SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) શબ્દ-રૂપાદિ પાંચ પ્રશસ્ત વિષયો, (૨) ઔદાર્ય-દાક્ષિણ્યાદિ (ધર્મનાં) પાંચ લક્ષણો, (૩) ઉપશમ-સંવેગાદિ સમિતિનાં પાંચ લિંગો, (૪) મૈત્રી-માધ્યચ્યાદિ ભાવો તથા (૫) અહિંસા-સત્યાદિ ધર્મો. તે બધાનું પ્રણિધાન જે પાંચ પરમેષ્ઠિઓમાં કરવામાં આવે તો તે ભાવનમસ્કાર બની જાય છે. સાસ્પદ અને સિદ્ધપદ સર્વવ્યાપી સાધુપદ કેવળ સાધના માટે છે, સિદ્ધપદ કેવળ સિદ્ધિ માટે છે. સાધુપદમાં સર્વની સાથે અભેદ સાધવાનો છે. સર્વમાં હું જ બિરાજમાન છું એમ સહી-સમજી અહિંસા-સમાદિ ધર્મોની સાધના કરવાની છે. તે સાધના ૧૨ વર્ષ, ૨૪ વર્ષ, ૩૬ વર્ષ થયા બાદ તેનો ઉપદેશ બીજાને આપવાનું કાર્ય તે ઉપાધ્યાયપદ છે. તેનું પાલન કરાવવાનું કાર્ય આચાર્યપદનું છે. તે બે પદ સક્રિય છે, સિદ્ધપદ અક્રિય છે. અહિંસા અને સમાદિ ધર્મની સિદ્ધિ તે સિદ્ધપદ છે અને બીજા બધાને તે સિદ્ધપદ પ્રાપ્ત કરાવવાનું કાર્ય અરિહંતપદ દ્વારા થાય છે, માટે અરિહંતપદ સક્રિય છે. અરિહંતપદ સિદ્ધપદનું માધ્યમ છે, આચાર્યપદ અરિહંતપદનું માધ્યમ છે અને ઉપાધ્યાયપદ આચાર્યપદનું માધ્યમ છે. સાધુપદ મૂળરૂપે સર્વવ્યાપી છે અને સિદ્ધપદ ફળરૂપે સર્વવ્યાપી છે. સાધુપદ સર્વ જીવોને પોતામાં સમાવે છે. સિદ્ધપદ સર્વરૂપે બને છે. અરિહંતપદ સર્વમાં વ્યાપે છે. સાધુ અવસ્થા સર્વને સ્વમાં સમાવે છે. અને અરિહંત અવસ્થા સર્વમાં સ્વને વ્યાપક બનાવે છે. સાધુને કેવળ સાધના કરવાની હોય છે. તેમાં માર્ગદર્શન ઉપાધ્યાયનું અને શિસ્તપાલન આચાર્યોનું છે. આજ્ઞાપાલન અરિહંતોનું છે. સિદ્ધપદ બધાનાં લક્ષ્ય રૂપ-ધ્યેયસ્વરૂપ છે. આ રીતે સાધુપદ અને સિદ્ધપદ સર્વવ્યાપી છે. અરિહંતાદિ પદો તે વ્યાપકતાને ઉપદેશાદિ વડે ભવ્ય જીવોમાં વિસ્તાર છે. ઉપયોગ અને યોગ ઉભચની વિશુદ્ધિ સિદ્ધભગવંતો સર્વોચ્ચસ્થિતિને પામેલા છે, માટે જ સર્વોચ્ચ સ્થિતિને પમાડનારા છે. સર્વોચ્ચસ્થિતિને પમાડનારા છે, માટે જ સર્વોચ્ચસ્થિતિને પામેલા છે. આમ બંને સ્થિતિ સમાન્તરે ચાલે છે. એકની વૃદ્ધિ થતાં બીજાની વૃદ્ધિ થાય છે અને એકની હાનિ થતાં બીજાની પણ હાનિ થાય છે. દાન અને જીવન બંને સાથે ચાલે છે, કેમ કે જીવમાત્રનું લક્ષણ ઉભય પ્રકારે છે. બાહ્યલક્ષણ પરસ્પરોપગ્રહ'થી બીજાને અનુગ્રહ-ઉપઘાતમાં નિમિત્ત બનાય છે અને આંતરલક્ષણ ઉપયોગથી પોતાના અનુગ્રહ-ઉપઘાતમાં નિમિત્ત બનાય છે. તેથી ઉપયોગ અને યોગ ઉભયની વિશુદ્ધિમાં ધર્મ રહેલો છે. અભ્યાસ અને વૈરાગ્ય ચિત્તવૃત્તિના નિરોધ માટે અભ્યાસ અને વૈરાગ્ય એ બે ઉપાયો છે. વૈરાગ્યથી ચિત્તનો બહિર્મુખપ્રવાહ નિવૃત્ત થાય છે, અભ્યાસ વડે આંતરિકપ્રવાહ સ્થિર થાય છે. તમોગુણની પ્રબળતાથી ચિત્તમાં આલસ્ય, નિરુત્સાહ, મૂઢતા વગેરે દોષો ઉત્પન્ન થાય છે. તે બધાની નિવૃત્તિ અભ્યાસથી થાય છે. રજોગુણની અધિકતાથી ચિત્તમાં રહેલો ચંચળતારૂપ વિક્ષેપ વૈરાગ્યથી દૂર થાય છે. ચિત્ત એક નદી છે. તેમાંથી વૃત્તિઓનો પ્રવાહ વહ્યા કરે છે. એક સંસારસાગર તરફ બીજે કૈવલ્યસાગર તરફ. જ્યારે કૈવલ્યસાગર તરફની ધારા પ્રવાહિત થાય છે ત્યારે ચિત્તની પ્રાન્તિ ઉત્પન્ન થાય છે. સ્થિતિમાં યત્ન તે અભ્યાસ છે અને ચિત્તનું વૃત્તિરહિત થઈને શાન્ત પ્રવાહમાં વહેવું તે સ્થિતિ છે. અનુપ્રેક્ષાકિરણ ૪, ૩૮૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy