SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય શબ્દ જેમ અનુપયોગ વાચક છે તેમ કારણતાવાચી પણ છે. અનુપયોગ, અશુદ્ધોપયોગ, વિપરીત ઉપયોગ વિરુદ્ધોપયોગ, અન્યોપયોગ એ બધા દ્રવ્યવાચક બને છે. સમાપત્તિ ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતાસૂચક હો યા જ્ઞાતા, શેય અને જ્ઞાનની એકતા બતાવનારી હો, પણ જો તે ઉપયોગશૂન્યપણે હોય યા અન્યોપયોગપણે હોય તો ભાવ સમાપત્તિ બનતી નથી પણ દ્રવ્યસમાપત્તિ બને છે. ભાવ સમાપત્તિ સમ્યગુદષ્ટિની ઉપયોગ યુક્તપણે હોય ત્યારે બને છે. તે આગમથી ભાવનિક્ષેપે હોય છે. આગમથી દ્રનિલેપે સમાપત્તિ મિથ્યાદષ્ટિ હોય છે અથવા ઉપયોગશૂન્યસમ્યગદષ્ટિની હોય છે. નોઆગમથી દ્રવ્યનિક્ષેપ કારણતાવાચક છે. તેમાં જ્ઞશરીર, અને ભવ્ય શરીર તે ઉપાદાન કારણતાવાચી છે અને જ્ઞભવ્યવ્યતિરિક્ત નોઆગમથી દ્રનિલેપ નિમિત્ત કારણતાવાચી છે. જ્ઞાતાનું મૃતફ્લેવર પણ ભૂતપર્યાયનું કારણ છે અને ભવિષ્યમાં જ્ઞાતા બનનારનું વર્તમાન શરીર ભવિષ્ય પર્યાયનું ઉપાદાન કારણ છે. શરીરને આત્માથી કથંચિત અભિન્ન ગણીને અહીં ઉપાદાન કારણ કહેલ છે. શરીર આત્માથી સર્વથા ભિન્ન હોય તો શરીરના નાશથી હિંસાનું પાપ ન લાગે, પણ શરીરના નાશથી આત્માને થતી પીડા અનુભવસિદ્ધ છે. તથા શરીરાકાર પર્યાયનો નાશ પણ પ્રત્યક્ષ દેખાય છે. તેથી શરીર સંસારી અવસ્થામાં આત્માથી સર્વથા ભિન્ન નથી. કિન્તુ કથંચિત્ અભિન્ન છે. તેથી શરીર ભૂત અને ભાવિજ્ઞાતાપણાનું કારણ હોવાથી અહીં ભૂતજ્ઞાતાને જ્ઞશરીર અને ભવિષ્યજ્ઞાતાને ભવ્યશરીર, દ્રવ્યનિક્ષેપથી ઓળખવવામાં આવ્યું છે. જ્ઞાન કરવામાં ઉપાદાન-કારણ જેમ આત્યંતર હેતુ છે તેમ નિમિત્તકારણ એ બાહ્ય હેતુ છે. જ્ઞાન કરવામાં જેટલાં નિમિત્તકારણો છે, તે બધાં જ્ઞભવ્ય વ્યતિરિક્ત નોઆગમથી દ્રવ્યનિક્ષેપમાં ગણવામાં આવ્યાં છે. અરિહંતાકાર ઉપયોગમાં નિમિત્તકાર તરીકે નામ, સ્થાપનાની જેમ દ્રવ્યને પણ નિમિત્ત માનેલ છે. શરીર સિવાયનાં જે જે દ્રવ્યના સંબંધથી અરિહંતાકાર ઉપયોગ જ્ઞાતાના જ્ઞાનમાં આવે તે બધાં દ્રવ્યો નિમિત્તકારણરૂપ છે અને નિમિત્ત કારણોને જ્ઞભવ્યવ્યતિરિક્ત નોઆગમથી દ્રવ્ય નિક્ષેપમાં ગણેલાં છે. પછી તે નિમિત્તો અનુપયોગીપણે સ્મરણ કરાવનારાં હોય યા પ્રતિયોગીપણે સ્મરણ કરાવનારાં હોય, પરંતુ તે બધાંને નિમિત્ત-કારણો માન્યાં છે. કાર્યમાત્રની ઉત્પત્તિ ઉપાદાન અને નિમિત્ત એ બંને કારણોના સંયોગથી માનેલી છે. અરિહંતાકાર ઉપયોગપણે એક કાર્ય છે, તેથી તે કાર્યમાં ઉપાદાનકારણ જેમ આત્માથી કથંચિત્ અભિન્ન તથા ભૂત અને ભાવિપર્યાયમાં કારણભૂત વર્તમાનશરીર છે, તેમ નિમિત્ત કારણમાં નામ, સ્થાપના, અનુયોગી આત્મા, પ્રતિયોગી અને શરીરથી ભિન્ન એવાં સઘળાં કારણોનો સમાવેશ થાય છે. સમ્યગુદૃષ્ટિજીવ તે બધાં કારણોને કારણપણે સહે છે, તેથી તેને દ્રવ્યભાવસમાપત્તિનો લાભ થાય છે. અને સમાપત્તિ જ તીર્થંકર નામકર્મના બંધરૂપ આપત્તિનું અને તીર્થંકર નામકર્મના ઉદયરૂપી સંપત્તિનું પરમ કારણ બને તીર્થકરોના ધ્યાનમાં ધ્યાતાની એકતા જે જે નિમિત્તો અને ઉપાદાનકારણોથી થતી હોય, તે બધાં નિમિત્ત. અને ઉપાદાનકારણોને સમ્યગદષ્ટિજીવ કારણપણે સદહે છે. તેથી તેનું જ્ઞાન સમ્યફ બને છે. સમ્યજ્ઞાન, સમ્યગદર્શન ગુણ અને સમ્યગુદૃષ્ટિની પ્રવૃત્તિ એ ત્રણેય અરિહંતાકાર ઉપયોગવાળાં બનતાં હોવાથી સમાપત્તિ સ્વરૂપ છે. એ સમાપત્તિ અમુક કાળે જ પ્રાપ્ત થાય છે અને અમુક કાળે પ્રાપ્ત ન થાય એવું સમ્યગુદષ્ટિજીવ માટે બનતું નથી; કેમ કે મન, વચન, અને કાયા વડે થતી તેની પ્રત્યેક પ્રવૃત્તિની પાછળ અરિહંત પરમાત્માત્માની આજ્ઞાનું પ્રણિધાન છે. આજ્ઞાપૂર્વકની પ્રત્યેક પ્રવૃત્તિની પાછળ આજ્ઞાકારક અરિહંત અરિહંતાકાર-ઉપયોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy