SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ આપણો પ્રસ્તુત વિષય એ છે કે અરિહંતના આત્માને ઓળખવાથી આપણા આત્માની જ ઓળખાણ થાય છે અને આત્માની ઓળખાણથી જ સમ્યગ્દર્શનાદિ ગુણસ્થાનોની પ્રાપ્તિ થાય છે. પ્રસ્તુત ઢાળની પહેલી ગાથામાં કહ્યું છે કેજિહાં લગે આતમ દ્રવ્યનું, લક્ષણ નવિ જાણ્યું; તિહાં લગે ગુણઠાણું ભલું, કેમ આવે તાણ્યું. આતમ ૦ ૧. અર્થ - આત્મદ્રવ્યનું લક્ષણ અથવા સ્વરૂપ જ્યાં સુધી જાણ્યું નથી, ત્યાં સુધી વધતા એવા ગુણ સ્થાનકોની પરિણતિ તાણી-ખેંચીને કેવી રીતે આવે ? માટે આત્મતત્વને જાણવું જોઈએ, વિચારવું જોઈએ અને વિચારીને ઓળખવું જોઈએ. મોહનો ત્યાગ કરી આત્મા જ્યારે આત્માને આત્મા વડે આત્મામાં જાણે છે, ત્યારે તે આત્મા જ સ્વયં દર્શન, જ્ઞાન અને ચારિત્રસ્વરૂપ બને છે. જ્યાં સુધી આત્મા અજ્ઞાનથી પુદ્ગલમાં આત્મપણાનો ભ્રમ ધારણ કરે છે, ત્યાં સુધી તેને સંસાર ભ્રમણનું દુઃખ ટળતું નથી. કહ્યું છે કે मिच्छत्तेणं उदिण्णेणं अट्ठ-कम्म-पयडीओ बंधति । અર્થાત-જ્યાં સુધી જીવને પુલમાં આત્મપણાની ભ્રાંતિરૂપ મિથ્યાત્વ પરિણામ ઉદયમાં છે, ત્યાં સુધી તેને આઠ પ્રકારના કર્મની પ્રકૃતિઓ બંધાયા જ કરે છે. આત્મજ્ઞાન રહિત કેવળ તપજપ કરવાથી ભવભ્રમણનું દુઃખ ટળતું નથી. જેમ શીત વિકારની વેદના અગ્નિના તાપ ટળે, તેમ ભવભ્રમણ અને તેનાં કારણોરૂપ આઠ કર્મની પ્રકૃતિઓનો બંધ આત્મજ્ઞાનથી જ ટળે છે દેહાદિમાં આત્મપણાની બુદ્ધિ એ અજ્ઞાન છે, મોહ છે, મિથ્યાત્વ છે. આત્મામાં આત્મપણાની બુદ્ધિ એ જ જ્ઞાન છે, વિવેક છે, યથાર્થ શ્રદ્ધાળુણરૂપ સમ્યગ્દર્શન છે. ૧. અરિહંતની ઓળખાણથી આત્મદ્રવ્યની ઓળખાણ થાય છે અને આત્મદ્રવ્યની ઓળખાણથી મોહનો નાશ થાય છે. તેથી મોહનો જેને નાશ કરવો છે તેને દ્રવ્ય ગુણપર્યાયથી અરિહંતની ઓળખાણ કરવી એ જ એક ઉપાય છે. જો કે શાસ્ત્રોમાં અરિહંતની ઓળખાણ આપતાં ચોત્રીશ અતિશયો, આઠ પ્રાતિહાર્યો, સમવસરણની ઋદ્ધિ, દેવેન્દ્રોનું આગમન, વાણીના પાંત્રીશ અતિશયો ઇત્યાદિ વર્ણન કર્યું છે. પરંતુ તે બધું પુદ્ગલાશ્રિત છે. જે જીવોને આત્મદ્રવ્યની સમજણ નથી. પણ પુદ્ગલનો જ મહિમા વસેલો છે તે જીવોની દૃષ્ટિ પણ અરિહંત તરફ ખેંચાય એ માટે વ્યવહારથી અરિહંતનો (પુદ્ગલાશ્રિતો મહિમા વર્ણવ્યો છે. પરંતુ નિશ્ચયથી એમાં અરિહંતનો મહિમા આવતો નથી. નિશ્ચયથી અરિહંતનો મહિમા સમજવા માટે તો અરિહંતોની વીતરાગતા, તેમનો કેવળજ્ઞાન સ્વભાવ, તેમનું અનંતવીર્ય, અનંતસુખ, ઈત્યાદિ ગુણોને સમજવાની જરૂર છે. તે ગુણોને તે ગુણોના ચિન્તનવનથી જ આત્માના પૂર્ણ સ્વભાવની દૃષ્ટિ જાગ્રત થાય છે અને સ્વભાવની દષ્ટિ કે ઓળખાણ થતાંની સાથે જ રાગદ્વેષ ટળવા લાગે છે અને ક્રમે ક્રમે વિશુદ્ધિ થતાં પૂર્ણતા પ્રાપ્ત થાય છે. જેવી રીતિએ અરિહંતના ધ્યાનથી આત્મા અરિહંતસ્વરૂપ થાય છે, તેવી રીતિએ સિદ્ધ ભગવંતોના ધ્યાનથી આત્મા સિદ્ધસ્વરૂપ થાય છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુપદના ધ્યાનથી તે તે સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. આથી સિદ્ધ થયું કે નમસ્કારના ધ્યાનથી જેમ એક બાજુ ઉત્તમોત્તમ આત્માઓનું બહુમાન થાય છે, તેમ બીજી બાજુ સ્વઆત્માની જ વિશુદ્ધ અવસ્થાઓનો આદર થાય છે અને એ જ મોક્ષનો પરમાર્થ માર્ગ હોવાથી નમસ્કાર એ શ્રી જિન શાસનનો સાર મનાય છે. નિશ્વય રત્નત્રય સ્વ-આત્માની વિશુદ્ધ અવસ્થાઓનો આદર, ઓળખાણ અને આચરણ એ જ નિશ્ચય રત્નત્રય છે. અરિહંતાદિ પરમેષ્ઠિઓના શુદ્ધસ્વરૂપનું ધ્યાન એ નિશ્ચયથી આત્માનું જ ધ્યાન હોવાથી “નમસ્કાર મહામંત્રનું અવલંબન જીવને નિશ્ચય રત્નત્રયના પંથે ચઢાવનારું છે. શુદ્ધ આત્મદ્રવ્યનું ધ્યાન જેમ મોહનો નાશ કરે છે, તેમ જ તૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy