પ્રત્યેક “નમો' પદને બોલતી વખતે એકેક ઈન્દ્રિય અને છઠ્ઠા પદનો નમસ્કાર બોલતી વખતે મનને નિર્મળ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે એમ વિચારવું. “નમો પદમાં પોતાની અલ્પજ્ઞતા અને અલ્પશક્તિમત્તાનો સભાન સ્વીકાર છે. એ સ્વીકારમાં જ પરમાત્માની સ્તુતિ છુપાયેલી છે. નમો અરિહંતાણં' એ પદમાં વિવેક, વૈરાગ્ય, અમદમ, સંતોષ, શ્રદ્ધા, ઉપરાતિ, સમાધિ, મુમુસુતા વગેરે સઘળાં સાધનોનો એક સામટો સમાવેશ જ્ઞાનીને દેખાય છે. પ્રભુકૃપા માટે જરૂરી યોગ્યતાને તે વિકસાવે છે અને અયોગ્યતાનું નિવારણ કરે છે. દા.ત., નમો દુષ્કૃતગવાચક છે. અરિહંત સુકૃતાનુમોદનવાચક છે અને તાણે ચતુઃ શરણગમનવાચક છે. વળી નમો અરિ + હંતાણં પદ ધર્મકાયવાચક અને નમો અરિહંત + તાણે પદ કર્મકાય અને નમો અરિહંત + આણું પદ તત્ત્વકાયવાચક બને છે. નમો’ પદથી દુષ્કતગઈ, “અરિહં' પદથી સુકૃતાનુમોદન અને “તાણં' પદથી પ્રધાનશરણગમન વ્યક્ત થાય છે. દુષ્કતગ માટે કહ્યું છે કે - “ગપ્રતિદતે નુવન્થાપનને” કર્મનો અનુબંધ દૂર કરવા માટે આ અમોઘ સાધન છે. સુકૃત અનુમોદન માટે કહ્યું છે - “તશાશનિવર્ધનમ્” કુશળ આશયનો અનુબંધ પાડવા માટે આ સમર્થ છે. પ્રધાન શરણોપગમન માટે કહ્યું છે કે, મહાન प्रत्यपायपरिरक्षणोपायः" । પ્રત્યપાયોથી બચાવી લેવા માટે આ મહાન ઉપાય છે. “તાણ' = “ત્રાણ' માં સાક્ષાત્ શરણપદ છે. અરિહં' પદમાં ત્રિભુવનપૂજ્યતા મહાન કુશળકર્મને ઘોતિત કરે છે. ત્રિભુવનતારક તીર્થનું ઉત્પાદકપણું અને તે માટે ત્રણ ભુવનના સકળ જીવોને દુઃખમુક્ત કરવાનો અધ્યાવસાય તેમાં રહેલો છે. અનુપ્રેક્ષાકિરણ ૫ ૩૯૧ પS ૩૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy