SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ याताः प्रयान्ति यास्यन्ति, पारं संसारवारिधेः । परमेष्ठिनमस्कारं, स्मारं स्मारं घना जनाः ॥७॥ પરમેષ્ઠિનમસ્કારનું વારંવાર સ્મરણ કરીને ઘણા લોકો સંસારસાગરના પારને પામ્યા છે, પામે છે અને પામશે. ૭ स्वस्यैकच्छत्रतां विश्वे, पापानि विमृशन्तु मा । अघमर्षणमन्त्रेऽस्मिन, सति श्रीजिनशासने ॥८॥ શ્રી જિનશાસનને વિષે પાપનો નાશ કરનાર આ મંત્ર હોતે છતે હે પાપો ! તમે વિશ્વમાં તમારું એકછત્રીપણું કદીપણ વિચારશો નહિ. ૮ सिंहेनेव मदान्धगन्धकरिणो मित्रांशुनेव क्षपा- ध्वान्तौघो विधुनेव तापततयः कल्पद्रुणेवाऽऽधयः । तायेणेव फणाभृतो धनकदम्बेनेव दावाग्नयः, सत्त्वानां परमेष्ठिमन्त्रमहसा वल्गन्ति नोपद्रवाः ॥९॥ સિંહથી જેમ મદોન્મત્તગન્ધહસ્તિઓ, સૂર્યથી જેમ રાત્રિ સંબંધી અંધકારના સમૂહો, ચંદ્રથી જેમ પાપ સંતાપના સમુદાયો, કલ્પવૃક્ષથી જેમ મનની ચિંતાઓ, ગરુડથી જેમ સ અને મેઘસમુદાયથી જેમ અરણ્યના દાવાનળો શાંત થાય છે, તેમ શ્રી પંચપરમેષ્ઠિમંત્રના તેજથી પ્રાણીઓના ઉપદ્રવો નાશ પામે છે. ૯ सड्-ग्रामसागरकरीन्द्रभुजङ्गसिंह-, दुर्व्याधिवहिरिपुबन्धनसम्भवानि । चौरग्रहभ्रमनिशाचरशाकिनीनां, नश्यन्ति पञ्चपरमेष्ठिपदैर्भयानि ॥१०॥ પંચપરમેષ્ઠિનાં પદો વડે રણસંગ્રામ, સાગર, હાથી, સર્પ, સિંહ, દુષ્ટવ્યાધિ, અગ્નિ, શત્રુ, બંધન, ચોર, ગ્રહ, ભ્રમ, રાક્ષસ અને શાકિનીથી થનારા ભયો દૂર ભાગી જાય છે. ૧૦ __ध्यातोऽपि पापशमनः परमेष्ठिमन्त्रः, किंस्यात्तपः प्रबलितो विधिनाऽर्चितश्च ? । दुग्धं स्वयं हि मधुरं क्क्रथितं तु युक्त्या, संमिश्रितं च सितया वसुधासुधेव ॥११॥ પરમેષ્ઠિમંત્ર સ્મરણ કરવા માત્રથી પાપને શમાવનારો થાય છે, તો પછી તપથી પ્રબળ કરેલો અને વિધિથી પૂજેલો તે શું ન કરે? દૂધ પોતાની મેળે જ મધુર છે, પણ યુક્તિથી ઉકાળેલું અને સાકરથી મિશ્રિત કરેલું તો તે પૃથ્વીના અમૃતતુલ્ય બને છે. ૧૧ आकृष्टिं सुरसम्पदां विदधति मुक्ति-श्रियो वश्यता-मुचाटं विपदां चतुर्गतिभुवां विद्वेषमात्मैनसाम् । स्तम्भं दुर्गमनं प्रति प्रयततां मोहस्य संमोहनं, पायात् पञ्चनमस्कियाऽक्षरमयी साऽराधना देवता ॥१२॥ તે પંચપરમેષ્ઠિનમક્રિયારૂપ અક્ષરમયી આરાધનાદેવતા (તમારુ) રક્ષણ કરો કે જે સુરસંપદાઓનું આકર્ષણ કરે છે, મુક્તિરૂપી લક્ષ્મીને વશ કરે છે, વિપદાઓનું ઉચ્ચાટન કરે છે, સંસારની ચાર ગતિમાં ઉત્પન્ન થનાર આત્માના દુશ્મનો પ્રત્યે વિદ્વેષ ધારણ કરે છે, દુર્ગતિ પ્રતિ ગમન કરવાનો પ્રયત્ન કરતા જીવોને અટકાવે છે અને જે મોહનું સંમોહન છે અર્થાત મોહનો પ્રતિકાર છે. ૧૨ यो लक्षं जिनबद्धलक्ष्यसुमनाः सुव्यक्तवर्णकमम्, श्रद्धावान् विजितेन्द्रियो भवहरं मन्त्रं जपेच्छ्रावकः । पुष्पैः श्वेतसुगन्धिमिश्च विधिना लक्षप्रमाणैर्जिनं, यः संपूजयते स विश्वमहितः श्रीतीर्थराजो भवेत् ॥१३॥ જિનેશ્વર પ્રત્યે લક્ષ બાંધવાપૂર્વક સુંદરમનવાળો જે જિતેન્દ્રિય અને શ્રદ્ધાવાન શ્રાવક સુસ્પષ્ટવર્ષોચ્ચારપૂર્વક સંસારનો નાશ કરનાર એવા પંચપરમેષ્ઠિનમસ્કારનો એક લાખ વાર જાપ કરે અને શ્વેત સુગન્ધી લાખ પુષ્પો વડે શ્રી જિનેશ્વરદેવની વિધિપૂર્વક સમ્યફ પ્રકારે પૂજા કરે તે ત્રિભુવનપૂજ્ય તીર્થકર થાય. ૧૩ स्वस्थाने पूर्णमुच्चारम्, मार्गे चार्धं समाचरेत् । पादमाकस्मिकातङ्के, स्मृतिमात्रं मरणान्तिके ॥१४॥ પોતાના સ્થાને હોય ત્યારે પૂર્ણ ઉચ્ચારપૂર્વક, માર્ગમાં હોય ત્યારે અર્ધ ઉચ્ચારપૂર્વક, અકસ્માત આતંક શ્રી રત્નમંદિર-ઉપદેશતરવિણી ૪૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy