________________
અરિહંતાકાર-ઉપયોગ
અરિહંત આકાર ઉપયોગમાં ઉપયોગના વિષયભૂત અરિહંત “બેય છે. ઉપયોગવાન જીવ “બાતા' છે. અને ઉપયોગક્રિયા એ “ધ્યાન' છે.
બેયમાં ધ્યાતાનો ઉપયોગ એ જ ધ્યાન છે. ધ્યાન સમયે ધ્યાતા, ધ્યેય અને ધ્યાન ત્રણેયની એકતા થાય છે, તેનું જ નામ સમાપત્તિ છે.
અરિહંતના ઉપયોગમાં વર્તતો જીવ અરિહંત સ્વરૂપ બને છે, તેનો અર્થ પણ એ જ છે. ઉપયોગ એ આગમ છે, તેમાં વર્તવું તે ભાવ છે. આગમથી ભાવનિક્ષેપે અરિહંત તે અરિહંતના ઉપયોગમાં વર્તતો જીવ છે કેમ કે તે વખતે પણ જ્ઞાતા, શેય અને જ્ઞાન ત્રણેયની એકતા થાય છે.
એકતા, સમાપત્તિ, સમરસાપત્તિ વગેરે એક અર્થને કહેનારા શબ્દો છે. ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતા દ્વારા થતો તીવ્ર ઉપયોગ અને તે ઉપયોગ દ્વારા થતું સ્પષ્ટ જ્ઞાન, તેમાં પણ જ્ઞાતા, શેય અને જ્ઞાન એ ત્રણેયની એકતા સધાય છે. તેથી જીવ અરિહંતના ઉપયોગમાં જેટલી વાર રહે છે તેટલી વાર તે અરિહંત સ્વરૂપ બને છે. તે ઉપયોગ ભાવ સંવરરૂપ હોવાથી અત્યંત ઉપાદેય છે.
અરિહંતાકાર ઉપયોગ અભવ્યને પણ સંભવે છે. અભવ્યો પણ વિંશતિસ્થાનકતપની આરાધના કરે છે, તે વખતે અરિહંતાદિનો આકાર ઉપયોગરૂપે થાય જ છે. છતાં તેનો તે તપ મોહેતુક થતો નથી. કારણ કે તેનું જ્ઞાન, ધ્યાનમાં પરિણત થતું નથી. વિષયની સમાપત્તિ હોય છે, પણ આત્માની સમાપ્તિ થતી નથી. વિષયની સમાપત્તિ આગમથી ભાવનિક્ષેપરૂપ બને છે. પણ સમાપત્તિ તાત્ત્વિક ભાવરૂપ છે, આત્મદ્રવ્યનું તે ભાવરૂપે પરિણમન છે.
દ્રવ્ય-ગુણ-પર્યાયથી સમરસાપત્તિરૂપી સમાપત્તિ ભવ્યને જ થાય છે, મિથ્યાદષ્ટિ અભવ્યને નહિ. તત્ત્વથી આત્મા પોતે જ પરમાત્મ સ્વરૂપ છે, એવી શ્રદ્ધા, એવું જ્ઞાન અને એવી જ પરિણતિ અભવ્યને અસંભવિત છે. તેથી ભવ્યની સમાપત્તિ ધ્યાતા ધ્યેય અને ધ્યાનની એકાગ્રતા વડે એકતારૂપ બની મુક્તિનું કારણ થાય છે. અરિહંતાકાર ઉપયોગ તાત્ત્વિક સમાપત્તિરૂપ બનીને ભવ્યને મુક્તિદાયક બને છે.
આગમથી દ્રવ્યનિલેપ જ્ઞાતા અનુપયુક્ત હોય તેને કહેવાય.
નોઅગમથી દ્રવ્યનિક્ષેપ ત્રણ પ્રકારનો છે : (૧) જ્ઞશરીર, (૨) ભવ્ય શરીર અને (૩) જ્ઞભવ્યતિરિક્તિ.
મિથ્યાદષ્ટિનો ઉપયોગયુક્ત વ્યાપાર અને સમ્યગ્દષ્ટિનો અનુપયોગવાળો વ્યાપાર બન્ને દ્રવ્ય ગણાય છે. એકમાં અનુપયોગીરૂપી દ્રવ્યપણું છે અને બીજામાં અન્યોપયોગ, અશુદ્ધોપયોગ યા વિરુદ્ધોપયોગરૂપી દ્રવ્યપણું છે.
સમ્યગૃષ્ટિ જ્ઞાનયુક્ત હોવા છતાં અરિહંતના ધ્યાન કાળ અનુપયુક્ત હોય તો તે દ્રવ્ય નમસ્કાર છે. મિથ્યાદષ્ટિ ઉપયોગયુક્ત હોય, તો તે ઉપયોગ અશુદ્ધ અને મિથ્યાજ્ઞાનયુક્ત હોવાથી દ્રવ્ય સ્વરૂપ છે.
અરિહંતાકાર ઉપયોગ સમ્યગુદૃષ્ટિનો શુદ્ધ હોવાથી સમાપત્તિરૂપ બને છે. મિથ્યાદૃષ્ટિનો ઉપયોગ અશુદ્ધ હોવાથી સમાપત્તિરૂપ બનતો નથી. સમાપત્તિ એક જ્ઞાનરૂપ છે, બીજી ધ્યાનરૂપ છે. બંને પ્રકારની સમાપત્તિ સમ્યગુદૃષ્ટિની શુદ્ધ છે, મિથ્યાદષ્ટિની અશુદ્ધ છે. એટલે કે અજ્ઞાન અને અશ્રધ્ધા દોષવાળી છે તેથી તે મુક્તિની હેતુ થતી નથી. ૯૬
વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ NS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org