SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ નિશ્ચય નમસ્કાર મહામંત્રનું ધ્યાન પણ મોહનો નાશ કરનારું જ થાય છે. શુદ્ધ આત્મદ્રવ્યનું ધ્યાન કેવી રીતે કરવું તેને માટે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રી જ્ઞાનસાર ગ્રન્થના “મોહાષ્ટકમાં ફરમાવે છે કે शुद्धात्मद्रव्यमेवाऽहं, शुद्धज्ञानं गुणो मम । नाऽन्योऽहं न ममाऽन्ये चेत्यदो मोहास्त्रमुल्बणम् ॥ અર્થ - શુદ્ધ આત્મદ્રવ્ય એ જ હું છું, વિભાવે કરીને અશુદ્ધ હું નથી તથા હું બીજા ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યો સ્વરૂપ પણ નથી. શુદ્ધ જ્ઞાન-કેવળ જ્ઞાન, એ જ મારો ગુણ છે, તેથી હું જુદો નથી. તથા પુગલના રૂપરસાદિ ગુણો મારા નથી. એ રીતિનું ધ્યાન મોહને હણવાનું આકરું શસ્ત્ર છે. ૧. એ જ વસ્તુને બીજી રીતે વર્ણવતાં “જ્ઞાનાષ્ટકમાં ફરમાવ્યું છે કેस्वद्रव्यगुणपर्यायचर्या वर्या पराऽन्यथा । इति दत्तात्मसंतुष्टिर्मुष्टिज्ञानस्थितिर्मुनेः ॥ १ ॥ અર્થ - પોતાના શુદ્ધ આત્મ-દ્રવ્યમાં પોતાના શુદ્ધ જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ ગુણોમાં તથા પોતાના શુદ્ધ અર્થ અને વ્યંજનાદિ પર્યાયોમાં ચર્ચા અથવા પરિણતિ એ જ શ્રેષ્ઠ છે. પરદ્રવ્ય, તેના ગુણ અને પર્યાયમાં પરિણમનસ્વરૂપ ચર્યા શ્રેષ્ઠ નથી. એ પ્રમાણે સંક્ષેપથી રહસ્યજ્ઞાનની સ્થિતિ એટલે મર્યાદા મુનિને હોય છે. મુનિને દર્શન, જ્ઞાન અને ચારિત્ર આત્મા જ છે. આત્માના કેવલ જ્ઞાનાદિ ત્રિકાળ સ્પર્શી પર્યાયને શુદ્ધ વ્યંજનપર્યાય અને તત્કાળસ્પર્શી કેવલજ્ઞાનોપયોગ વગેરે પર્યાયને શુદ્ધ અર્થપર્યાય કહે છે. એ રીતે દ્રવ્ય, ગુણ, પર્યાયથી શુદ્ધ આત્માનું ધ્યાન એ જ અરિહંતાદિ પરમેષ્ઠિઓનું ધ્યાન છે અને અરિહંતાદિ પરમેષ્ઠિઓનું ધ્યાન એ જ શુદ્ધ આત્માનું ધ્યાન છે. નિશ્ચયથી એ બે વચ્ચે કોઈ અંતર નથી, એમ સમજી જે કોઈ નવકારના ધ્યાનમાં લીન થાય છે તે પોતાના શુદ્ધાત્માને પામી મોક્ષસ્વરૂપ બને છે. શ્રેષ્ઠધર્મ : નમસ્કાર ધર્મ એક એવી ચીજ છે કે તે સર્વક્ષેત્ર અને સર્વકાળમાં બીજી બધી વસ્તુઓ કરતાં કીમતી જ રહેવાની છે. એ કારણે ધર્મ નહિ આચરનારા પણ “અમે અધર્મી છીએ” એમ કહેડાવવા તૈયાર નથી. તેઓ પણ ધર્મી હોવાનો જ દાવો કરે છે. અર્થાત્ ધર્મનો આશ્રય સર્વને પ્રિય છે. એ જ એમ બતાવે છે કે ધર્મને માનનાર કે નહિ માનનાર સહુ કોઈ ધર્મની કિંમત બીજી બધી વસ્તુઓ કરતાં અધિક આંકે જ છે અને એથી ધર્મના આશ્રયે જનારા લોકો બીજાઓ કરતાં શ્રેષ્ઠ મનાય જ છે. નમસ્કાર એ સર્વશ્રેષ્ઠ ધર્મ છે. IST નમસ્કારનું નિશ્ચયસ્વરૂપ ૫ T Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy