SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ એ રીતે આત્મભાવને વિકસાવવાના હેતુથી થતો પરમેષ્ઠિનમસ્કાર પાંચે નમસ્કારમાં મળી જઈ અચિન્ત ફળને આપનારો થાય છે. શ્રી નવકારની અગાધશક્તિ શ્રી નવકારની આરાધના એટલે આત્મભાવની આરાધના. આત્મભાવ આવે એટલે સર્વાત્મભાવ આવે શ્રી અરિહંતપરમાત્માની આજ્ઞામાં તેઓશ્રીનો સર્વાત્મભાવ ઝળહળે છે. તેઓશ્રીએ પ્રકાશેલા નાનાં-મોટાં પચ્ચક્ષ્મણો અને અનુષ્ઠાનોમાં સર્વાત્મભાવ ભરેલો છે. નવકારમંત્રમાં સ્વર્ગનાં સુખો આપવાની કે નરકનાં દુઃખો કાપવાની કોઈ વાતને સ્થાન નથી. પાપનો નાશ અને મંગળનું પ્રદાન કરવાની અચિત્ત્વશક્તિવાળા નવકારની અનન્યતમ વિશિષ્ટતા સમજવા જેવી છે. વિશ્વનાં ગૂઢતમ રહસ્યોની ચાવી શ્રી નવકારમાં છે. સર્વ જીવો ઉપરના સમત્વભાવ વિના સાચો નમસ્કાર ન હોઈ શકે, સમત્વવાન શ્રી પંચપરમેષ્ઠિભગવંતો પ્રત્યે આત્મભાવ પ્રગટે નહિ. સર્વ જીવોના હિતની-આત્મસમભાવમૂલક હિતચિંતામાંથી જ સર્વેશ્વરપણું પ્રગટે છે. તે સર્વેશ્વરતા પ્રગટ કરવાની અગાધશક્તિ શ્રી નવકારમાં છે. આપણી સમગ્રતાનો શ્રી પંચપરમેષ્ઠિભગવંતોને નિષ્કામભાવે હવાલો સોંપી દેવો તે છે “નમો'નો ભાવાર્થ. મન-વચન-કાયા ઉપરના આપણા સઘળા હક્કો રાજીનામું આપે અને ત્યાં શ્રી પંચપરમેષ્ઠિભગવંતોના સર્વજીવહિતચિંતકત્વનો મહાભાવ બેસીને પોતાનું કામ કરતો થાય ત્યારે જ “નમો’ શબ્દનો જાપ સાર્થક થયો ગણાય. મન પોતાનામાં સમાયેલું ન રહે તેનું નામ નમન. શ્રી નવકારનો ભાવ એટલે શ્રી અરિહંતોની અસીમ કરુણાનો ભાવ. કેવળ પોતાના જ સુખનો વિચાર કરનારો આરાધક વિશ્વહિતની ભાવના ધરાવતા શ્રી તીર્થંકરદેવ કે તેઓશ્રીના જ માર્ગે અપ્રમત્તપણે ચાલનાર શ્રી પંચપરમેષ્ઠિભગવંતો સાથે ભાવ સંબંધ બાંધી શકતો નથી. સ્વ અને સર્વના વિચાર વચ્ચે રહેલો તફાવત સ્પષ્ટ થયા વિના શ્રી પંચપરમેષ્ઠિભગવંતની સાચી ઓળખાણ થવી શક્ય નથી. સાધુ અને શ્રાવકોનું જીવન શાને માટે ? - શ્રી અરિહંતાદિ પરમેષ્ઠિને નમસ્કાર ન કરનાર વિષયોને, કષાયોને, અવિરતિ, પ્રમાદ અને અશુભયોગોને અને તે બધાના કારણરૂપ અષ્ટકર્મને નમી રહ્યો છે. એ નમસ્કાર અને સંસાર-સાગરમાં ડુબાડે છે, ચતુર્ગતિમાં પરિભ્રમણ કરાવે છે. શ્રી પંચપરમેષ્ઠિને નમસ્કાર કરનાર પ્રત્યેક જીવ મોક્ષસાગર તરફ ધસે છે અને તે નમસ્કારનો ભાવ જેમ જેમ વિકસતો જાય છે, તેમ તેમ પોતાના આત્માને મોક્ષસુખના સાગરમાં ભેળવતો જાય છે. સંસાર દુઃખરૂપી ખારા જળનો સાગર છે, મોક્ષ સુખરૂપી મીઠા જળનો મહાસાગર છે, નમો' એ સર્વ જીવોને આત્મતુલ્ય ગણવાનો ભાવ સિદ્ધ કરવા માટેનો શુભભાવ છે. ૩૯૦ રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy