________________
નમો પદ વડે દુષ્કતથી પાછા ફરીને સુકૃત તરફ ગમન કરવાની ઈચ્છા પ્રગટ થાય છે.
અરિહંતાણં ધર્મકાય અવસ્થા કે જે અવસ્થામાં મૈત્યાદિ ભાવો અને તદનુરૂપ આચરણ વડે ક્રોધાદિ ભાવશત્રુઓને પ્રભુએ હણી નાંખ્યા છે તેનો બોધ થાય છે.
અરિહંતાણં થી પ્રભુની સમવસરણસ્થ કર્મકાયઅવસ્થાનો બોધ થાય છે.
અરિહંત+આણે પ્રભુની તત્ત્વકાયઅવસ્થા કે જે અવસ્થામાં પ્રભુ જગતના જીવોને તારવા માટે આજ્ઞાના આરાધન વડે આજ્ઞાસ્વરૂપ બની ગયા છે, ભક્તિ કરનારને અનુગ્રહ કરવા વડે સ્વયં આજ્ઞાસ્વરૂપ બની ગયા છે તેનો બોધ થાય છે.
શ્રી નવકાર એ વિભાવને નમાવવાની અને સ્વભાવને નમવાની ક્રિયા છે. વિભાવ એટલે કષાય અને તેને પેદા કરનાર વિષયોનો અનુરાગ.
તેને નમાવવા એટલે તેની અસારતા, નિર્ગુણતા અને પરિણામ-કટુતાનું વારંવાર પરિશીલન કરી તેના પ્રત્યેના અનુરાગને ઉતારવાની ક્રિયા એ અર્થમાં “નમો પદ પરિપૂર્ણવૈરાગ્યને સૂચવનારું પદ છે.
અને “અરિહંતાણં' પદ સ્વભાવને ઓળખાવી તેના પ્રત્યે ભાવને વધારનારું ભક્તિને પેદા કરનારું સુદઢસ્નેહને જગાડનારું પદ છે.
વિભાવનું તુચ્છત્વ અને સ્વભાવનું મહત્ત્વ ચિત્તવૃત્તિ ઉપર સ્થાપિત કરવાનું કાર્ય અરિહંતના નમસ્કારથી થાય છે. મંત્ર અને શાસ્ત્રનું કાર્ય
સ્વરૂપનો અનુભવ કરવા માટે શ્રી અરિહંતનો નમસ્કાર અનિવાર્ય છે. શાસ્ત્રી સ્વરૂપ તરફ આંગળી ચીંધે છે. મંત્ર સાથે રહીને સ્વરૂપનો અનુભવ કરાવે છે. શાસ્ત્ર માર્ગદર્શક છે. મંત્ર માર્ગ સાથી છે સ્વરૂપ એ પહોંચવાનું સ્થાન છે. ત્યાં પહોંચાડવા માટે મંત્ર, મિત્રની જેમ સહાય કરે છે અને શાસ્ત્ર દીપકની જેમ સહાય કરે છે.
મંત્ર એ સૂતેલી ચેતનાને જગાડે છે શાસ્ત્ર એ ચેતનાનું મહત્ત્વ સમજાવે છે. શાસ્ત્ર શાસન વડે ત્રાણ (રક્ષા) કરે છે. મંત્ર મનન વડે ત્રાણ કરે છે.
ત્રાણ (રક્ષા) કરવાનું સામર્થ્ય બંનેમાં છે. શાસ્ત્રનું અધ્યયન અધ્યાપન કરવાનું હોય છે અને મંત્રનું ચિંતન-મનન કરવાનું હોય છે. ચિંતન અને મનન વડે મંત્ર મનનું રક્ષણ કરે છે. અધ્યયન અને અધ્યાપન વડે શાસ્ત્ર, બુદ્ધિનું શાસનરક્ષણ કરે છે. બુદ્ધિને શુદ્ધ કરવા માટે શાસ્ત્ર છે. મનને વિકલ્પરહિત બનાવવા માટે મંત્ર છે.
શાસ્ત્રાભ્યાસ વડે બુદ્ધિ શુદ્ધ અને સ્થિર થાય છે, પણ તેથી મનની ચંચળતા સર્વથા મટતી નથી. મંત્ર વડે મન સ્થિર થાય છે.
મનને સૌથી વધુ નિકટનો સંબંધ મંત્રના અક્ષરો સાથે છે. અને મંત્રના અક્ષરોને સૌથી નિકટનો સંબંધ બુદ્ધિના નિર્ણયો સાથે છે. તેથી ઉભય સાધના એકસાથે આવશ્યક છે કહ્યું છે કે, अधिगत्याखिलं शब्दब्रह्म शास्त्रद्रशा मुनिः। स्वसंवेद्यं परं ब्रह्मानुभवेनाधिगच्छति ॥
જ્ઞાનસાર-અષ્ટક ૨૬
૩૯૨
છે. સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ પS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org