SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ- પિંડસ્થ, પદસ્થ અને રૂપસ્થ બેયમાં રહેલ શ્રી અરિહંતપરમાત્માનું ધ્યાન ધ્યાતા જ્યારે કરે છે, ત્યારે તે પોતાના આત્માને પ્રત્યક્ષ અરિહંતપદમય જુએ છે. એ જ વાતને મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ નીચેના શબ્દો વડે ફરમાવે છે. અરિહંતપદ ધ્યાતો થકો, દવહ-ગુણ-પક્ઝાય રે, ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે. વીર જિનેશ્વર ઉપદિશે. શ્રી શ્રીપાળદાસ શ્રી જિનવચન ફરમાવે છે કેजे एगं जाणइ से सव्वं जाणइ । जे सव्वं जाणइ से एगं जाणइ । साक्षादित्थं केवल्येव जानाति तद्वचनश्रद्धानुसारेण पुनर्भावतोऽन्योऽपि सम्यग्दृष्टिः सर्वं एकैकं वस्तु सर्वमयं जानाति । श्री विशेषावश्यकभाष्य-गा. ३२१ એક વસ્તુ સર્વમય છે, માટે જે એકને જાણે છે તે સર્વને જાણે છે. આ પ્રમાણે કેવળી સાક્ષાતુ જાણે છે અને સર્વ સમ્યગુદષ્ટિ જીવો પણ તેઓના વચનની (આગમની) શ્રદ્ધા વડે એક વસ્તુને સર્વમય જાણે છે. વળી'जो जाणइ अरहंतं, दव्वत्त-गुणत्त-पज्जवत्तेहिं । सो जाणइ अप्पाणं, मोहो खलु जाइ तस्स लयं ॥' દ્રવ્ય-ગુણ-પર્યાયથી જે અરિહંતને જાણે છે તે નિજ આત્માને જાણે છે. જે નિજ આત્માને જાણે છે તેનો મોહ વિલય પામે છે. શ્રી પ્રવચનસાર પાંચ વડે ચારની શુદ્ધિ દેવે તે દેવ, દિખાવે તે ગુરુ અને ચખાવે તે ધર્મ. દેવથી દર્શન, ગુરુથી જ્ઞાન અને ધર્મથી આચરણની-ચારિત્રની પ્રાપ્તિ-શુદ્ધિ થાય છે. દેવતત્ત્વનું પ્રયોજન દર્શન અને પૂજન છે. ગુસ્તત્ત્વનું પ્રયોજન દાન અને જ્ઞાન છે. ધર્મતત્વનું પ્રયોજન આચરણ અને આસ્વાદન છે. વિશ્વમાં તત્ત્વભૂતવસ્તુ દશવિધ યતિધર્મ છે. તેને દેખાડનાર અરિહંત, તેનું ફળ સિદ્ધત્વ, તેનો આચાર આચાર્યત્વ, તેનું જ્ઞાન ઉપાધ્યાયત્વ અને તેની સાધના તે સાધુત્વ છે. લે તે દેવ અરિહંત-સિદ્ધ દેવ છે. તે પરોક્ષપણે આત્મજ્ઞાન આપે છે. આચાર્ય-ઉપાધ્યાય અને સાધુ ગુરુ છે. તે પ્રત્યક્ષપણે આત્મજ્ઞાન આપે છે. નમસ્કાર કરનારો આત્મા દેવ અને ગુરુ ઉભયના નમસ્કાર દ્વારા અર્થાત્ ભક્તિ, શ્રદ્ધા અને કૃતજ્ઞતા ગુણ દ્વારા સન્મુખ થઈ આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે. તેથી જેમ દેવે તે દેવ છે તેમ ગુરુ પણ દેવ છે. એ બન્નેની સન્મુખ થનારો આત્મા પણ દેવ છે. ત્રણેય તત્ત્વો દેનારાં છે, લેનારાં નહિ, તેથી તે બધાં પૂજ્ય છે. ભાવમંગળઃ નવકાર ભાવમંગળ એટલે મંગળભાવ, આત્માનો શુભ અધ્યવસાય. નમસ્કાર શુભ અધ્યવસાયને જગાડે છે. નમસ્કાર વડે ભાગતો તે શુભ અધ્યવસાય ભાવમંગળ અર્થાત મંગળભાવ બને છે. તે જ મંગળભાવ કર્મક્ષયનું અસાધારણ કારણ છે. ૩૮દ છે રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ પS ૩૮૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy