________________
પરમાત્માનું ધ્યાન દયમાં વર્તતું હોય છે. એ ધ્યાન, ધ્યાતા, ધ્યેયની એકતારૂપ હોવાથી સમાપત્તિરૂપ બને છે અને એ સમાપત્તિ સકલ કલ્યાણનું કારણ બને છે. તેથી શાસ્ત્રોમાં આજ્ઞાપાલનના અધ્યવસાયને જ નિરાશસ અને નિઃશલ્યધર્મપ્રવૃત્તિ તરીકે વખાણવામાં આવેલ છે.
આજ્ઞાપાલનનો અધ્યવસાય એક બાજુ પોતાની ભૂમિકાને અનુરૂપ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરાવે છે અને બીજી બાજુ આજ્ઞાકારકપરમાત્માનું સ્ટયમાં ધ્યાન ધરાવે છે. ભૂમિકાને ઉચિત અનુષ્ઠાન અશુભ આશ્રવને રોકે છે અને એ નિમિત્તે પરમાત્માનું દયમાં થતું અનુસંધાન શુભ આશ્રવ, સંવર અને નિર્જરાનું સાધન બને છે. અશુભાશ્રવનો ત્યાગ, શુભાશ્રવ અને સંવરનું સેવન અને સકામપણે પરમાત્માના ધ્યાનથી થતી દ્રવ્યભાવનિર્ભર એ જ મુક્તિનો માર્ગ છે.
એ ત્રણેયના એકત્ર મિલનથી જીવ સકલકર્મનિર્મોક્ષરૂપ મોક્ષને શીધ્ર પ્રાપ્ત કરે છે. શુભાશ્રવ સંવર અને નિર્જરરૂપ કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચ્ચારિત્રરૂપ ધર્મ એ આજ્ઞાપાલનના શુભ અધ્યવસાયમાં રહેલો છે. તેથી આજ્ઞાપાલનનો શુભ અધ્યવસાય જ મોક્ષનો પરમ હેતુ છે.
*
જે ભાવપૂર્વક એક લાખ નવકારને ગણે છે તથા વિધિપૂર્વક શ્રી અરિહંતદેવને પૂજે છે તે આત્મા અવશ્ય તીર્થંકરનામ ગોત્રને ઉપાર્જે છે.
* ચિત્તથી ચિંતવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી પ્રારંભેલું કાર્ય ત્યાં સુધી જ સફળ
નથી થતું કે જ્યાં સુધી શ્રી પરમેષ્ઠિનવકાર મહામંત્રનું સ્મરણ કરવામાં આવ્યું નથી.
*
અંતકાળે જેણે શ્રી નવકાર મહામંત્રને યાદ કર્યો, તેણે સકળ સુખને આમંત્રણ આપ્યું છે અને સકળ દુ:ખોને હંમેશ માટે તિલાંજલિ આપી છે.
I
શ્રી નવકારના પ્રભાવથી વ્યાધિ, જળ, અગ્નિ, ચોર, સિંહ, હાથી, સંગ્રામ અને સર્પ વિગેરેના ભયો પણ નાશ પામે છે.
રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org