________________
એટલે અચાનક તીવ્રરોગ અથવા વેદના થઈ આવે ત્યારે ચોથા ભાગના ઉચ્ચારપૂર્વક અને મરણાન્તિક વખતે એટલે મરણતુલ્ય પીડા સમયે માનસિકસ્મરણમાત્રથી નવકારને જપવો જોઈએ. ૧૪
श्रीसुकृतसागर-अपरनाम पेथडचरित्र
(પત્રમતા ) मन्त्रपञ्चनमस्कारः, कल्पकारस्कराधिकः । अस्ति प्रत्यक्षराष्टाग्रो-त्कृष्टविद्यासहस्रकः ॥७६॥
કલ્પવૃક્ષથી પણ અધિક મહિમાવાળા પંચપરમેષ્ઠિનમસ્કારના પ્રત્યેક અક્ષર ઉપર એક હજાર ને આઠ વિઘાઓ રહેલી છે. ૭૭ चौरो मित्रमहिर्माला, वह्नीरिर्जलं स्थलम् । कान्तारं नगरं सिंहः, शृगालो, यद् प्रभावतः ॥७७॥
જેના (નવકારના) પ્રભાવથી ચોર મિત્ર સ્વરૂપ બને છે, સર્પ માળા સ્વરૂપ થાય છે, અગ્નિ જળસ્વરૂપ અને જળ સ્થળસ્વરૂપ બને છે તથા અટવી નગરસ્વરૂપ અને સિંહ શિયાળસ્વરૂપ થઈ જાય છે. ૭૭ लोकद्विष्टप्रियावश्यघातकादेः स्मृतोऽपि यः । मोहनोचाटनाकृष्टि-कार्मणस्तम्भतादिकृत् ॥७८॥
લોકષ્ટિ અને પ્રિયઘાતક જેવા ઉપર પણ નમસ્કારમત્રનું સ્મરણ માત્ર પણ લોકમાં પ્રીતિ ઉત્પન્ન કરે છે તથા શત્રુઓને મૂળમાંથી દૂર કરે છે, ઇષ્ટને ખેંચી લાવે છે, વશમાં નહિ આવનારને વશમાં લાવે છે, અને મારવા આવનારને પણ ખંભિત કરે છે. ૭૮ दूरयत्यापदः सर्वाः, पूरयत्यत्र कामनाः । राज्यस्वर्गाऽपवर्गास्तु, ध्यातो योऽमुत्र यच्छति ॥७९॥
ધ્યાન કરાયેલો મંત્ર આ લોકમાં જ સર્વે આપદાને દૂર કરે છે, તથા સર્વે કામનાઓને પૂર્ણ કરે છે, તેમ જ પરલોકમાં રાજ્યાદિનાં અને સ્વર્ગ તથા મોક્ષનાં સુખ આપે છે. ૭૯ श्रीपार्श्वप्रतिमापूजा,-धूपोत्क्षेपादिपूर्वकम् । तमेकाग्रमनाःपूत,-वपुर्वस्त्राऽनिशं जपः ॥१०॥
શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાની પૂજા તથા ધૂપોલેંપાદિપૂર્વક શરીર અને વસ્ત્ર પવિત્ર કરીને તથા મનની એકાગ્રતા કરીને તું નિરંતર તે મંત્રનો જાપ કર. ૮૦
પ્રકીર્ણક पच्चनमुक्कारसमं अन्ते,वच्चन्ति जस्स दस पाणा । सो जइ न जाइ इ मुक्खं, अवस्स माणिओ होइ ॥१॥
અંતસમયે જેના દશ પ્રાણો પંચનમસ્કારની સાથે જાય છે, તે જો મોક્ષને ન પામે તો અવશ્ય વૈમાનિક થાય છે, અર્થાત્ વિમાનાધિપતિ દેવ થાય છે. ૧ अहो पञ्च नमस्कारः, कोऽप्युदारो जगत्सु यः । सम्पदोऽष्टौ स्वयं धत्ते, दत्तेऽनन्तास्तु ताः सताम् ॥२॥
અહો ! આ જગતમાં પંચનમસ્કાર કેવો ઉદાર છે કે જે પોતે આઠ (જ) સંપદાને ધારણ કરે છે, છતાં સત્પરુષોને અનન્તસંપદાઓ આપે છે. ૨
નવકારમાં પ્રથમનાં છ પદોમાં શરણગમનનો ભાવ છે તેથી તથા ભવ્યત્યાદિના પરિપાક વડે દુઃખાનુબંધસ્વરૂપ સંસારનો નાશ થાય છે. સાતમાં પદથી સર્વોત્કૃષ્ટદુષ્કતગ વડે પાપકર્મનો નાશ થવાથી દુઃખફલકસંસારનો નાશ થાય છે. છેલ્લાં બે પદોથી સર્વોત્કૃષ્ટસુકૃતાનુમોદન થવા વડે શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થવાથી દુઃખરૂપ સંસારનો નાશ થાય છે.
૪૫૪
- કૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org