SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ : શાસ્ત્રદૃષ્ટિથી અખિલ શબ્દ-બ્રહ્મને જાણીને પછી અનુભવ વડે સ્વસંવેધ પરબ્રહ્મને મુનિ પામે છે. પરબ્રહ્મના અનુભવનો ઉપાય શબ્દબ્રહ્મનું જ્ઞાન છે. ‘નમો અરિહંતાણં' પદનો એક વિશિષ્ટ અર્થ ‘નમો અરિહંતાણં’ નો એક અર્થ નીચે પ્રમાણે થઈ શકે. ‘આણં-તાણું-પ્રમાણં’ અર્થાત્ શ્રી અરિહંતોની આજ્ઞા રક્ષણ કરનારી છે અને શરણ આપનારી છે એ વાત મને પ્રમાણ છે. ‘નમો’ પદ પ્રમાણવાચક પણ થઈ શકે છે. જે વસ્તુ પ્રમાણભૂત હોય તે જ નમનીય હોઈ શકે છે. ‘પ્રકર્ષણ માનું પ્રમાણં’ અહીં માન શબ્દનું ઊભું ‘નમો’ થઈ શકે છે. માનનીય એટલે નમનીય અને નમનીય એટલે માનનીય એમ અર્થદૃષ્ટિએ પણ સંગત છે. વચ્ચે ‘અરિહં’ પદ અધ્યાહાર છે, એટલે ત્રણ ભુવનને પૂજ્ય પુરુષોની ‘આત્મસમર્શત્વ’રૂપ આજ્ઞા અમને પ્રમાણ છે. એ જ પરમધર્મ છે, કર્મનો ક્ષય કરાવનાર અને મોક્ષ સુખને સાધી આપનાર છે, એ વાત મને માન્ય છે. એવો અર્થ પ્રથમપદમાંથી તારવી શકાય છે. ‘પ્રમાણ’નું પ્રાકૃતમાં ‘પમાણં’ થાય છે. તેથી પ્રથમપદનો એક અર્થ આ પ્રમાણે થયો ‘આણં-તાણં પમાણં’ પ્રભુની આજ્ઞા રક્ષણ કરનારી છે એ વાત મને પ્રમાણ છે. નો' પદ માહાત્મ્ય ‘દાસોડહં' માંથી ‘દા’ કાઢી લેવામાં આવે તો ‘સોડ ં’ રહે છે. ‘દા’ દાન અર્થમાં છે. એટલે પોતાની વસ્તુ દાન માર્ગે આપી દેવાથી ‘સોડહં’ પદના અધિકારી થવાય છે. દાનથી પુણ્ય બંધાય છે અને પુણ્યથી પ્રકૃતિસુંદર ભૌતિકપદાર્થો મળે છે. પ્રકૃતિના ધર્મોથી પણ મુક્ત થવા માટે ‘સોડહં'માંથી અંત્ય અને ઉપાન્ત્ય વ્યંજન કાઢી લેવામાં આવે તો ‘ૐ’ એટલે શુદ્ધાત્મસ્વરૂપ રહે છે. પહેલાં દાન, પછી પ્રકૃતિનું સમર્પણ અને પછી આત્માના શુદ્ધસ્વરૂપનો ભાસ થાય છે. એવો અર્થ ‘દાસોડ ં’ મંત્રમાંથી નીકળે છે. ‘નમો’ પદ એ ‘દાસોડહં’ નું જ પ્રતીક છે. તેથી ‘નમો’ પદના જાપથી પણ દાન અને સમર્પણભાવ તથા તેના પરિણામે આત્માનું શુદ્ધ અરિહંત સ્વરૂપ પામી શકાય છે. નમો-અનુરાગવાચક પણ છે. તથા ‘અરિહંતાણં’ અનુગ્રહવાચક પણ થઈ શકે છે. શ્રી અરિહંતોના અનુગ્રહથી અનુરાગ વધે છે અને અનુરાગની વૃદ્ધિ થવાથી અનુગ્રહની પણ વૃદ્ધિ થાય છે. અનુગ્રહ અને અનુરાગ પરસ્પર સાપેક્ષ છે, એક વિના બીજો રહી શકતો નથી. અનુગ્રહના અર્થીએ અનુરાગ ઉત્પન્ન કરવો જોઈએ અને અનુરાગના અર્થીએ અનુગ્રહનો સ્વીકાર કરવો અનુ=પશ્ચાત્ +ગ્રહ=પકડ. અનુરાગની પછી જે ઉત્પન્ન થાય તે અનુગ્રહ, જોઈએ. અનુપ્રેક્ષાકિરણ પ Jain Education International For Private & Personal Use Only ૩૯૩ www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy